Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 128
________________ ઉત્તર- દશવૈકાલિક ટીકા વગેરે ગ્રંથની અંદર સાધુ રાગના હેતુરૂપ હોવાથી કેવલ શ્રાવિકાની સભા આગળ વ્યાખ્યાન ન કરે એમ કહ્યું છે. આ અનુસાર સાધ્વી પણ રાગના હેતુરૂપ હોવાથી કેવલ શ્રાવકોની સભા સમક્ષ વ્યાખ્યાન ન કરે એમ ૧૧જણાય છે. ૩-૧૦૬-૨૧૦ ટિપ્પણ-૬૫. “અહીં દશવૈકાલિક ટીકા પ્રમુખ કહ્યું છે. પ્રમુખ શબ્દથી જીવાનુશાસન નામનો ગ્રંથ પણ ઉપાદેય છે. આ ગ્રંથ સિદ્ધાન્ત શિરોમણિ શ્રી નેમિચંદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૧૬ર વર્ષે શ્રી દેવસૂરિએ રચ્યો છે, અને સકલાગમના પરમાર્થમાં કસોટીની ઉપમા જેમણે પ્રાપ્ત કરી છે એવા શ્રી જિનદત્તસૂરિએ શોધ્યો છે. પ્રમાણભૂત એ ગ્રંથને વિષે પણ સાધ્વીઓને વ્યાખ્યાન કરવાનો નિષેધ કર્યો છે.” (જુઓ શ્રી હીરપ્રશ્ન મુપૃ. ૨૭/૧ નું ટીપ્પણ) तथा-द्वीन्द्रियेलिका स्फिटित्वा चतुरिन्द्रियभ्रमरी कथं भवति? इति प्रश्नोऽत्रोत्तरम्-इलिकाकलेवरमध्ये इलिकाजीवोऽपरो वा भ्रमरीत्वेनागत्योत्पद्यत રૂતિ Il3-૧૦-૨૦૧TI પ્રશ્ન- બેઈદ્રિય ઈયલ ઈયલરૂપ મટીને ચઉરિન્દ્રિય ભ્રમરી કેવી રીતે થાય છે? ઉત્તરઃ- ઈયલના કલેવરમાં ઈયલનો જીવ અથવા બીજો કોઈ જીવ આવીને ભ્રમરીપણે ઉત્પન્ન થાય છે. ૩-૧૦૭-૨૧૧ तथा-केवलोर्णिका शरीरसंपर्के संमूर्च्छजजीवानामुत्पत्तिरस्ति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-केवलोर्णिका शरीरसंपर्के वस्त्रापेक्षया षट्पद्यो बह्वय उत्पद्यन्ते इत्यक्षराणि च्छेदग्रन्थे स्मरन्ति नेतराणीति ||३-१०८-२१२।। પ્રશ્ન- કેવલ ગરમ-ઉનનાં વસ્ત્રનો શરીર સાથે સંપર્ક થતાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય કે નહિ? - ઉત્તર - કેવલ ઉનનાં વસ્ત્રનો શરીર સાથે સંબંધ થતાં વસ્ત્રની અપેક્ષાએ ઘણી પપદી-જૂઓ ઉત્પન્ન થાય છે. એવા અક્ષરો છેદ ગ્રંથમાં છે એમ યાદ આવે છે. પરંતુ બીજા અક્ષરો યાદ આવતા નથી. ૩-૧૦૮-૨૧૨ ટિપ્પણ-૬૬. આ ઉત્તરમાં જણાવ્યું છે કે કેવલ ઉનના વસ્ત્રમાં શરીર સાથે સંબંધ થતાં વધારે જૂઓ ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ વર્ષોત્રાણને છોડીને સાધુઓએ એકલું ઉનનું વસ્ત્ર વાપરવું નહિ પરંતુ અંદર કપડો નાખીને વાપરવું, એ વિધિપરિભોગ છે. આ માટે શ્રી નિશીથ ઉદ્દેશ પહેલાની ગાથા ર૬૧ની ચૂર્ણિમાં સાફ સાફ ફરમાવ્યું છે કે“વીસત્તાનું મોજૂT Uક્સ ૩UOTયસ્ત નત્યિ પરિમો | ભાવાર્થ –‘વર્ષોત્રાણને છોડીને એકલા ઉનના વસ્ત્રનો પરિભોગ નથી.” અર્થાત્ વર્ષોત્રાણનો પરિભોગ તો એકલો-કપડા વિના કરવો, એ આ ઉપરથી સ્પષ્ટ સાબીત થાય છે. ૧૦૧

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166