________________
આ પ્રમાણે પ્રભુ મહાવીરના આયુષ્યનાં બહાતર વર્ષના ગણિતની સિદ્ધિ સ્વર્ગત સકલાગમરહસ્યવેદી પૂ.પા. આચાર્ય વિજયદાનસૂરીશ્વરજી વિરચિત વિવિધ પ્રશ્નોત્તર ભાગ ૧. પૃ. ૧૧૫ માં કરી છે. વિસ્તારના અર્થીઓએ ત્યાંથી જોઈ
લવું. ' तथा-श्रीमहावीरस्य मातापितरौ द्वादशे तुर्ये वा देवलोके गतौ? इति प्रश्नोऽत्रोत्तरम्-श्रीमहावीरस्य मातापितरावाचाराङ्गमध्ये द्वादशदेवलोके, प्रवचनसारोद्धारे च तुर्ये गतौ प्रतिपादितौ स्तस्तन्निर्णयस्तु केवलिगम्य इति Il૩-૧૦૩-૨૦૭ll
પ્રશ્ન- શ્રીમહાવીરના માતા-પિતા બારમા દેવલોકમાં ગયા કે ચોથા દેવલોકમાં ગયા?
ઉત્તરઃ- શ્રી આચારાંગસૂત્રમાં શ્રી મહાવીરના માતા-પિતા બારમા દેવલોકમાં ગયા છે, એમ કહ્યું છે. અને પ્રવચનસારોદ્ધારમાં ચોથા દેવલોકમાં ગયી છે એમ પ્રતિપાદન કર્યું છે. તેનો નિશ્ચય તો કેવલિગમ્ય છે. ૩-૧૦૩-૨૦૭ -
तथा-हरिनैगमेषिणा श्रीमहावीरस्य गं पहारः केन द्वारेण कृतस्त्रिशलाकुक्षौ च केन द्वारेण मोचनं कृतम्? इति प्रश्नोऽत्रोत्तरम्-हरिनैगमेषी श्रीमहावीर देवानन्दायोनिद्वारेण कर्षयित्वा त्रिशलागर्भाशये छविच्छेदं विधाय मुक्तवान् , न तु योनिद्वारेणेत्यक्षराणि श्रीभगवतीसूत्रमध्ये सन्तीति ||३-१०४-२०८।।
પ્રશ્ન- હરિનૈગમેષીએ શ્રી મહાવીરનો ગર્ભાપાર ક્યા દ્વારથી કર્યો અને ત્રિશલાની કુક્ષિમાં કયા દ્વારથી મૂક્યો? '
ઉત્તરઃ- હરિનગમેષીએ દેવાનંદાની યોનિદ્વારા બહાર કાઢીને શ્રીમહાવીરને ત્રિશલાના ગર્ભાશયમાં કવિ-ચામડીનો છેદ કરીને મૂક્યા, પરંતુ યોનિદ્વારા નહિ, આવા અક્ષરો શ્રીભગવતીજી સૂત્રમાં છે. ૩-૧૦૪-૨૦૮
तथा-स्थूलभद्रस्य भ्राता श्रीयको मृत्वा क्व गतः? इति प्रश्नोऽत्रोत्तरम्श्रीयकः परिशिष्टपर्वणि सामान्यतो देवलोके गतोऽभिहितोऽस्तीति ।।३-१०५-२०९।।
પ્રશ્ન:- સ્થૂલભદ્રજીના ભાઈ શ્રીયક મરીને ક્યાં ગયા?
ઉત્તરઃ- શ્રીયક દેવલોકમાં ગયા એમ સામાન્યથી પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે. ૩-૧૦૫-૨૦૯
___ तथा-साध्वी श्राद्धानामग्रे व्याख्यानं न करोतीत्यक्षराणि कुत्र ग्रन्थे सन्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-दशवैकालिकवृत्तिप्रमुखग्रन्थमध्ये यती केवल श्राद्धीसभाग्रे व्याख्यानं न करोति रागहेतुत्वादित्युक्तमस्ति । एतदनुसारेण साध्व्यपि केवलश्राद्धसभाग्रे व्याख्यानं न करोति रागहेतुत्वादिति ज्ञायते इति ||३-१०६-२१०||
પ્રશ્ન- “સાધ્વી શ્રાવકોની સમક્ષ વ્યાખ્યાન ન કરે એવા અક્ષરો કયા ગ્રંથમાં છે?
૧૦૦