________________
પાઠ ૧લો
યોગ્ય સ્થાનકો
પહેલા ભાગમાં આપણે સમજી ગયા છીએ કે–“આત્મા અને કાર્મણવર્ગણાનો સંબંધ તે-બન્ધ” અને જે સમયે બંધ થાય તે જ સમયથી કામણવર્ગણાનું નામ કર્મ કહેવાય છે.
“કર્મવિચાર” નામના આ પુસ્તકના પહેલા ભાગમાં કર્મના બંધ વિશે સમજાવ્યું, દરેક ભાગોમાં આ કર્મનો વિચાર કરવાનો છે. તેથી આ પુસ્તકનું નામ કર્મવિચાર રાખ્યું છે, તે હવે બરાબર સમજાશે.
આપણા શરીરમાં જે જે સ્થળે જે જે ભાગમાં આત્મપ્રદેશો છે, તે દરેક ઠેકાણે કાર્મણવર્ગણા હોય જ છે, એ વાત આવી ગઈ છે, પરંતુ “યોગને લીધે જેટલી કાર્મણવર્ગણા આત્મપ્રદેશો સાથે ભળે છે, તેટલી જ કાર્મણવર્ગણાનું નામ કર્મ કહેવાય છે. જગતમાં છે, તે સઘળી કામણવર્ગણાનું નામ કર્મ કહેવાતું નથી.
(૨) .
આગળ કહી ગયા છીએ કે, “યોગ (આત્મફુરણો-આંદોલનો) અનેક પ્રકારના છે. ઓછ, સૌથી ઓછો, સૌથી વધારે, અનેક પ્રકારનો મધ્યમ વગેરે વગેરે.
એટલે કે, યોગ ઓછાવધતા પ્રમાણમાં થાય છે. તેનાં બે કારણો છે : એક બહારનું કારણ અને બીજું અંદરનું કારણ. બહારના કારણનું નામ અભિસંધિ કહેવાય છે, અને તેને લીધે ઉત્પન્ન થયેલો યોગ, અભિસંધિજ યોગ