Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 153
________________ तत्र किं प्रयोजनम्? इति प्रश्नोऽत्रोत्तरम-पौषधकरणानन्तरं यत् सामायिकमुच्चार्यते तत् सहजापतितं नवमव्रताराधनार्थम् , यत्पुनर्देशावकाशिकं न क्रियते तत्पौषधिको निरवद्यतया गमनादौ प्रवर्तते तेन तत्करणे किं प्रयोजनम्? इति । सामायिकमध्ये देशावकाशिककरणं तु सामायिके द्विघटिकामाने पारितेऽपि ततः परं વિરતિરVTWનિતિ ૪િ-૪૬-૨૭૬ll પ્રશ્ન:- પૌષધ ઉચ્ચરાવ્યા બાદ કયો સાવધ વ્યાપાર બાકી રહે છે જેના માટે સામાયિક ઉચ્ચરાવાય છે? તથા પૌષધમાં દેશાવકાશિક ઉચ્ચરાવાતું નથી અને સામાયિકમાં ઉચ્ચરાવાય છે, તેમાં શું પ્રયોજન છે? ઉત્તર:- પૌષધ કર્યા બાદ જે સામાયિક ઉચ્ચરાવાય છે તે તો સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ નવમા વ્રતની આરાધના માટે છે તથા જે દેશાવકાશિક કરાવાતું નથી તે તો પોસાતી નિર્દોષપણે ગમન આગમનમાં પ્રવર્તે છે તેથી દેશાવકાશિક ઉચ્ચરાવવાનું કાંઈ પ્રયોજન નથી. સામાયિકમાં દેશાવકાશિકનું કરવું તો બે ઘડી પ્રમાણ સામાયિક પાર્યા બાદ વિરતિ રહે તે માટે છે. ૪-૪૫-૨૭૫ * ___ तथा-द्विदलमाश्रित्य केचिदित्थं वदन्ति यद् द्विदलतक्रमुखत्रयसंयोगे तत्र जीवा उत्पद्यन्ते, केचित्तु द्विदलतंक्रसंयोगे, इत्येतदुपरि यच्छास्त्रानुसारि भवति तत्प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम्-द्विदलमध्येऽपक्वदुग्धदधितक्रसंयोगे जीवा उत्पद्यमाना ज्ञातास्सन्ति शास्त्रानुसारेणापि । मुखसंयोगे तत्र जीवा उत्पद्यन्त રૂતિ તુ જ્ઞાતિ નાસ્તીતિ ||૪-૪૬-૨૭૬II. પ્રશ્ન:- દ્વિદલને આશ્રયી કેટલાક આ પ્રમાણે કહે છે કે–જેની સરખી બે ફાડ થઈ શકે, અને જેમાં સ્નેહ ન હોય તે દ્વિદલ, છાશ-કાચું ગોરસ અને મુખ આ ત્રણ વસ્તુનો સંયોગ થતાં તેમાં જીવો ઉત્પન્ન થાય છે, કેટલાક એમ કહે છે કે–દ્વિદલ અને તક્ર-છાશનો સંયોગ થતાં જીવો ઉત્પન્ન થાય છે, આ વિષય ઉપર જે શાસ્ત્રાનુસારી હોય તે જણાવવા કૃપા કરશો? ઉત્તર:- દિલ ધાન્યમાં કાચું દૂધ દહિ કે છાશનો સંયોગ થતાં જીવો ઉત્પન્ન થાય છે, એમ શાસ્ત્રને અનુસરીને પણ જાણ્યું છે. મુખનો સંયોગ થતાં તેમાં જીવો ઉત્પન્ન થાય છે એમ જાણ્યું નથી. અર્થાત્ મુખનો સંયોગ ન થાય તો પણ કાચા ગોરસના સંયોગથી જીવો ઉત્પન્ન થાય છે. ૪-૪૬-૨૭૬ तथा-साधारणप्रासादे प्रतिमायां कार्यमाणायां ग्रामनाम्ना प्रतिमा विलोक्यते? उत सङ्घराशिनाम्ना? यदि सङ्घराशिनाम्ना तदा सर्वग्रामसङ्घानामेकमेव राशिनाम विद्यते, तेन यथा युक्तं भवति तथा प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम्साधारणप्रासादे प्रतिमायां कार्यमाणायां ग्रामनाम्ना प्रतिमा विलोक्यत इति युक्तं જ્ઞાત રૂતિ ||૪-૪૭-૨૭૭|| ૧૨૬

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166