________________
પ્રશ્નઃ- શ્રાવક અને શ્રાવિકાઓ ઊભાં રહીને ઉપધાનની વાચના ગ્રહણ કરે કે
બેસીને?
ઉત્તરઃ- શ્રાવિકાઓ ઉપધાનની વાચના ઊભી રહીને સાંભળે, અને શ્રાવકો ચૈત્યવંદન મુદ્રાએ સાંભળે. ૪-૫૪-૨૮૪
तथा - पौषधिकः श्राद्धो वस्त्रेण मस्तकं बन्धयित्वा देवगृहमध्ये गत्वा देववन्दनं करोति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - पौषधिकश्राद्धस्य मुख्यवृत्त्या मस्तकबन्धनाधिकारो नास्ति, कारणे पुनः "फालीउं" इति प्रसिद्धवस्त्रेण बन्धने देवगृहमध्ये देववन्दनादिक्रियायां क्रियमाणायां छोटितं विलोक्यते । अन्यो વિશેષો જ્ઞાતો નાસ્તીતિ ||૪-૬૬-૨૮૬શા
પ્રશ્નઃ- પોસાતી શ્રાવક વસ્ત્રથી મતક બાંધીને દેવમંદિર જઈને દેવવંદન કરે કે નહિ?
ઉત્તરઃ- પોસાતી શ્રાવકને મુખ્યવૃત્તિએ માથું બાંધવાનો અધિકાર નથી. પરંતુ કારણ હોય તો ``òતિરં’’ એવા પ્રસિદ્ધ વસ્ત્રથી માથું બાંધ્યું હોય તો-અર્થાત્ ફાલીઉં માથે બાંધ્યું હોય તો તે દેવમંદિરમાં દેવવંદનની ક્રિયા કરતાં છોડેલું જોવાય છે. બીજો કોઈ વિશેષ જાણ્યો નથી. ૪-૫૫-૨૮૫
तथा-सांवत्सरिकपाक्षिकाष्टमीज्ञांनपञ्चमीरोहिणीतपांसि येन यावज्जीवमुच्चरितानि भवन्ति स रोहिण्या अग्रतः पृष्ठतो वाऽऽगमने षष्टकरणशक्त्यभावे किं करोति ? इति प्रश्नोऽत्रोत्तरम् - सर्वथा षष्टकरणशक्त्यभावे यत्तपः प्रथममागच्छति तत्तपः प्रथमं करोति, स्थितं तु पश्चात्कृत्वा प्रापयतीति II૪-૬૬-૨૮।।
પ્રશ્નઃ- સંવચ્છરી, પંખી, અષ્ટમી, જ્ઞાનપંચમી, અને રોહિણીના તપો જેણે જીંદગી સુધીના ઉચ્ચર્યા હોય તે રોહિણી આગળ કે પાછળ આવે છતે છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તો શું કરું?
ઉત્તરઃ- સર્વથા છઠ્ઠ ક૨વાની શક્તિ ન હોય તો જે તપ પહેલો આવે તે પહેલાં કરે અને બાકી રહેલ તપ પાછળથી કરી આપી શકે છે. ૪-૫૬-૨૮૬
तथा-श्राद्धानामेकादशाङ्गेषु श्राव्यमाणेषु नन्दिर्मण्डिता विलोक्यते न वा ? इति प्रश्नोत्तरम् - श्राद्धानामेकादशाङ्गश्रावणे नन्दिमण्डनाधिकारो ज्ञातो नास्तीति ||૪-૬-૨૮૭||
પ્રશ્નઃ- શ્રાવકોને અગીઆર અંગસૂત્રો સંભળાવાતાં હોય ત્યારે નાણ માંડેલી દેખાય છે કે નહિ ?
૧૨૯