________________
૧૩
માટે સહુથી પ્રથમ આર્યાવર્તની અનુપમ અધ્યાત્મની આંખોને પ્રાપ્ત કરવી પડશે.
આજનું વિજ્ઞાન જાણે અદશ્ય રીતે માનવને સદેશ આપી રહ્યું છે કે ભૌતિકવાદ કે જડવાદ દ્વારા અણુવિજ્ઞાનને સમજવાને પ્રયત્ન કરશે તે આજના અણુવિજ્ઞાને સજેલા સંહારક સાધના સપાટામાં સપડાઈને સબડાવું પડશે !
આધ્યાત્મિક ચક્ષુધારા કર્મવિજ્ઞાનની સાચી સમજ પ્રાપ્ત કરી, તે વડે આવિષ્કાર પામેલું અણુવિજ્ઞાન સર્વ હિતકર બનશે.
પરંતુ કમનસીબી એ છે કે માનવ મહામુશ્કેલીઓમાં મૂકાઈને પરેશાન થયો હોવા છતાં આજે તથ્યને કેટલું સ્વીકારે છે? એ પણ એક પ્રશ્ન છે!
વિશેષ શોચનીય તે એ છે કે –જે જેને વારસામાં વિશ્વના અનુપમ અણુવિજ્ઞાનના અતુટ ખજાના સમાન કર્મ વિજ્ઞાનને ખજાને મ હોવા છતાં પણ જેમ નિધાન ઉપર રહેલે સર્પ નિધાનના મહત્ત્વને સમજતો નથી અને માત્ર મમત્વમાં જ રામાઓ રહે છે. તેમ જેનેને મોટે ભાગ પણ કર્મવિજ્ઞાનના ખજાના ઉપર મમત્વભાવથી રાચીમાચી રહ્યો છે. પણ તેને ઉપગ કરીને આત્મ આનંદની અનુભૂતિને અનુભવવામાં કચાશ રાખે છે, અને સમજપૂર્વક આરાધના અમૃતના આસ્વાદનમાં જાણે શિથિલ્યભાવ અનુભવતો હોય તેમ લાગે છે.
જૈન દર્શનના કર્મવિજ્ઞાન અને અણુવિજ્ઞાનને પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવવાને સુંદર પ્રયત્ન એ વિષયના અધિકારી વિદ્વાન માસ્તર શ્રી