________________
ઉત્તર:- પૌષધ અને સામાયિકનો પારવાનો સમય પ્રાપ્ત થયા પહેલાં જ ગ્રાહકના શરીરે પીડા થાય તો પારવાનો સમય પ્રાપ્ત થયા પછી સાવધાન થયા બાદ તે યથાશક્તિ પોસહ અને સામાયિકને પારવાનો આચાર બરાબર રીતે કરે. જો ગ્રાહક સાવધાન થયો ન હોય તો પાસે રહેલા બીજાઓ સમય થતાં પારવાની વિધિ સંભળાવે. પરંતુ જ્યાં સુધી પારવાની વિધિ સંભળાવી ન હોય ત્યાં સુધી મોટી વિરાધના કરવા દે નહિ, એમ સંભાવના થાય છે. ૪-૬૫-૨૯૫
तथा-आरात्रिकमङ्गलप्रदीपः सृष्ट्या संहारेण वोत्तार्यते? तदुत्तारणपाठश्च कः? इति प्रश्नोऽत्रोत्तरम्-जिनप्रतिमाऽग्रे आरात्रिकमङ्गलप्रदीपः सृष्ट्योत्तार्यते न तु संहारेण । पूर्वाचार्यप्रणीतग्रन्थमध्ये क्वापि संहारोत्तारणस्याप्यक्षराणि सन्ति परमिदानीं श्राद्धविधिजिनप्रभसूरिकृतपूजाप्रकरणयोः सृष्ट्यैवोत्तारणमुक्तमस्ति तेन तथैव क्रियते । तदुत्तारणगाथा च-''मरगयमणिघडियविसालथालमाणिक्कमंडियपईवो | ण्हवणपरकरुक्खित्तो भमिउ जिणारत्तियं तुम्हं' ||१|| રૂતિ II૪-૬-૨૨૬
* પ્રશ્ન:- આરતિ અને મંગલદીવો પ્રદક્ષિણાના ક્રમથી ઉતારાય કે અવળા ક્રમથી ઉતારાય? તથા આરતિ મંગલદીવો ઉતારવાનો પાઠ કયો છે?
ઉત્તરઃ- જિનપ્રતિમાની આગળ આરતિ અને મંગલદીવો સવળા ક્રમથી ઉતારાય, પરંતુ અવળા ક્રમથી નહિ. પૂર્વાચાર્યના રચેલ ગ્રંથની અંદર કોઈ ઠેકાણે અવળાક્રમે ઉતારવાના પણ અક્ષરો છે. પરંતુ હાલ શ્રદ્ધવિધિ અને જીનપ્રભસૂરિએ કરેલ પૂજાપ્રકરણમાં પ્રદક્ષિણાક્રમથી જ ઉતારવાનું કહ્યું છે, તેથી તે પ્રમાણે જ કરાય છે. આરતિ, મંગલદીવ ઉતારંવાની ગાથા આ છે. “હે જિન-દેવાધિદેવ મરકતમણિના બનાવેલા વિશાલ સ્થલમાં રહેલો માણિક્યમંડિત દીવ અને સ્નાન કરાયેલ હાથે ઉપાડાયેલી આરતિ તમારી સન્મુખ ઉતારવામાં આવો.' (૧) ૪-૬૬-૨૯૬
तथा-श्राद्धानां यद्येकादशाङ्गानि श्राव्यन्ते तदा किं प्रथमचतुर्थयोरेव प्रहरयोः? उत द्वितीयतृतीययोरपि? इति प्रश्नोऽत्रोत्तरम्-श्राद्धानामेकादशाङ्गानि सूत्रतः श्राव्यन्ते तदा प्रथमचतुर्थयोः प्रहरयोः श्रावितानि शुध्यन्ति । अर्थसहितानि તુ દ્વિતીયતૃતીયયોતિ II૪-૭-૨૨૭ll
પ્રશ્ન:- શ્રાવકોને જો અગીઆર અંગો સંભળાવવામાં આવે તો શું પહેલા અને ચોથા જ પ્રહરમાં સંભળાવાય કે બીજા અને ત્રીજા પ્રહરમાં પણ?
ઉત્તરઃ- શ્રાવકોને જ્યારે અગીઆર અંગો કેવલ સૂત્રથી સંભળાવવામાં આવે ત્યારે પહેલા અને ચોથા પ્રહરમાં સંભળાવેલાં સુઝે છે ને અર્થ સહિત સંભળાવવામાં આવે તો બીજા અને ત્રીજા પ્રહરમાં પણ સુઝે છે. ૪-૬૭-૨૯૭
૧૩૩