________________
तथा-महाविदेहे श्रीसीमन्धरस्वामिस्थाने यस्तीर्थकर उत्पत्स्यते तस्य किं नाम? तथा तत्र वस्त्रवर्णादिविधिः कथम्? | तथा विहरमाणविंशतितीर्थकृतां मातापितृग्रामादिनामनी कुत्र शास्त्रे सन्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-महाविदेहे श्रीसीमन्धरस्वामिस्थाने उत्पत्स्यमानतीर्थङ्करनाम शास्त्रे दृष्टं नास्ति । तथा तत्र वस्त्रवर्णादिविधिरिहत्याजितादिद्वाविंशतितीर्थकृतामनुसारेणेति । तथा विहरमाणविंशतितीर्थकृतां मातापितृग्रामादिनामानि छुटितपत्रादौ कथितानि સન્તીતિ રૂ-૧૦૧-૨૧રૂા.
પ્રશ્નઃ- મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામીના સ્થાને જે તીર્થકર ઉત્પન્ન થશે તેમનું શું નામ? તથા ત્યાં વસ્ત્રોના વર્ણાદિનો વિધિ શો? તથા વિચરતા વીશ તીર્થકરોના માતા, પિતા અને ગામ વગેરેનાં નામ કયા શાસ્ત્રમાં છે?
ઉત્તર- મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમન્વરસ્વામીના સ્થાને ઉત્પન્ન થનાર તીર્થકરનું નામ શાસ્ત્રમાં જોયું નથી. તથા ત્યાં વસ્ત્ર વર્ણાદિ વિધિ ભારતમાં થએલ અજિત વગેરે બાવીસ તીર્થકરોના અનુસારે છે. તથા વિચરતા વીશ તીર્થકરોના માતા, પિતા અને ગામ વગેરેનાં નામ છૂટા પાના વગેરેમાં કહેલા છે. ૩-૧૦૯-૨૧૩
तथा-अष्टापदपर्वते प्रतिमाप्रतिष्ठा केन कृता? कुत्र वा सा कथिताऽस्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-अष्टापदपर्वते प्रतिमाप्रतिष्ठा, श्रीऋषभदेवशिष्येण कृतेति श्रीशत्रुअयमाहात्म्यमध्ये कथितमस्तीति ||३-११०-२१४।।
પ્રશ્ન - અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિમાની પ્રતિષ્ઠા કોણે કરી? અને તે કયા શાસ્ત્રમાં કહેલી છે?
ઉત્તર- અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી ઋષભદેવ ભગવાનના શિષ્ય કરી છે, આ પ્રમાણે શ્રી શત્રુંજય માહાત્મમાં કહેલું છે. ૩-૧૧૦-૨૧૪
तथा-द्रौपद्या नवनिदानमध्ये किं नामकं निदानं कृतम्? इति प्रश्नोऽत्रोत्तरम्श्रीज्ञाताधर्मोक्तद्रौपदीसम्बन्धानुसारेण चतुर्थनिदानसंभवो ज्ञायते, परमध्यवसा'यविशेषेण तस्य निदानताया अभावाद् द्रौपद्या चारित्रं प्राप्तमिति संभाव्यते । ग्रन्थमध्ये तु दृष्टं नास्ति यदनयाऽमुकं निदानं कृतमिति ।।३.१११-२१५।।
પ્રશ્ન- દ્રૌપદીએ નવ નિયાણામાંથી કયું નિયાણું કર્યું હતું?
ઉત્તરઃ- શ્રી જ્ઞાતાધર્મ કથામાં કહેલ દ્રૌપદીના સંબંધને અનુસારે ચોથા (ત્રીજા) નિયાણાનો સંભવ જણાય છે. પરંતુ અધ્યવસાય વિશેષથી તેનાં નિયાણામાં નિયાણાપણાનો અભાવ હોવાથી દ્રૌપદીએ ચારિત્ર પ્રાપ્ત કર્યું એમ સંભાવના થાય છે. ગ્રંથમાં તો એ જોયું નથી કે દ્રૌપદીએ અમુક નિયાણું કર્યું હતું. ૩-૧૧૧-૨૧૫
૧૦૨