________________
ઉત્તર- દશવૈકાલિક ટીકા વગેરે ગ્રંથની અંદર સાધુ રાગના હેતુરૂપ હોવાથી કેવલ શ્રાવિકાની સભા આગળ વ્યાખ્યાન ન કરે એમ કહ્યું છે. આ અનુસાર સાધ્વી પણ રાગના હેતુરૂપ હોવાથી કેવલ શ્રાવકોની સભા સમક્ષ વ્યાખ્યાન ન કરે એમ ૧૧જણાય છે. ૩-૧૦૬-૨૧૦ ટિપ્પણ-૬૫. “અહીં દશવૈકાલિક ટીકા પ્રમુખ કહ્યું છે. પ્રમુખ શબ્દથી જીવાનુશાસન નામનો ગ્રંથ
પણ ઉપાદેય છે. આ ગ્રંથ સિદ્ધાન્ત શિરોમણિ શ્રી નેમિચંદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૧૬ર વર્ષે શ્રી દેવસૂરિએ રચ્યો છે, અને સકલાગમના પરમાર્થમાં કસોટીની ઉપમા જેમણે પ્રાપ્ત કરી છે એવા શ્રી જિનદત્તસૂરિએ શોધ્યો છે. પ્રમાણભૂત એ ગ્રંથને વિષે પણ સાધ્વીઓને વ્યાખ્યાન કરવાનો નિષેધ કર્યો છે.”
(જુઓ શ્રી હીરપ્રશ્ન મુપૃ. ૨૭/૧ નું ટીપ્પણ) तथा-द्वीन्द्रियेलिका स्फिटित्वा चतुरिन्द्रियभ्रमरी कथं भवति? इति प्रश्नोऽत्रोत्तरम्-इलिकाकलेवरमध्ये इलिकाजीवोऽपरो वा भ्रमरीत्वेनागत्योत्पद्यत રૂતિ Il3-૧૦-૨૦૧TI
પ્રશ્ન- બેઈદ્રિય ઈયલ ઈયલરૂપ મટીને ચઉરિન્દ્રિય ભ્રમરી કેવી રીતે થાય છે?
ઉત્તરઃ- ઈયલના કલેવરમાં ઈયલનો જીવ અથવા બીજો કોઈ જીવ આવીને ભ્રમરીપણે ઉત્પન્ન થાય છે. ૩-૧૦૭-૨૧૧
तथा-केवलोर्णिका शरीरसंपर्के संमूर्च्छजजीवानामुत्पत्तिरस्ति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-केवलोर्णिका शरीरसंपर्के वस्त्रापेक्षया षट्पद्यो बह्वय उत्पद्यन्ते इत्यक्षराणि च्छेदग्रन्थे स्मरन्ति नेतराणीति ||३-१०८-२१२।।
પ્રશ્ન- કેવલ ગરમ-ઉનનાં વસ્ત્રનો શરીર સાથે સંપર્ક થતાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય કે નહિ? - ઉત્તર - કેવલ ઉનનાં વસ્ત્રનો શરીર સાથે સંબંધ થતાં વસ્ત્રની અપેક્ષાએ ઘણી પપદી-જૂઓ ઉત્પન્ન થાય છે. એવા અક્ષરો છેદ ગ્રંથમાં છે એમ યાદ આવે છે. પરંતુ બીજા અક્ષરો યાદ આવતા નથી. ૩-૧૦૮-૨૧૨ ટિપ્પણ-૬૬. આ ઉત્તરમાં જણાવ્યું છે કે કેવલ ઉનના વસ્ત્રમાં શરીર સાથે સંબંધ થતાં વધારે
જૂઓ ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ વર્ષોત્રાણને છોડીને સાધુઓએ એકલું ઉનનું વસ્ત્ર વાપરવું નહિ પરંતુ અંદર કપડો નાખીને વાપરવું, એ વિધિપરિભોગ છે. આ માટે શ્રી નિશીથ ઉદ્દેશ પહેલાની ગાથા ર૬૧ની ચૂર્ણિમાં સાફ સાફ ફરમાવ્યું છે કે“વીસત્તાનું મોજૂT Uક્સ ૩UOTયસ્ત નત્યિ પરિમો | ભાવાર્થ –‘વર્ષોત્રાણને છોડીને એકલા ઉનના વસ્ત્રનો પરિભોગ નથી.”
અર્થાત્ વર્ષોત્રાણનો પરિભોગ તો એકલો-કપડા વિના કરવો, એ આ ઉપરથી સ્પષ્ટ સાબીત થાય છે.
૧૦૧