________________
કરનારો છે.
જે મહાત્માઓ પોતે પાપોથી મુક્ત હોય છે અને જેમની ઉત્તમ વાણી બીજાને પણ પાપોથી મુક્ત કરાવનારી હોય છે તેવા અધ્યાત્મી સંત આત્માઓને કરાયેલો આ નમસ્કાર એ નમસ્કાર કરનારાઓનાં પાપોનો જરૂર નાશ કરે છે. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ
“પાપોનો નાશ થાય અને આત્મા શુદ્ધ થાય” એ જ આ જગતમાં મહામંગલ છે, તેથી આ નમસ્કાર તે બીજા સર્વ મંગલોમાં પ્રથમ મંગલ રૂપ છે. સંસારમાં લગ્ન, ઘરનું વાસ્તુ, ધંધાનો પ્રારંભ વગેરે વ્યાવહારિક શુભ કાર્ય સમયે અક્ષત, શ્રીફળ, કંકુ, દહીં, સાકર વગેરે શુભ પુદ્ગલોનો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે તેઓને વ્યવહારથી શુકનવંતા ગણવામાં આવે છે. અક્ષત = એટલે અ = નહીં, લત = ખંડિત, અર્થાત્ત અખંડિત ફળ અપાવે તે અક્ષત. શ્રીફળ = શ્રી = લક્ષ્મી, લક્ષ્મી એ જ છે ફળ જેનું તે. શ્રીફળ.
કામોમાં લોકો શ્રીફળનો વ્યવહાર કરે છે, પરંતુ જાયફળનો વ્યવહાર કોઈ કરતું નથી, કારણ કે તેનું નામ જ અશુભ છે. “જાય ફળ જેનાથી, તે જાયફળ.”
અક્ષત - શ્રીફળ વગેરે શુભ દ્રવ્યો શુભ શુકન છે, પરંતુ સાંસારિક ભોગસુખોનાં એ નિમિત્તો છે. જે સુખો નાશવંત છે, ક્યારેક પણ તે જવાવાળાં છે. છેવટે તે હોય તેમ છતાં આપણે જવાનું છે, માટે તે સુખોના સંયોગનો વિયોગ ચોક્કસ અને નિશ્ચિતપણે છે જ, તેથી તે, દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર મહામંત્રોથી કરેલા નમસ્કાર તો એવા મોક્ષસુખને આપનાર છે કે જે આવેલું મોક્ષસુખ કદાપિ જતું નથી.
૧ મુક્ત = છુટ્ટો. ૨ સંત = સજ્જન, ઉત્તમ. ૩ મહામંગલ = મોટું મંગલ. ૪ શુકનવંતાં = લાભ આપનાર, ૫ દ્રવ્યમંગલ = સાંસારિક સુખ આપનાર.
૧૮ જૈન તત્ત્વકાશ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org