________________
“ટિપ્પણ-૬૭. વિષયાસક્તિ વગેરે કારણોથી ધર્મ કરીને, સો આપીને સાઠ લેવાની જેમ, દુન્યવિ
પદાર્થોની પ્રાર્થના કરવારૂપ નિયાણું છે અને તે નવ પ્રકારે છે. ''निव१ सिढि२ इत्थि३ पुरिसे४ परपविआरे सुरे५ अपविआरे६ । अप्पयरसुर७ दरिद्दे८ सड्ढे९ हुज्जा नव निआणा ||१||''
ભાવાર્થ--‘હું-રાજા, શેઠ, સ્ત્રી, પુરુષ, પરની સાથે વિષયભોગ કરનાર દેવતા, વિપયભોગ ન કરનાર દેવતા, સ્વની સાથે વિષયભોગ કરનાર દેવતા, દરિદ્ર, અને
શ્રાવક થાઉં, એવી ઈચ્છારૂપ નવ નિયાણાં જાણવાં.” तथा-शाचतो मेरुः श्रीमहावीरेण कथं चालितः? कुत्र वा कथितोऽस्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-यथा शाश्वत्या रत्नप्रभाया देवानुभावेन स्वभावेन वा प्रकम्पो जायते तथा श्रीवीरचरणाङ्गुष्ठबलानुभावेन शाश्वतमेरोरपि प्रकम्पो बोध्य इति । एतदक्षराणि श्रीवीरचरित्रप्रमुखग्रन्थमध्ये सन्तीति ||३-११२-२१६।।
પ્રશ્ન- શ્રી મહાવીર પરમાત્માએ શાશ્વત મેરુને કેવી રીતે ચલાયમાન કર્યો? અને કયા શાસ્ત્રમાં એમ કહ્યું છે?
ઉત્તર:- જેમ શાશ્વતી રત્નપ્રભાનું ચલન દૈવી પ્રભાવથી અથવા સ્વાભાવિક રીતિએ થાય છે, તેમ શ્રી વીરપરમાત્માના ચરણના અંગુઠાના બલપ્રભાવથી શાશ્વત મેરુનું પણ ચલન જાણવું, આવા અક્ષરો શ્રી વીરચરિત્ર વગેરે ગ્રંથમાં છે. ૩-૧૧-૨૧૬
· तथा-पञ्चदशशततापसानां .गौतमस्वामिना परमान्नेन पारणा कारिता, तत्र लब्धिपरमान्नमदत्तमिति साधूनां कथं कल्पते? इति प्रश्नोऽत्रोत्तरम्-एकोऽपि परमानपतद्ग्रहोऽक्षीणमहानसलब्धिप्रभावेणैव सर्वेषां प्राप्त इत्यत्राऽदत्तं किमपि ज्ञातं नास्तीति बोध्यमिति ||३-११३-२१७||
પ્રશ્ન- શ્રી ગૌતમસ્વામીએ પંદરસો તાપસીને ખીરથી પારણું કરાવ્યું તેમાં લબ્ધિથી પ્રાપ્ત થએલ ખીર અદત્ત છે, તો તે સાધુને કેવી રીતે કહ્યું?
ઉત્તરઃ- એક એવું પણ ખીરનું પાત્ર અક્ષીણ મહાનસ લબ્ધિના પ્રભાવથી જ સર્વ તાપસીને પારણા માટૅ ઉપયોગમાં આવ્યું છે. અહીં કાંઈ પણ અદત્ત નથી એમ જાણવું. ૩-૧૧૩-૨૧૭. ___ अथ पण्डितकीर्तिहर्षगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
प्रातः कृतद्विविधाहारैकाशनस्य (श्राद्धस्य) निशि द्विविधाहारप्रत्याख्यानं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-शुध्यतीति बोध्यम् ||३-११४-२१८।। .
પ્રશ્રકાર પંડિત કીર્તિહર્ષ ગણિ પ્રશ્ન:- પ્રાતઃકોલ દુવિહાર એકાસણું કર્યું હોય એવા (શ્રાવક) ને રાત્રિએ દુવિહારનું પચ્ચખાણ કરવું સુઝે કે નહિ?
૧૦૩