________________
જેનો વિયોગ થતો નથી, માટે ઉત્તમ ભાવમંગલ છે. પરિણામે સર્વે મંગલોમાં તે પ્રથમ મંગલ છે.
પ્રશ્ન : “મંગલ” શબ્દનો અર્થ શું ?
ઉત્તર :- “મંગલ” શબ્દમાં “મં” અને “ગલ” એમ બે શબ્દો છે. મેં એટલે મને અને ગલ એટલે ગાળે એટલે કે મને આ ભવસમુદ્રમાંથી જે ગાળે એટલે કે પેલે પાર ઉતારે તે મંગલ. જેમ ચા તૈયાર કરી હોય અને તેને પીવી હોય ત્યારે ગળણીથી ગાળવામાં આવે છે. આમ કરવાથી તેનો કચરો જુદો પડી જાય, અને નીચે ચોખ્ખી ચા મળે છે, તેમ જે નમસ્કાર આ આત્માને કર્મરૂપી કચરાથી ગાળીગાળીને ચોખ્ખો બનાવે તે નમસ્કાર મંગલ કહેવાય છે. નમો લોએ સવ્વસાહૂણ
પ્રશ્ન : સાધુ થઈ તીર્થકર થયા વિના ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાની બનીને આ ભૂમિ ઉપર વિચારતા હોય તેવા શ્રી સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે સામાન્ય કેવલજ્ઞાની પુરુષો આ પાંચ પદમાંથી કયા પદમાં આવે છે ?
ઉત્તર : “નમો લોએ સવ્વ સાહૂણં”- આ પદમાં આવે, કારણ કે ઉપર કહેલાં ચાર પદોમાં જે ન આવ્યા હોય, તે તમામ પરમેષ્ઠી પુરુષોનો પાંચમા પદમાં સમાવેશ થાય છે. આથી આ પદમાં બીજા પદો કરતાં અધિક એક સવ્વ” શબ્દ લખ્યો છે. વળી દીક્ષા લીધા વિના ભરત મહારાજા, ઈલાચી પુરુષ, ચિલાતીપુત્ર વગેરેની જેમ ગૃહસ્થરૂપે કેવળજ્ઞાન પામ્યા હોય તેવા મહાત્માઓ પણ પાંચમા પદમાં સમાવેશ પામે છે. ઉપાધ્યાય અને આચાર્યપદવી વિના બાકીની ગણિ' - પન્યાસ સ્થવિર - પ્રવર્તક આદિ શેષ પદવીઓવાળા ૧ ભાવમંગલ = આત્માનો મોક્ષ આપનાર. ૨ પેલે પાર = સામે કિનારે. ૩ ગૃહસ્થરૂપે = સંસારી કપડામાં. ૪ ગણિ = ગણના નાયક. ૫ પંન્યાસ = વિશિષ્ટ પદે બિરાજમાન. ૬ સ્થવિર = જ્ઞાનાદિમાં વૃદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org