Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 146
________________ પ્રશ્ન - જ્યારે પાંચમ તિથિનો ક્ષય થયેલો હોય ત્યારે તે તપ કઈ તિથિએ કરાય? અને પૂનમનો ક્ષય થયેલો હોય ત્યારે તે તપ કઈ તિથિએ કરાય? ઉત્તર - જ્યારે પાંચમનો ક્ષય થયેલો હોય, ત્યારે તેનો તપ પૂર્વ તિથિમાં કરાય છે અને પૂનમનો ક્ષય થયેલો હોય ત્યારે તેનો તપ તેરસ ચઉદશે કરાય છે અને તેરસે ભૂલી જવાય તો એકમે પણ કરી શકાય છે. ૪-૨૭-૨૫૭ ટિપ્પણ-૭૫. આ પ્રશ્નોત્તર પણ સાફ સાફ બતાવી આપે છે કે પાંચમ પૂનમ આદિ પર્વતિથિઓનો ક્ષય વગેરે પણ આવે છે. તથાપિ તેને બદલે બીજી કોઈ તિથિઓનો ક્ષય વગેરે કરાતો નથી, કિન્તુ તેના તપ નિયમ વગેરે પૂર્વાદિ તિથિમાં કરી લેવાય છે. આ પ્રગટ અર્થને છોડીને જેઓ મારી મચડીને આ પ્રશ્નોત્તરથી પૂર્વ કે પૂર્વતર તિથિનો ક્ષય વગેરે કરવા કરાવવા લલચાય છે તેઓ બે દુ ચારને બદલે છ મનાવવા જેવો પ્રયત્ન કરે છે, તે સુજ્ઞ સમાજમાં ખરેખર હાસ્યાસ્પદ છે. આ વિષયની વધુ ખાત્રી માટે સને ૧૯૧૩માં બહાર પડેલ હીરપ્રશ્નાવલી નામના પુસ્તકમાં આ પ્રશ્નોત્તરનો અનુવાદ જે પ્રમાણે કરેલો છે તે તરફ ધ્યાન ખેંચીએ છીએ. જુઓ તે આ રહ્યો. આ પ્રશ્ન -પાંચમનો અથવા પૂર્ણિમાનો ક્ષય હોય તો તે તિથિઓનો તપ કોણ કોણ (=કઈ કઈ) તિથિને દિવસે કરવો જોઈએ ? ઉત્તર પ-પાંચમનો જો ક્ષય હોય તો તેની તપ પાછલી તિથિમાં કરવો પૂર્ણિમાનો જો ક્ષય હોય તો તેનો તપ તેરશને દિવસે અથવા તો ચૌદશે કરવો જો ત્રયોદશીને દિવસે કરવો ભૂલી જાય તો પ્રતિપદ (એકમ) ને દિવસે પણ કરવો.” આ ઉપરથી વાંચકો સમજી શકશે કે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાનું કોઈ પણ રીતે સાબીત થઈ શકે તેમ નથી છતાં એવો અર્થ ખેંચનારા ઉપર્યુક્ત અનુવાદથી • પણ ખોટા ઠરે છે. - આમાં પૂનમના તપનું પુછાયું છે તે ચૌદશ-પૂનમના છઠ્ઠને આશ્રયીને પણ છે. લાગુ થઈ શકે છે. ઉત્તરમાં તરસ ચૌદશ અગર ચૌદશ પડવો ફરમાવીને આચાર્ય - “ચૌદશ પૂનમ વગેરે જોડાયાં પર્વોને સાથે જ રાખવાં જોઈએ” એવા કેટલાક : આધુનિકોથી સેવાતા ભ્રમને પણ તોડી નાખ્યો છે. આ પ્રશ્નોત્તર એક દિવસમાં બે પર્વતિથિઓની સમાપ્તિ થઈ હોય તો તે બન્નેની આરાધના તે એક જ દિવસમાં કરવાનું સાબીત કરે છે. વધુ માટે જુઓ ટિપ્પણ ૫૪ તથા ૭૧. तथा-अक्षमालादिका स्थापना या नमस्कारेण विधीयते तदुपर्युद्योते दृष्टिरक्षणं सुकरम्, अन्धकारे च कथं भवति? तद्विना च स्थापना शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-अक्षमालापुस्तकादिकस्थापना नमस्कारेण स्थाप्यते, स्थापनानन्तरं च क्रियाकरणं यावद्द्योते यथाशक्ति दृष्ट्युपयोगौ रक्ष्येते, अन्धकारे चोपयोगः । दृष्ट्युपयोगयोरंन्तरे जाते तु पुनः स्थापनां कृत्वाऽग्रतः क्रिया क्रियते । यतः स्थापना द्वेधा, इत्वरा यावत्कथिका च । तत्रेत्वराऽक्षमालादिका या नमस्कारेण स्वयं स्थापिता सा दृष्ट्युपयोगयो: सतोरेव तिष्ठति । यावत्कथिका चाक्षप्रतिमादिका या गुरुसकाशात्स्थाप्यते, सा पुनः पुनः स्थापिता न विलोक्यत इति ।।४-२८-२५८।। ૧૧૯

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166