________________
૧૧
વાસ્તવિક રીતે તો:–અણુ કે પરમાણુ વિજ્ઞાનની શક્તિદ્વારા બુદ્ધિમાન મનુષ્ય ધારે તો:-(૧) સર્વનું હિત સરળતાથી સાધી શકે, (૨) સર્વના સુખમાં સહભાગી બની શકે, (૩) સાચું સ્વાતન્ય માણું શકે, (૪) અને શાશ્વત સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે.
પરંતુ આ બધાય પ્રયત્ન માટે (૧) અખી સુઝબુઝ અને દૃષ્ટિની અનિવાર્ય આવશ્યકતા છે. (૨) પ્રત્યેક પ્રયોગના સાધક, બાધક પાસાઓની અને વારણ વિગેરેની પરિપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી પડશે. (૩) પ્રયોગ કરતાં પહેલા, સાદ્યન્ત પરિણામોને વિચારવાની શક્તિ કેળવવી પડશે. () અને સર્વ મૈત્રીના ભાવને પ્રત્યેક આત્મપ્રદેશમાં ઠાંસી ઠાંસીને ભર્યા બાદ જ પ્રયોગ કરવાની પ્રતિજ્ઞા કરવી પડશે.
સ્વાર્થસાધક ગોશાળાએ પરમતારક ભગવાન મહાવીરદેવ ઉપર મારક એવી તેજોલેસ્થાને ફેંકી, અને જ્યારે એ તેજલેશ્યા એ વિશ્વ વિભુને પ્રદક્ષિણા દઈને પાછી વળી અને ગોશાળાને જ ભરખવા લાગી ત્યારે અપકારી ઉપર પણ ઉપકાર કરનારા નિષ્કારણ જગબંધુ એ મહાન વિજ્ઞાની ભગવાન મહાવીરદેવે શીતલેસ્યાદ્વારા ગૌશાળાને બચાવ્યો.
આ બધુંય શું સૂચિત કરે છે ?
ગોશાળાએ તેજલેશ્યરૂપ અણુ વિજ્ઞાનની શક્તિને પ્રાપ્ત છે કરી! પણ તેનું વારણ શું? એ પાછી વળે તો એના પરિણામ કેવા આવશે? એના પરિણામમાં હિત પડયું છે કે અહિત? એને પ્રયોગ મૈત્રીભાવન રક્ષક છે કે ભક્ષક ? એને પ્રયોગ નિષ્ફળ જાય તે શું?