________________
ટીકામાં કહેલાં છે, જે આ પ્રમાણે—‘અનુકંપા, અકામનિર્જરા, બાલતપ, દાન, વિનય, વિભંગજ્ઞાન, સંયોગનો વિયોગ, કષ્ટ, ઉત્સવ, ઋદ્ધિ, સત્કાર.' મહાનિશીથસૂત્રમાં નાગિલના અધિકારમાં પણ આ જ વસ્તુ મલી આવે છે, તે આ પ્રમાણે—‘અકામ નિર્જરાથી પણ કંઈક-અલ્પ કર્મનો ક્ષય થાય છે, તો પછી અજ્ઞાન તપશ્ચર્યાથી થાય એમાં શું કહેવું?” આમાં કોઈ શંકા કરે કે—જ્યારે શાસ્ત્રના આવા અક્ષરો છે ત્યારે ''નિત્યયં તસ્મ’' ઈત્યાદિ વાક્યોની સિદ્ધિ કેવી રીતે કરવી? એનું સમાધાન એ છે કે-‘તમારું કહેવું ઠીક છે, પણ ઉપર કહેલાં સઘળાં ઉત્સર્ગ સૂત્રો છે, એટલે અહીં ‘ઉત્સર્ગથી અપવાદ બલવાન છે,' એ જ ન્યાય અનુસ૨વો જોઈએ. આથી મિથ્યાદર્શનીઓને પણ બાલતપ વગેરે અનુષ્ઠાનોનું તરતમ ભાવે.કાંઈને કાંઈ ફળ મલે છે, એમ સિદ્ધ થયું.
પ્રશ્ન:- (ઈ) તથા કેટલાએક મહાનિશીથ સૂત્રના ``ને ચાવિ’ ́ ઈત્યાદિ પ્રસિદ્ધ આલાવાને અવલંબીને કહે છે કે— ‘જેઓ અન્ય પક્ષવાળાઓએ કરેલું પડતા જિનમંદિર વગેરેનું રક્ષણ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે ઉપર આવેલી આપત્તિનું નિવારણ અને સાધુને ઉદ્દેશીને આપેલું દાન, સત્કાર આદિ કાર્યોને અનુમોદે છે તેઓને મોટું પાપ થાય છે, સમ્યક્ત્વ પણ ચાલ્યું જાય છે, તેથી અન્ય મતવાળાઓનાં કરેલાં યુગપ્રધાન આચાર્યની ભક્ત્યાદિ શુભ કાર્યો. પણ સર્વથા અનુમોદવા લાયક નથી જ.'
(ઉ) કેટલાક વળી તેઓની સામે આ પ્રમાણે કહે છે— જેમ નયસાર, ધનશેઠ અને સંગમ વગેરે મિથ્યાત્વીઓનું પણ દાન ઘણા ગ્રન્થોમાં અને પરંપરાએ કરીને અનુમોદના કરાતું માલૂમ પડે છે, તથા સર્વ તીર્થંકરો અને અતિશયવાળા સાધુઓના પારણામાં પંચદિવ્ય પ્રગટ થવાના અવસરે `હો વાનમહો વાનમ્' આ પ્રમાણેનો પ્રશંસાત્મક ઉદ્ઘોષ પણ થાય છે. જે અનુમોદનીય ન હોય તે કરાય કેમ? અને માર્ગસ્થ તમારા જેવા સઘળા અન્ય પાસે દાન વગેરે કરાવતા દેખાઓ છો. જેમકે— “હે મહાનુભાવ ! તું અમોને કાંઈક આપ, તને મહાન્ લાભ થશે” ઈત્યાદિ. અને જો આપે છે તો સંતોષ પણ થાય છે, આ પ્રમાણે સ્વયં અનુભવાતા અર્થનો લોપ ક૨વો સજ્જનોને યોગ્ય નથી. આ પ્રમાણેના અભિપ્રાયથી જ સૂત્રકારે કહ્યું છે કે—``મવા સર્વાં વિચ વીસરાય'. અહિં સમ્યગ્દષ્ટિ સુધીના આત્માઓ સંબંધે પૂર્વે કહી ગયા છે, એટલે મિથ્યાત્વીઓનું પણ કેટલુંક ર્ય અનુમોદવા યોગ્ય છે, એમ સિદ્ધ થયું. વિચાર કરતાં તે કાર્યો વાસ્તવિક આરાધ્ય એવાં શ્રીજિન, જિનબિંબ, જિનાલય, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક આદિની ભાતપાણી દાન કરવા દ્વારા ભક્તિ કરવી, યશોગાન કરવાં, આપત્તિઓથી રક્ષણ કરવું ઈત્યાદિ છે.
૨૮: