Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 161
________________ अथ डुङ्गरपुरसङ्घकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा सप्तदशभेदपूजायामष्टमङ्गलस्थालभरणे पूजानन्तरं तदपनयने तदन्तर्गतमत्स्युगलाकारस्यापि भङ्गे पातकं भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - अष्टमङ्गलमध्ये . मत्स्याकारस्य विधानं शास्त्रानुसारितया युक्तमेव वर्तते । पूजानन्तरं तदपनयनमपि युक्तमेव प्रतिभासते । तथा यो मन्यते तस्य युक्तिरपि तत्रेदृशी वर्तते, तथाहिइन्द्रो यदा जिनजन्मोत्सवं कर्तुं समायाति तदा पूर्वं भगवज्जन्मगृहे आगत्य मातुः पार्श्वाद्भगवन्तं गृहीत्वा तत्प्रतिबिम्बं च तत्र मुक्त्वा मेरौ गत्वा जन्माभिषेकं च कृत्वा पुनरपि तत्राऽऽगत्य मातुः पार्श्वे भगवन्तं मुक्त्वा प्रतिबिम्बं विसर्जयति । तथा नवीनपित्तलादिप्रतिमायां भ्रियमाणायां प्रथमं मदनाकारं विधायोपरि मृतिकां दत्त्वा मदनं मध्यतो गालयित्वा कृषति । अत्र पूर्वत्र च हिंसापरिणाम विना यथा पातकं न भवति तथा मत्स्ययुगलापनयनेऽपि ज्ञेयमिति ।।४-६८-२९८।। પ્રશ્નકાર ડુંગરપુરનો સંઘ પ્રશ્નઃ- સત્તરભેદી પૂજામાં અષ્ટમંગલનો સ્થાલ ભરે ત્યારબાદ તેની પૂજા થઈ રહ્યા પછી તેને દૂર કરતાં-ભાંગી નાખતાં અષ્ટમંગલની અંદર રહેલ મત્સ્યયુગલના આકારનો પણ ભંગ થાય અને તેમ,થવાથી પાપ લાગે કે નહિ? ઉત્તરઃ- આઠ મંગલમાં મત્સ્યાકારનું વિધાન શાસ્ત્રાનુસારી હોવાથી યોગ્ય જ છે. પૂજા પૂરી થયા બાદ આઠ મંગલનું અપનયનં-દૂર કરવું પણ યોગ્ય જ છે, એમ લાગે છે. તથા મત્સ્યાકારના ભંગમાં જેઓ પાપ માને છે તેને સમજાવવા આવા પ્રકારની યુક્તિ પણ શાસ્ત્રમાં છે. તે આ પ્રમાણે—જ્યારે ઈંદ્ર તીર્થંકરનો જન્મોત્સવ કરવા આવે છે ત્યારે પ્રથમ ભગવાનના જન્મથરમાં આવીને માતા પાસેથી ભગવાનને ગ્રહણ કરીને અને માતા પાસે ભગવાનના પ્રતિબિંબને મૂકીને મેરુ પર્વત ઉપર જઈને જન્માભિષેક કરીને ફરીથી પણ ત્યાં આવીને માતાની પાસે ભગવાનને મૂકે; મૂકીને પ્રતિબિંબનું વિસર્જન કરે છે. તથા નવીન પિત્તલ વગેરંની પ્રતિમા ભરાવતાં પહેલાં એવો મીણનો આકાર કરીને ઉપર માટી લગાડીને મધ્યમાં રહેલ મીણને ઓગાળીને કાઢી નાખવામાં આવે છે. આ વિષયમાં અને પૂર્વના વિષયમાં જેમ હિંસાના પરિણામ નહિ હોવાથી પાપ લાગતું નથી તેમ મત્સ્યયુગલને દૂર કરવામાં પણ જાણવું. ૪-૬૮-૨૯૮ तथा - जिनप्रतिमानां तान्येवाभरणानि प्रतिदिनं परिधाप्यन्ते, अथ तेषां निर्माल्यता कथं न भवति ? इति प्रश्नोऽत्रोत्तरम् एतदाश्रित्य शास्त्रमध्ये एवं कथितमस्ति यद् "भोगविनष्टं द्रव्यं निर्माल्यम्'' इति । तेनाऽऽभरणानां भोगाविनष्टत्वाभावेन निर्माल्यता न भवतीति ज्ञेयमिति ॥ ४-६९-२९९॥ ૧૩૪

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166