Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 165
________________ केवलिजिणाण अंतिए सुयं'' इत्यादिवसुदेवहिण्ड्यक्षरसद्भावाच्चाद्ययावदवस्थानं युक्तिमदेव । शत्रुअये तु स्थानस्य सापायत्वात्तथाविधदेवादिसांनिध्याभावाच्च भरतकारितप्रासादादीनामद्ययावदवस्थानाऽभाव इति सम्भाव्यते । તત્ત્વ તુ તત્ત્વવિદ્યમિતિ II૪-૦૬-૨૦II પ્રશ્ન:- અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તીનાં કરાવેલાં સિંહનિષદ્યા વગેરે મંદિરો અને મંદિરમાં સ્થાપેલાં બિંબો હજુ સુધી કેમ રહ્યાં છે? તથા શત્રુંજય પર્વત ઉપર ભરતનાં કરાવેલાં મંદિરો અને બિંબો કેમ રહ્યાં નથી? કારણ કે શત્રુંજય ઉપર અસંખ્યાતા ઉદ્ધારો થયેલા સંભળાય છે. તેથી અષ્ટાપદ ઉપર કોનું સાન્નિધ્ય છે અને શત્રુંજય ઉપર કોનું નથી કે જેથી આટલો ભેદ છે, એ સ્પષ્ટ રીતે જણાવવા કૃપા કરશો? ઉત્તર- અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તીનાં કરાવેલાં મંદિર વગેરેનું સ્થાન અપાય=આપત્તિ વિનાનું હોવાથી, દેવ વગેરેની સાન્નિધ્યતાવાળું હોવાથી અને “અષ્ટાપદ પર્વત ઉપરનાં મંદિરો કેટલા કાલ સુધી. રહેશે? એમ પ્રધાનને પૂછવામાં આવ્યું ત્યારે પ્રધાને જણાવ્યું કે–આ અવસર્પિણી સુધી ટકી રહેશે એમ મેં કેવલિ જિન પાસેથી સાંભળ્યું છે.” ઈત્યાદિ વસુદેવ હિથ્વિના અક્ષરો હોવાથી અત્યાર સુધી ટકી રહેવું યુક્તિ યુક્ત જ છે. શત્રુંજય તો, એક તો સ્થાન અપાયવાળું હોવાથી અને બીજું તથા પ્રકારના દેવ વગેરેનું સાન્નિધ્ય નહિ હોવાથી ભારતે કરાવેલાં મંદિરો આદિનું અવસ્થાન અત્યાર સુધી રહ્યું નથી, એમ સંભાવના થાય છે. તત્ત્વ તો તત્ત્વવેત્તા જાણે. ૪-૭૬-૩૦૬ इति श्रीसकलसूरिपुरन्दरपरमगुरुतपागच्छाधिराजभट्टारकश्री ५ श्रीहीरविजयसूरिप्रसादीकृतप्रश्नोत्तरसमुच्चये तच्छिष्यपण्डितकीर्ति विजयगणिसमुच्चिते. चतुर्थः प्रकाश: ।। इति श्रीसकलसूरिपुरन्दरपरमगुरुतपोगच्छगगनदिनमणि-परमपूज्य आचार्यप्रवर-सिद्धान्तमहोदधि-शासनप्रभावक-श्रीमद्विजयप्रेमसूरिसाम्राज्ये तत्पट्टप्रभाकर-प्रवचनप्रभावक-प्रौढगीतार्थ-आगमप्रज्ञ-सूरिप्रवरपूज्य गुरुदेव- श्रीमद्विजयजम्बूसूरिवाराणामन्तेवासि मुनिश्रीचिदानन्दविजयेन सटिप्पणकानुवादिते प्रश्नोत्तरसमुच्चये चतुर्थः प्रकाशः समाप्तः तत्समाप्तौ च चतुःप्रकाशकायात्मकप्रश्नोत्तरसमुच्चयानुवादः || સાતH+મત || ૧૩૮

Loading...

Page Navigation
1 ... 163 164 165 166