________________
ઉત્તરઃ- આષાઢ સુદ ૬ને દિવસે પ્રભુ મહાવીર ગર્ભમાં આવ્યા હતા, માટે તે દિવસથી આરંભીને ગણતાં બહોતેર વર્ષ જ થાય છે. કેટલાક ઓછા વત્તા માસની ગણતરી અલ્પ હોવાથી વર્ષની ચુલા રૂપે કરી નથી એમ સંભાવના થાય છે. ચોક્કસ નિશ્ચય તો સ્પષ્ટ રીતિએ ગ્રંથના અક્ષરો જોયા વિના કેમ થઈ શકે. ૩-૧૦૨-૨૦૬ ટિપ્પણ-૬૪. વિવિધ પ્રશ્નોત્તર–“પ્રશ્ન ૧૪૯:- શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી મહારાજાનો
જન્મ ચૈત્ર શુક્લ ત્રયોદશીએ થએલો છે અને તે વિશ્વદીપકનું નિર્વાણ આસો વદી અમાવાસ્યાએ થયેલું હોવાથી તે કરુણાસાગર દેવાધિદેવ પ્રભુ શ્રી વીર પરમાત્માનું આયુષ્ય સંપૂર્ણ બહોતેર (૭૨) વર્ષનું કહેવાય છે તેનો સંભવ શી રીતિએ થાય?
ઉત્તર:- આયુષ્ય જન્મ દિવસથી જ નહિ પરંતુ ચ્યવનથી એટલે પ્રભુ જે દિવસે માતાના ગર્ભમાં આવ્યા તે દિવસથી ગણાય. વળી એક વાત એ પણ લક્ષ્યમાં રાખવાની છે કે પરમાત્મા શ્રી મહાવીરદેવના નિર્વાણ સમયે શ્રી કલ્પસૂત્રમાં બીજો ચંદ્રસંવત્સર કહ્યો છે અને યુગની આદિ શ્રી જ્યોતિષ્કરંડક પયત્રામાં અષાડ વદી એકમથી શરૂ થતી કહી છે, એ કારણથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજીના ચ્યવન સમયે પાંચમા અભિવર્ધિત સંવત્સરની અષાઢ સુદિ ૬ હતી એમ સંભવે છે. આ સઘળી વાતો ધ્યાનમાં લીધા પછી પ્રભુ શ્રી વીર પરમાત્માનું સંપૂર્ણ બહોંતેર વર્ષનું આયુષ્ય બરાબર મળી રહે છે. જેમકે –
પ્રથમ ચંદ્રસંવત્સરના ૩૫૪ દિવસ, બીજા ચંદ્રસંવત્સરના ૩૫૪ દિવસ, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના ૩૮૪ દિવસ, ચોથા ચંદ્રસંવત્સરના ૩૫૪ દિવસ અને પાંચમા અભિવર્ધિત સંવત્સરના ૩૮૪ દિવસ. આ પાંચ સંવત્સરના કુલ દિવસ ૧૮૩૦ થાય. ઋતુસંવત્સર સર્વ ૩૬૦ દિવસના હોવાથી પાંચ સંવત્સરના દિવસો પૂર્ણ ૧૮૦૦ થાય, આ હિસાબે એક માસનો ફરક હોવાથી શ્રી વર્ધમાન સ્વામિના • ચ્યવન સમયની પહેલાં ઋતુસંવત્સરનો યુગ પ્રથમ અષાઢ શુક્લ પૂર્ણિમાએ પૂર્ણ
થઈ ઋતુવર્ષનો શ્રાવણ માસ શરુ થઈ ચૂક્યો હતો અર્થાત્ અભિવર્ધિતની અપેક્ષાએ - પ્રભુ શ્રી વીરનો વન સમય બીજા અષાઢ સુદિ ૬ નો કહેવાય, પણ ઋતુમાસની અપેક્ષાએ તે સમય શ્રાવણ સુદિ ૬ નો થાય. આ રીતે દરેક આદિત્ય યુગમાં ઋતુયુગનો એક માસ વધે તો ચૌદ યુગમાં ચૌદ માસ વધવાથી ઋતુમાસની અપેક્ષાએ સીત્તેરમાં વર્ષના આસા સુદિ ૬ ના દિવસે આદિત્યમાસ-સૌર્યમાસની અપેક્ષાએ ચૌદ યુગ એટલે પૂર્ણ સીતેર (૭૦) વર્ષ થયાં. તે પછી બે ચંદ્રવર્ષના આસો સુદી ૬ ના દિવસે સૂર્યમાસના બે વર્ષમાં ચોવીસ દિવસ ઘટે તે ચોવીસ દિવસ મેળવતાં આસો વદી અમાવાસ્યના દિવસે સૌર્યમાસની અપેક્ષાએ સંપૂર્ણ બહોતેર (૭૨) વર્ષ થાય, આ પ્રમાણે ગણત્રી સંભવે છે. ચૈત્ર શુદિ ત્રયોદશીથી પણ ગણતાં શ્રી વીર પરમાત્માનું બહોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય છે તે આ પ્રમાણે
- તિથિપત્રમાં વર્ષ મધ્યે સવા અગીયાર દિવસ વધે અને નવ દિવસ ઘટે તેથી સવા અગીયારમાંથી નવ બાદ કરતાં સવા બે દિવસ એક વર્ષમાં વધે, તેને બહોતેર ગુણા કરતાં એકસો બાસઠ દિવસ એટલે પાંચ મહિના અને બાર દિવસ બહોતેર વર્ષે વધ્યા, તે ગણત્રીમાં લેવાના ન હોવાથી ચૈત્ર સુદી ત્રયોદશીમાંથી બાદ કરતાં કારતક સુદી એકમ આવે અને અમાવાસ્યાની રાત્રી અલ્પ જ બાકી હોવાથી તે એકમ જ ગણાય.”
૯૯