________________
પ્રશ્નઃ- કેટલાક પૂછે છે કે નાણ માંડવાના અક્ષરો કયા સિદ્ધાન્તમાં છે? ઉત્તરઃ- નાણ માંડવાના અક્ષરો અનુયોગદ્વારની ટીકા, અને સામાચારી પ્રમુખ ગ્રંથોમાં છે. તેમ પરંપરાએ-પણ નંદી મંડાતી જણાય છે. ૪-૩૧-૨૬૧
तथा-पौषधमध्ये सामायिकद्वात्रिंशद्दोषा लगन्ति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्सामायिकद्वात्रिंशद्दोषाः पौषधमध्ये लगन्तो ज्ञायन्ते ततस्तानुत्सर्गतो न लगयति । कारणे यदि लगयति तदाऽऽलोचयति प्रतिक्रामतीति ॥४-३२-२६२॥ પ્રશ્ન:- પૌષધમાં સામાયિકના બત્રીશ દોષો લાગે કે નહિ?
ઉત્તરઃ- પૌષધમાં સામાયિકના બત્રીશ દોષો લાગતા હોય, એમ જણાય છે. માટે ઉત્સર્ગથી તે દોષોને લાગવા દે નહિ. કારણ વિશેષે જો દોષો લગાડે તો આલોચના અને પ્રતિક્રમણ કરે. ૪-૩૨-૨૬૨
तथा-पौषधे शकलातसंस्तारिकं व्यापारयितुं कल्पते न वा? इति, तथा तम्बोलो भक्षयितुं कल्पते न वा? इति, तथा जेमनोपकरणानि कथं गृह्यन्ते ? यतस्तत्र मुत्कलानीतं वस्तु कल्पतें न बा ? इति प्रश्नोऽत्रोत्तरम् - शकलातसंस्तारिकं पौषधमध्ये व्यापारयितुं कल्पते । तथा तम्बोलो लवङ्गकाष्ठादिकं कारणे पौषधमध्ये भक्षयितुं कल्पते । तथा मुत्कलानीतोपकरणानां शुध्यमानतानिषेधो ज्ञातौ नास्तीति ||૪-૩૩-૨૬૩||
૧ 'દિગવિજ્ઞ‘મિતિ પ્રત્યન્તરે 1
પ્રશ્ન:- પૌષધમાં શકલાતનો સંથારો=દર્ભ વિશેષનો સંથારો વા૫૨વો કલ્પે કે નહિ ? તથા મુખવાસ ખાવો કલ્પે કે નહિ? તથા જમવામાં ઉપકરણો-પાટલો, થાલી, વગેરે કેવી રીતે ગ્રહણ કરવાં? કારણ કે તેને છૂટા માણસો લાવેલા હોય છે. તે કલ્પે કે નહિં?
ઉત્તરઃ- શકલાતનો=દર્ભ વિશેષનો સંથારો પૌષધમાં વાપરવો કલ્પે છે, તથા કારણ હોય તો. મુખવાસ-લવિંગ, કાષ્ઠ=તજ વગેરે પૌષધમાં ખાવા કલ્પ છે, તથા છૂટા માણસે લાવેલાં ઉપકરણોની શુધ્યમાનતાનો=શુદ્ધ હોવાનો નિષેધ જાણ્યો નથી. એટલે છૂટા માણસોની લાવેલી વસ્તુનો ઉપયોગ પોસાતીઓ યથાયોગ્ય કરી શકે છે. ૪-૩૩-૨૬૩
तथा - देवा यदा स्वकीयेतरकल्पे यान्ति तदा तत्रत्यानि चैत्यानि वन्दन्ते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - देवा यदा स्वकीयेतरदेवलोके यान्ति तदा तत्रत्यचैत्यवन्दननिषेधो ज्ञातो नास्तीति ॥४-३४-२६४॥
પ્રશ્ન ઃ દેવો જ્યારે પોતાના દેવલોકથી અન્ય દેવલોકમાં જાય ત્યારે ત્યાં રહેલાં ચૈત્યોને વંદન કરે કે નહિ?
૧૨૧