________________
૧૧૩ ભગવત્યાદિ સૂત્રના અનુસાર જમાલિના કેટલા ભવો છે ? ૧૧૪ પરોવેલાં પુષ્પોથી પૂજા કરાય એવા અક્ષરો શ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં છે,
આ વિષયમાં બીજા અક્ષરો છે કે નહિ ? ૧૧૫ કેટલોકો ઇદના દિવસને અસાય તરીકે ગણે છે. આપણી કઇ મર્યાદા છે? ૧૧૬ રાત્રિભોજન કરનારનું સાંજનું અને સવારનું પ્રતિક્રમણ શુદ્ધ કહેવાય
કે અશુદ્ધ ?' ૧૧૭ રાત્રિભોજન કરનારને સવારે પચ્ચખાણ કરવું સુઝે કે નહિ ? ૧૧૮ ચોમાસામાં સાધુઓ નગરની બહાર જતાં આવતાં પાદપ્રમાર્જન કરી
શકે કે નહિ ? . ૧૧૯ બીજા ગચ્છના સાધુઓમાં ચારિત્ર મનાય કે નહિ ? ૧૨૦ અન્યદર્શનીઓમાં કોઈ એકાવનારી હોય ? ૧૨૧ યોગોહન કર્યા વિના કલ્પસૂત્ર વાંચી શકાય કે નહિ ? ૧૨ર આધાકર્મી ભોજન કરનાર સાધુઓમાં રહેતા કોઈ સાધુ જો શુદ્ધગ્રાહી હોય
તો તે સાધુ હોઈ શકે કે નહિ ? ૧૨૩ અવિરતિ શ્રાવકનું પ્રતિક્રમણ સફલ નિષ્ફલ ? ૧૨૪ લીંબુના રસથી વાસિત અજમો અને સુંઠ દુવિહારમાં કહ્યું કે નહિ? ૧૨૫ ક્યા શાસ્ત્રમાં ઘોળું સૈન્ધવ અચિત્તે કહ્યું છે ? ૧૨૬ બોલી બોલીને સૂત્રોનો આદેશ અપાય કે નહિ ? ૧૨૭ માંડલી બહારના ગીતાર્થને આશ્રયી સાધુ અને ગૃહસ્થ કઈ મર્યાદા રાખવી ? ૧૨૮ વર્ષાન્તર પામેલું કસેલીયાનું પાણી પ્રાસુક થાય કે નહિ ? ૧૨૯ ચૈત્યમાં ઇરિયાવહી પડિક્કમીને જ ચૈત્યવંદન કરાય ? ૧૩૦ નવકારસીનું પચ્ચખાણ રાત્રિ પચ્ચખાણમાં ગણાય કે ભિન્ન ? અને પોરસિ
સુધી રહ્યો હોય તો કયા પચ્ચખાણનો લાભ થાય ? ૧૩૧ ત્રેસઠ શલાકા પુરુષો ગૃહસ્થપણામાં વિરતિવાળા કહેવાય કે નહિ ? ૧૩ર સામાયિક કરનાર અધિક વખત બેસે તો લાભ થાય કે કેમ ? ૧૩૩ શ્રાવકો પોરસી વગેરે ચોવિહારીજ કરે કે તિવિહારી દુવિહારી પણ કરી શકે ? ૧૩૪ ચન્દ્ર-સૂર્યનું મૂલ વિમાને આવવું કેમ સંગત થાય ? ૧૩૫ ઇન્દ્રાદિ દેવોનાં વિમાનો તારાઓની વચમાંથી કેવી રીતે નીકળી શકે? ૧૩૬ ઉપવાસ કરનાર પારણે અને ઉત્તરપારણે દુવિહાર કરી શકે કે નહિ ? ૧૩૭ દેવો આયુષ્યના સઘળાં સ્થિતિસ્થાનકોમાં લાભે કે નહિ ?