________________
પ્રશ્નકાર ધાયતા ગામનો સંઘ
પ્રશ્નઃ- બે શ્રાવકો પ્રતિક્રમણ કરતા હોય કે સામાયિક કર્યું હોય ત્યારે એક શ્રાવકના હાથમાંથી બીજા શ્રાવકે ચરવલો પાડી નાખ્યો, તે વખતે બેમાંથી કોને ઈરિયાવહીયાનું પ્રતિક્રમણ આવે? બંને શ્રાવકને ઈરિયાવહીયાનું પ્રતિક્રમણ આવે
કે એક શ્રાવકને આવે?
ઉત્તરઃ- બે શ્રાવકો પ્રતિક્રમણ વગેરે કરતા હોય તે વખતે એકે સાવધાનતાથી ચરવલો ગ્રહણ કર્યો હોય, હવે જો બીજાનો હાથ લાગવાના હેતુથી તે પડી જાય તો પાડનારને ઇરિયાવહીનું પ્રતિક્રમણ આવે છે. અને જો ગ્રહણ પણ ઉપયોગ રાખ્યા વિના જ કર્યો હોય તો ગ્રહણ કરનાર અને પાડનાર બંનેને ઈરિયાવહીનું પ્રતિક્રમણ આવે છે. ૪-૭૪-૩૦૪
तथा - यः शुद्धक्रियां कुर्वाणः शुद्धाचारं च पालयन्नीर्यापथिकीमागतां न जानाति स कियद्भिर्मुहूर्तेस्तां प्रतिक्रामति ? इति प्रश्नोऽत्रोत्तरम् -शुद्धक्रियायां क्रियमाणायां सोपयोगतया प्रमार्जनादिविधिनोपवेशनादिष्वीर्यापथिकी नायाति, यतस्तामाश्रित्य कालमानमुक्तं ज्ञातं नास्ति । तथापि क्रियान्तरे क्रियमाणे ईर्यापथिकी प्रतिक्रम्यते, यतो महत्यां वेलायां मनोवच: काययोगानां सम्यगवबोधो ન મવતીતિ ||૪-૭૬-૩૦૬||
પ્રશ્નઃ- જે શુદ્ધ ક્રિયા કરતો હોય અને શુદ્ધ આચાર પાલતો હોય છતાં આવેલ ઈરિયાવહીયાંના પ્રતિક્રમણને જાણે નહિ તે કેટલા મુહૂર્તે ઈરિયાવહીયાનું પ્રતિક્રમણ કરી શકે?
ઉત્તરઃ- શુદ્ધ ક્રિયા કરતાં ઉપયોગ પૂર્વક પ્રમાર્જન વગેરે વિધિથી ઉપવેશનબેસવું વગેરે ક્રિયાઓમાં ઇરિયાવહીયા આવતી નથી, કારણ કે ઈરિયાવહીયાને આશ્રયીને કાલમાન કહેલું જાણ્યું નથી. તો પણ અન્ય ક્રિયા કરતાં ઈરિયાવહીયાનું પ્રતિક્રમણ કરાય છે. કારણ કે ઘણો સમય થતાં મન વચન અને કાયાના ઉપયોગનું સમ્યજ્ઞાન રહેતું નથી. ૪-૭૫-૩૦૫
तथा-अष्टापदपर्वते भरतचक्रवर्तिकारिताः सिंहनिषद्याप्रमुखप्रासादास्तद्गतबिम्बानि चाद्ययावत्कथं स्थितानि सन्ति ? तथा शत्रुञ्जयपर्वतेऽपि भरतकारितान्येव प्रासादबिम्बानि कथं न स्थितानि ? यतस्तत्रासङ्ख्याता उद्धारा जाताः श्रूयन्ते तेनाष्टापदे कस्य सान्निध्यम् ? शत्रुञ्जये च कस्य न ? यदेतावान् भेद इति व्यक्त्या प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम् - अष्टापदपर्वते भरतचक्रवर्तिकारितप्रासादादीनां स्थानस्य निरपायत्वाद्देवादिसान्निध्यात् "केवइयं पुण कालं आययणं अवसज्झिस्सइ ? ततो तेण अमच्चेण भणियं जाव इमा उसप्पिणि त्ति मे
"
૧૩