Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 138
________________ પ્રશ્ન:- જેણે શુકુલ પંચમીનો તપ ઉચ્ચરેલો હોય તે જ પર્યુષણામાં ભાદરવા સુદિ બીજથી અઠ્ઠમ કરે તો તે ભાદરવા સુદિ પાંચમના દિવસે અવશ્ય એકાસણું કરે કે રુચિ પ્રમાણે કરે ? ઉત્તરઃ- જેણે શુકુલ પંચમી ઉચ્ચરેલી હોય તેણે મુખ્ય વૃત્તિએ ભાદરવા સુદ ત્રીજથી અઢમ કરવો જોઈએ. જો કદાચિત્ ભાદરવા સુદિ બીજથી અઠ્ઠમ કરે તો ભાદરવા સુદિ પાંચમે એકાસણું કરવું જોઈએ એવો પ્રતિબંધ નથી, કરે તો સારું છે. ૪-૧૪-૨૪૪ ટિપ્પણ-૭૧. આ પ્રશ્નોત્તર પણ સાબીત કરે છે ભાદરવા સુદ પંચમી યદ્યપિ પર્વતિથિ છે તથાપિ ભાદરવા સુદ ચોથ, કે જે સંવત્સરીની સ્થાપિત તિથિ છે, તેના કરતાં ગૌણ છે. પંચાંગમાં ખુદ પંચમી તિથિ ઉદયગત હોય તો પણ તેના કારણે તેનો તપ ચોથના તપથી સરે છે, શાસ્ત્રકારના આ વિધાનથી સાફ નિશ્ચિત થઈ જાય છે કે પંચમીના કારણે ચોથની વિરાધના કરવાની હોય જ નહિ. છતાં જેઓ શાસ્ત્રકારની આજ્ઞા લોપીને સ્વમતિકલ્પનાથી ભાદરવા સુદ પંચમીની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ચોથને વિરાધે છે તેઓ શાસ્ત્ર અનેં પરંપરાથી વિરૂદ્ધ જ વર્તે છે. વધુ માટે જુઓ આ જ ગ્રંથનો ૨૫૭ મો પ્રશ્નોત્તરી तथा-यदा चतुर्मासकं पूर्णिमायामभूत्तदा प्रतिक्रमणानि पञ्चविंशतिरष्टाविंशतिर्वा बभूवुः? तथा तानि शास्त्राक्षरबलेन विधीयमानानि परम्परातो वा?, शास्त्राक्षरबलेन चेत्तदा तदभिधानं प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम-वर्षमध्ये प्रतिक्रमणानि पञ्चविंशतिरष्टाविंशतिर्वेति क्वापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैवसिकरात्रिकपाक्षिकचातुर्मासिकसांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणानि प्रतिपादितानि सन्तीति IT૪-૧૧-૨૪ll : : પ્રશ્ન - જ્યારે ચોમાસી પૂર્ણિમાની હતી ત્યારે પ્રતિક્રમણ પચીસ હતાં કે અઠ્ઠાવીસ હતાં? તથા તે શાસ્ત્રાક્ષરના બલથી કરાતાં હતાં કે પરંપરાથી? જો શાસ્ત્રના અક્ષરના બલથી કરાતાં હોય તો તેનું નામ જણાવવા કૃપા કરશો? ઉત્તરઃ- એક વર્ષમાં પ્રતિક્રમણ પચીશ આવે કે અઠાવીસ આવે એવું વિધાન કોઈ પણ ઠેકાણે જાણ્યું નથી. શાસ્ત્રમાં તો દેવસી, રાઈ, મમ્મી, ચોમાસી, અને સંવત્સરી રૂપ પાંચ પ્રતિક્રમણો કહેલાં છે. ૪-૧૫-૨૪૫ ટિપ્પણ-૭૨. આજ્ઞા અને સુવિહિત આચારણાને પ્રમાણ ગણનારાઓના મતે પૂનમની ત્રણ ચોમાસી ચૌદશની સ્થપાતાં ત્રણ પખ્ખી અનુષ્ઠાનો ચોમાસામાં સમાઈ ગયાં તે જેમ અયુક્ત લખાયું નથી, તેમ પૂનમ આદિના ક્ષયે એકદિવસમાં એક ગૌણ પર્વતિથિનું. અનુષ્ઠાન બીજી પ્રબલ પર્વતિથિના અનુષ્ઠાનમાં સમાઈ જાય તે જરાય અયુક્ત નથી. એમ છતાં આની સામે આજે “એક પર્વતિથિને લોપી’ ઈત્યાદિ આક્ષેપ કરનારા પાતામાં સુરુચિનો તદ્દન અભાવ જ બનાવે છે, એ તત્ત્વના ખપી આત્માએ સજ્વર સમજી લેવા જેવું છે. ૧૧૧

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166