________________
પ્રશ્નકાર પંડિત નગર્ષિગણિ પ્રશ્ન- ''સતગુરુપરંપરસીને અવતરુપરંપાર રીતે ચ’ આ પ્રમાણે શ્રી મહાનિશીથ સુત્રની ત્રીજા અધ્યયનની શરૂઆતના પ્રસ્તાવમાં જે પાઠ છે, તેનો શો અર્થ છે?
ઉત્તર:- “સાત, આઠ ગુરુપરંપરાથી કુશીલપણું ચાલ્યું આવતું હોય અને એક બે કે ત્રણ ગુરુપરંપરાથી કુશીલપણું ચાલ્યું આવતું હોય” અહિ બે વિકલ્પોનું પ્રતિપાદન કરવાથી એમ જણાય છે કે એક બે કે ત્રણ પાટથી કુશીલપણું ચાલ્યું આવતું હોય છતાં ય તેમાં સાધુસામાચારી સર્વથા નાશ પામી નથી, તેથી જો કોઈ ક્રિયા ઉદ્ધાર કરે તો અન્ય. સાંભોગિક સાધુઓ (માંડલી વ્યવહારવાળા) પાસેથી ચારિત્રની જ ઉપસંપદા ગ્રહણ કર્યા વિના પણ ચાલી શકે છે; પરંતુ ચાર આદિ ગુરુપરંપરાથી કુશીલપણું ચાલ્યું આવતું હોય તો સાંભોગિક સાધુઓ પાસેથી ચારિત્રની ઉપસંપદા ગ્રહણ કરીને જ ક્રિયા ઉદ્ધાર કરી શકે, અન્યથા નહિ. ર-૨૭-૭૩ ટિપ્પણ-૪૩. ઉપસંપદા=જ્ઞાનાદિ નિમિત્તે સુવિહિત આચાર્ય પાસે જઈ તેમની નિશ્રા સ્વીકારવી.
તે પાંચ પ્રકારની છે-(૧) શ્રતો પસંપદા, (૨) સુખદુ:ખાપસંપદા, (૩) ક્ષેત્રાપસંપદા,
(૪) માગપસંપદા અને (૫) વિનયોપસંપદા. ____तथा-महाविदेहविजयेषु विचरत्सु केवलिजिनेष्वन्यजिनानां जन्मादि स्यात्? किं वा तन्मोक्षगमनानन्तरम् ? इति प्रश्नोऽत्रोत्तरम्-महाविदेहविजयेषु विचरत्सु केवलिषु जिनेषु छद्मस्थेषु वाऽन्येषां जिनानां जन्मादि न स्यादिति ||२-२८-७४।।
પ્રશ્ન- મહાવિદેહની વિજર્યામાં કેવલિ તીર્થકર જ્યારે વિચરતા હોય ત્યારે અન્ય તીર્થકરોનો જન્મ થાય કે એ તીર્થકરોના મોક્ષ ગયા બાદ થાય? - ઉત્તર - મહાવિદેહની વિજયોમાં વિચરતા એવા કેવલી અથવા છબસ્થ તીર્થકરો હોય ત્યારે અન્ય તીર્થકરોનો જન્મ વગેરે ન થાય. ૨-૨૮-૭૪ .. तथा-चतुर्मासकमध्ये नगरग्रामादिमध्यावस्थाने क्षणावसरे योजनमितक्षेत्रे पुष्पप्रकरो देवैः क्रियते न वा? अष्टप्रातिहार्याणां नैयत्येनोक्तत्वात्, चेत् क्रियते तदा लोकगृहादौ कथम्? इति प्रश्नोऽत्रोत्तरम्-चतुर्मासकमध्ये तीर्थङ्कराणां नगरादाववस्थानं प्रायो न भवति, यदि कदाचिद्भवेत्तदा यथौचित्येनैव पुष्पप्रकरादि क्रियमाणमेव संभाव्यतेऽन्यथा प्रातिहार्यनयत्यं न स्यादिति ||२-२९-७५।।।
પ્રશ્ન- ચાતુર્માસની અંદર જ્યારે તીર્થકરો નગર, ગામ વગેરેની મધ્યમાં અવસ્થાન કરે ત્યારે વ્યાખ્યાન અવસરે યોજન પ્રમાણ ક્ષેત્રમાં ‘આઠ પ્રાતિહાર્યો (અતિશય વિશેષા) હમેશાં પ્રભુની સાથે જ હોય' એવું કહેલું હોવાથી દેવો પુષ્પનો પ્રકર કરે કે નહિ? જો પુષ્પનો પ્રકર કરે એમ કહેવામાં આવે તો લોકોના ઘર વગેરેમાં તે શી રીતે સંભવે?