________________
ત્યારે વર્તમાન વિજ્ઞાનના સૂક્ષ્મદર્શક યંત્રએ ઉપર્યુક્ત કથનને જાણે પડકાર્યું હોય તેમ સવિશેષ રીતે પ્રત્યક્ષ પ્રયોગદ્વારા બતાવ્યું કે એવાં અણુઓના સેંકડે જ નહિં પણ હજારે ભાગ જોઈ શકાય છે.
આ રીતે પરસ્પર વિરોધી માન્યતાઓ પ્રવર્તી રહી છે.
પરંતુ મહાન વિજ્ઞાન સ્વામિ વિદ્ધારક પરમતારક તીર્થકર પરમાત્માઓએ તો પ્રથમથી જ પરમાણુની વ્યાખ્યા કરતાં ફરમાવ્યું છે કે:-“કેવળ જ્ઞાનીની દૃષ્ટિએ પણ જેના બે ભાગ થઈ શકે નહિ તેવા સૂક્ષ્મતમ ભાગને પરમાણુ કહેવાય છે. અને ખરેખર અજબગજબનું સત્ય તો એ છે કે વિકાસશીલ વર્તમાન વિજ્ઞાન પણ મહાન વિજ્ઞાન સ્વામિ પરમતારક તીર્થંકર પરમાત્માઓની વ્યાખ્યા સુધી પહોંચવા સમર્થ બની શકયું નથી. અને જે ઢબે વૈજ્ઞાનિકે અત્યારે પ્રગતિ કરી રહ્યા છે તે ઢબે કદીપણ તે મહાન વિજ્ઞાન સ્વામિની વ્યાખ્યાના અણુ-પરમાણુ સુધી નહિ પહોંચી શકે તે પણ નક્કર સત્ય હકીકત છે.
અને સાચી વાત તે એ છે કે –નામનાની કામના, સ્વસત્તાની સર્વોપરિતા, જડ અને પૌગલિક ચમત્કાર દ્વારા સ્વાર્થ સાધવાની ઉત્કટ તમન્ના, સર્વગ્રાહી સૂક્ષ્મતત્વ એવા જ્ઞાનની પ્રાપ્તિ પ્રતિની ઉપેક્ષા અને સકલ છવકલ્યાણ ભાવનાની કમી, ઈત્યાદિકને લઈને માનવ પિતાની શક્તિને વેડફી રહ્યો છે. અને માત્ર સંહારના જ સાધનને વિસ્તારવાની અને સંઘરવાની હોડમાં જ દેડ મચાવી રહ્યો હોય તેમ લાગે છે; એટલું જ નહિ પણ મહાન આત્મશક્તિને પૂર પરિહાસ થઈ રહ્યો હોય તેમ લાગે છે.