________________
ફરીથી પણ બીજા વલયમાં આકાશમાં રહેલ પાણીની જેમ નિર્મલ અને શંખના જવાં શ્વેત સોળ મણ પ્રમાણનાં આઠ મોતી શોભે છે. (૩) ત્યાર બાદ ત્રીજા વલયમાં ચંદ્રકલાની જેમ નિર્મલતાએ કરીને યુક્ત એવાં આઠ મણ પ્રમાણનાં સોળ મોતી વર્તે છે. (૪) ચોથા વલયમાં ચાર મણ પ્રમાણમાં બત્રીશ મોતી પંડિતોએ જણવાં. (૫) વળી હે પંડિત ! પાંચમાં વલયમાં બે મણ વજનવાળાં ચોસઠ મોતી છે, એમ જાણો. (૬) છઠ્ઠા વેલયમાં એક મણ વજનવાળાં અને ગોળ એવાં એકસો અઠ્ઠાવીસ મોતી છે એમ જાણવું. (૭) મુક્તાફલની અંદર રહેલી અનેક અવાજ કરતી વાયુની લહરીઓથી વલયાકારે રહેલ મોતીઓનો સમૂહ જ્યારે પરસ્પર અફળાય છે ત્યારે આ મહા વિમાન મધુર શબ્દોનું એકાંત સ્થાન થાય છે, આવી શબ્દની મધુરતા અન્યત્ર કયાંય પણ હોતી નથી. (૮-૯) તે વિમાનમાં રહેલા દેવો તે શબ્દના રસમાં મોહિત ચિત્તવાળા બનીને તેત્રીસ સાગરોપમ પ્રમાણ પોતાનું આયુષ્ય સુખપૂર્વક પૂર્ણ કરે છે. (૧૦) ૪-૧૭-૨૪૭
तथा-येषां गृहे पुत्रपुत्रीजन्म जातं भवति तद्गृहमनुजाः खरतरपक्षे स्वगृहपानीयेन देवपूजां न कुर्वन्ति, तद्यतिनोऽपि तद्गृहे दश दिनानि यावन्न । विहरन्ति, तदक्षराणि कुत्र सन्ति? आत्मपक्षे चैतदाश्रित्य को विधिः? इति प्रश्नोऽत्रोत्तरम्-यद्गृहे पुत्रपुत्रीप्रसवो जातो भवति तद्गृहपानीयेन देवपूजा न शुध्यतीत्यक्षराणि शास्त्रे ज्ञातानि न. सन्तीति । तथा तद्गृहविहरणमाश्रित्य यस्मिन् देशे यो लोकव्यवहारस्तदनुसारेण यतिभिः कर्तव्यं दशदिननिर्बन्धस्तु શારગે જ્ઞાતો નાસ્તોતિ Ir૪-૧૮-૨૪૮||
પ્રશ્ન- ખરતર ગચ્છમાં જેઓના ઘરે પુત્ર અથવા પુત્રીનો જન્મ થયો હોય તે ઘરના મનુષ્યો પોતાના ઘરના પાણીથી દેવપૂજા કરતા નથી, અને ખરતર ગચ્છના સાધુઓ પણ તેના ઘરે દસ દિવસ સુધી ગોચરી પાણી માટે જતા નથી. આવા અક્ષરો ક્યાં છે? તથા આપણા ગચ્છમાં પુત્ર પુત્રીના જન્મને અવલંબીને કયો વિધિ છે?
ઉત્તરઃ- જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થયો હોય તે ઘરના પાણીથી દેવપૂજા સુઝે નહિ, એવા અક્ષરો શાસ્ત્રમાં હોય એવું જાણ્યું નથી. તેમ જ તેના ઘરની ગોચરી પાણી વગેરેને આશ્રયી જે દેશમાં જે લોક વ્યવહાર હોય તેને અનુસરીને સાધુઓએ કરવું જોઈએ, પરંતુ દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી. ૪-૧૮-૨૪૮ ટિપ્પણ-૭૩. શ્રી તપાગચ્છમાં આજે એક વર્ગ સૂતકને વિષે જે વિચિત્ર પ્રવૃત્તિ સેવી રહ્યો છે,
જેવી કે-કોઈને ત્યાં સુવાવડ હોય તો એકતાલીસ દિવસ સુધી સાધુને વહોરાવી શકાય નહિ, તેના ઘર સાથે જેના એક મોભ હોય તેનાથી પણ ગોચરી વહોરાવી
૧૧૩