________________
પ્રશ્ન:- ભરતક્ષેત્રમાં હાલ પાંચસો સાતસો આદિ ગાઉમાં જે સાધુઓ દેખાય છે, તે જ સાધુઓ છે કે અન્યત્ર કયાંય બીજા પણ સાધુઓ સંભવી શકે છે?
ઉત્તર:- ભરતક્ષેત્રમાં હાલ જે સ્થાને આપણે જાણીએ છીએ ત્યાં જ સાધુઓ છે એમ સંભાવના કરી શકાય છે, બીજે સ્થાને ન હોય એમ લાગે છે. તો પણ અક્ષર જોયા વિના એકાન્ત એમ ન કહી શકાય કે બીજે ઠેકાણે સાધુઓ નથી જ. ૪-૮-૨૩૮ ટિપ્પણ-૭૦. કોઈ પુસ્તકમાં-“ભરતક્ષેત્રમાં આધુનિક સમયે જેમ આપણી દૃષ્ટિપથમાં આવેલ
ભૂમિમાં સાધુઓ છે તેમ અન્યત્ર પણ છે, એ પ્રમાણે શાસ્ત્ર વગેરેને અનુસાર જણાય છે.” આ પ્રમાણેનો ઉત્તર આપેલો સમ્યક્ પ્રકારે થાય છે.” (જુઓ હીરપ્રશ્ન
પૃ ૩૦/૧નું ટીપ્પણ) : तथा-आचामाम्लमध्ये शुण्ठीमरिचादिकं कल्पते तत्किं कारणेन स्वभावेन वा? इति प्रश्नोऽत्रोत्तरम्-कारणं विनापि कल्पत इति ।।४-९-२३९।।
પ્રશ્ન:- આયંબિલમાં સુંઠ, મરી વગેરે કહ્યું છે, તે શું કારણસર કે સ્વાભાવિક રીતે?
ઉત્તરઃ- કારણ વિના કહ્યું છે. ૪-૯-૨૩૯
तथा-आचामाम्लमध्ये शुण्ठीमरिचादिकं कल्पते, पिप्पलीलवङ्गादिकं च न तत् किं शास्त्राक्षरैः परम्परांतो वा? इति प्रश्नोऽत्रोत्तरम्-आचामाम्लमध्ये शुण्ठीमरिचादिकं कल्पते लवङ्गपिष्पलीहरीतकींप्रमुखं पुनर्न कल्पते तत्रैतत्कारणं ज्ञायते यल्लवङ्गेषु दुग्धभक्तं दीयमानमस्ति, हरितकीपिष्पल्यादिकं नालिकातोऽपक्वं सत् शुष्कीक्रियते.यथा युगन्धरीगोधूमादिपृथुको राद्धः सन्नाचामाम्लमध्ये न कल्पते । युगन्धरीगोधूमादिकं तु राद्धं सत्कल्पत इति सम्भाव्यते ।।४-१०-२४०।।
પ્રશ્ન:- આયંબિલમાં સુંઠ મરી વગેરે કહ્યું છે, અને પીપર લવિંગ વગેરે કલ્પતા નથી તે શું શાસ્ત્રના અક્ષરોથી કે પરંપરાથી?
ઉત્તરઃ- આયંબિલમાં. સુંઠ, મરી વગેરે કહ્યું છે, લવિંગ, પીપર અને હરડે વગેરે કલ્પતા નથી. તેમાં આ કારણ જણાય છે કે-લવિંગમાં દૂધનો પાસ દેવામાં આવે છે અને હરડે પીપર આદિ નાલિકામાંથી-મૂલમાંથી અપક્વ હોઈ પછીથી સુકવવામાં આવે છે. જેમ યુગન્ધરી અને ઘઉં વગેરેનો પોંક રાંધેલો હોય છતાં આયંબિલમાં કલ્પતો નથી, પરંતુ યુગન્ધરી અને ઘઉં વગેરે રાંધેલા હોય તો કલ્પ છે, તે મુજબ સંભાવના કરી શકાય છે. ૪-૧૦-૨૪૦
तथा-केनचिदुपासकेन चत्वार्युपधानान्युदूढानि भवन्ति, तन्मध्ये प्रथमोपधानस्य द्वादशवर्षातिक्रमे प्रथममेवोपधानं पुनरुद्वाह्य स मालां परिदधाति उत चत्वार्यपि? इति प्रश्नोऽत्रोत्तरम-प्रथमोपधानस्य द्वादशवर्षातिक्रमे
૧૦૯