________________
તિથિની ક્ષય વૃદ્ધિ આવે છે, અને તે જ પ્રમાણે આવેલી હોય તેને તે જ પ્રમાણે શ્રી તપાગચ્છની સામાચારી માન્ય રાખે છે, પણ તેને બદલે અન્યાન્ય તિથિની ક્ષય કે વૃદ્ધિ કલ્પીને ઉદય તિથિઓની પરાવૃત્તિ કરવામાં આવતી નથી.
ત્યારે “આજે કેટલાકે પૂનમ અમાસ આદિ તિથિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષય વૃદ્ધિ કરે છે, અને કહે છે કે—જૈનોમાં તિથિની ક્ષય વૃદ્ધિ મનાય જ નહિ, એવી પરંપરા છે, આમ કહીને તેઓ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજ અગર ચોથની ક્ષય વૃદ્ધિ કલ્પીને વાર્ષિક પર્વની પણ પરાવૃત્તિ કરવાની પહેલ કરે છે, અને જોડીયાં પર્વો સાથે જ રાખવાં જોઈએ એવી દલીલ કરે છે, તે શું બધુંયે ખોટું છે ?”
બેશક, એ બધુંયે ખોટું જ છે, તેનો પુરાવો આપણને ઉપલા પ્રશ્નોત્તરમાંથી પણ સ્પષ્ટ મલી જ રહે છે.
જૈનાચાર્યોએ જ્યારે એ ફરમાન કર્યું છે કે–જૈન પંચાંગો વિચ્છેદ પામ્યાં છે,_ તિથિ વગેરે લૌકિક પંચાંગો માનીને જ કરવાનાં છે, ત્યારે પંચાંગોમાં આવેલી તિથિની ક્ષય વૃદ્ધિને નહિ માનવી અને તેને બદલે કલ્પિત તિથિઓની ક્ષય વૃદ્ધિ માનવાનો હઠાગ્રહ સેવવો, એમાં તો અમોને સાદી સમજનો પણ અભાવ જ દેખાય છે. બીજું શ્રી તપગચ્છ સામાચારીનો નિયમ ઉદયતિથિ આરાધવાનો છે. કોઈ તિથિનો ક્ષય આવે તો પૂર્વતિથિને દિવસે જ તેની આરાધના કરવી, અને વૃદ્ધિ આવે તો બીજે દિવસે જ આરાધના કરવી, આ સુવિશુદ્ધ પરંપરા છે. તેને કલ્યાણક તિથિઓમાં તો એ પ્રમાણે જ માનવી અને બાર પર્વીઓમાં તેમ નહિ માનવી, એ પણ અમોને તો સાચી પરંપરા વિષયક તેમનું કેવલ અજ્ઞાનપણું બતાવનારું દીસે છે. ત્રીજું, જોડીયાં પર્વોના નામે યદિ (સંવત્સરીની) ચોથે, ચતુર્દશી આદિ પર્વો ફેરવી શકાતાં હોય તો ઉત્તરદાતા આચાર્ય ઉપલા પ્રશ્નના ઉત્તરમાં “આગ્રહ ન રાખવાનો અનુરોધ કરત જ નહિ. કેમકે એમાં ચૌદશ અમાસ સાથે રહી શકતા નથી જ એ દેખીતી વાત છે. આ વિષે વધુ સાબીતિ માટે જુઓ આ જ ગ્રંથના . ચોથપ્રકાશમાં પ્રશ્નોત્તર ૨૭ (સળંગ પ્રશ્નોત્તર ૨૫૭) અને તેના ઉપરનું ટિપ્પણ.
* . આ એક પ્રશ્નોત્તરમાં પણ જો તટસ્થ દૃષ્ટિથી વિચારશો તો અમોને ખાત્રી છે ' . કે આજે તિથિ આરાધનાના વિષયમાં ખોટો આગ્રહ રાખવાનું કોઈને કારણ રહેશે
નહિ. જે એમ કહેવામાં આવે છે કે—‘પૂનમ આદિની ક્ષય વૃદ્ધિ માનશો તો ઓળી ક્યારે બેસાડશો? યાત્રા ક્યારે કરશો ? વિહાર ક્યારે કરશો ઈત્યાદિ', એમાં પણ કશું જ તત્ત્વ નથી. કારણ કે આઠ દિવસોમાં જો કોઈ તિથિની ક્ષયવૃદ્ધિ હોય તો જેમ પર્યુષણાની અઠ્ઠાઈ એક દિવસ આગળ પાછળ બેસાડી શકાય છે, તથા છઠ્ઠને માટે જેમ આચાર્યે યથારુચિ જણાવ્યું, તેમ આમાં પણ. એટલે પૂનમ આદિની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે ઓળી એક દિવસ આગળ અગર પાછળ બેસાડવા વગેરે
ગુરુગમથી સહેજે સમજી શકાય તેવું છે. तथा-तीर्थङ्कराः समवसरणस्थाः किं गृहिवेषेण यतिवेषेण वा दृश्यन्ते? इति प्रश्नोऽत्रोत्तरम्- न गृहिवेषेण नापि यतिवेषेण तीर्थङ्करा दृश्यन्ते, किन्तु लोकोत्तररूपेण, अत एवामुकसदृशा इति वक्तुं न शक्यते,"न य नाम अन्नलिंगे नो गिहिलिंगे कुलिंगे वा'' इत्यादिवचनात् ||३-४६-१५०।।
૭૩