________________
અને ચૈત્યવંદન કર્યા બાદ ‘ભગવાનૂહું આદિનાં ચાર ખમાસમણાં આપીને સઝાય કરે કે સઝાય કરીને ચાર ખમાસમણાં આપે ?
ઉત્તરઃ- રાઈ પ્રતિક્રમણમાં પ્રથમ ચાર લોગસ્સનો કાઉસગ્ગ અને ચૈત્યવંદન કર્યા પછીથી ભગવાનવું વગેરે ચાર ખમાસમણ આપીને ત્યારબાદ બે ખમાસમણ પૂર્વક સક્ઝાય કરીને પ્રતિક્રમણ કરે. કહ્યું છે કે “પ્રથમ ઈરિયાવહીયા, પછી કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ, પછી ચૈત્યવંદન, પછી મુનિચંદન-ભગવાનë આદિ ચાર ખમાસમણાં, પછી સઝાય, પછી પડિક્કમ સ્થાપવું, પછી નમુસ્કુર્ણ અને પછી ત્રણ કાઉસગ્ન કરવા.” આ ગાથા શ્રી સોમસુંદરસૂરિએ કરેલી સામાચોરીમાં છે. તથા શ્રી વિજયદાનસૂરિ મહારાજા પણ એમ જ કરતા હતા અને તેમની શીખામણથી અમે પણ તેમ જ કરીએ છીએ. સઝાય કર્યા બાદ ચારે ખમાસમણ દેવા એવો વિધિ પણ કોઈ ગ્રંથમાં છે, તેનો પણ નિષેધ નથી. પરંતુ વૃદ્ધો જેમ કરતા હતા તે પ્રમાણે જ અમે હાલ કરીએ છીએ. ૪-૨૫-૨૫૫ .
तथा-उष्णकालादावुष्णं प्रासुकं वा पानीयं पञ्चादिप्रहरं यावदचित्तं ततः परं सचित्तं भवतीत्यक्षराणि कुत्र सन्ति? | तथा तत्र यावत्त्रसजीवोत्पत्तिर्जाता न भवति तावदगालितं कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-उष्णकालादावुष्णं प्रासुकं वा पानीयं पश्चादिप्रहरं यावदचित्तं ततः परं सचित्तं भवतीत्यक्षराणि प्रवचनसारोद्धारसूत्रवृत्तिमध्ये प्रोक्तानि सन्ति । तथा तत्र त्रसजीवोत्पत्तिर्जाता भवतु मा वा तथापि गालितमेव तद्व्यापारणीयं नाऽगालितमिति परम्परा दृश्यत રૂતિ II૪-૨-૨૫૬
પ્રશ્નઃ- ઉનાળા વગેરેમાં ગરમ, અથવા અચિત્ત પાણી પાંચ આદિ પ્રહર સુધી અચિત્ત રહે છે ત્યાર બાદ સચિત્ત થાય છે, એવા અક્ષરો કયા ગ્રંથમાં છે? તથા તે પાણીમાં જ્યાં સુધી ત્રસજીવોની ઉત્પત્તિ ન થઈ હોય ત્યાં સુધી ગાળ્યા વિના પીવું કહ્યું કે નહિ?
ઉત્તરઃ- ઉનાળા વગેરેમાં ગરમ અથવા અચિત્ત પાણી પાંચ આદિ પ્રહર સુધી અચિત્ત રહે છે ત્યાર બાદ સચિત્ત થાય છે, એવા અક્ષરો પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહેલાં છે. તથા તે પાણીમાં ત્રસ જીવની ઉત્પત્તિ થઈ હોય કે ન થઈ હોય તો પણ તે પાણી ગાળેલું જ વાપરવું જોઈએ, પરંતુ ગાળ્યા વિનાનું નહિ એવી પરંપરા દેખાય છે. ૪-૨૬-૨૫૬
तथा-पञ्चमीतिथिस्युटिता भवति तदा तत्तपः कस्यां तिथौ. क्रियते?, पूर्णिमायां च त्रुटितायां कुत्र? इति प्रश्नोऽत्रोत्तरम्-पञ्चमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः વિયેતે, ત્રયોદશ્યો વિરકૃતિ તુ પ્રતિપદ્યતિ ૪િ-૨૭-૨૭//
૧૧૮