________________
तथा - पौषधवत्यो नार्योऽध्वनि देवगुरुगुणगानं कुर्वन्तीति क्वास्ति ? इति प्रश्नोऽत्रोत्तरम्-नेयं शास्त्रोक्ता रीतिरिति बोध्यम् ।।३-९२-१९६।।
પ્રશ્નઃ- પૌષધવ્રતવાળી સ્ત્રીઓ માર્ગમાં દેવગુરુના ગુણોનું ગાન કરી શકે એવું કયા શાસ્ત્રમાં છે?
ઉત્તરઃ- ‘પૌષધવ્રતવાળી સ્ત્રીઓએ રસ્તામાં દેવગુરુના ગુણોનું ગાન કરવું,' એવી કોઈ શાસ્ત્રોક્ત મર્યાદા નથી એમ જાણવું. ૩-૯૨-૧૯૬.
तथा - रात्रौ पौरुष्याः पश्चाद् बाढस्वरेण न वक्तव्यमिति वृद्धवचः श्रुत्वापि श्राद्धा रात्रिजागरं कुर्वन्तीति क्वास्ति ? इति प्रश्नोऽत्रोत्तरम् - तपस्यादिमहे तत्करणस्य दृश्यमानत्वात्परम्परैव शरणमवसीयत इति ॥ ३-९३-१९७।।
પ્રશ્નઃ- રાત્રિએ પોરસીનો કાલ થયા પછી મોટા સ્વરે નહિ બોલવું જોઈએ, એવું વૃદ્ધ પુરુષોનું વચન સાંભળીને પણ શ્રાવકો રાત્રિજાગરણ કરી શકે એવું કયા શાસ્ત્રમાં છે?
ઉત્તરઃ- તપસ્યા વગેરે મહોત્સવમાં રાત્રિજાગરણ થાય છે એમ દેખાય છે. માટે આ વિષયમાં પરંપરા જ શરણ તરીકે જણાય છે. ૩-૯૩-૧૯૭
अथ पण्डितविष्णर्षिगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
नवक्षणै: : कल्पसूत्रं वाच्यते, कैश्चिदधिकैरपि वाच्यते, तदक्षराणि क्व सन्ति? इतिं प्रश्नोऽत्रोत्तरम् - नवक्षणै: श्रीकल्पसूत्रं वाच्यते परम्परातः, अन्तर्वाच्यमध्ये नवक्षणविधानाक्षरसद्भावाच्च । अधिकव्याख्यानैस्तद्वाचनं तु तथाविधसुविहितगच्छपरम्परानुसारि अक्षरानुसारि च नाऽवसीयत इति ।।३-९४-१९८।। પ્રશ્નકાર પંડિત વિષ્ણુર્ષિ ગણિ
પ્રશ્નઃ- નવ વ્યાખ્યાનોથી કલ્પસૂત્ર વંચાય છે. કેટલાકો નવથી અધિક વાચનાથી પણ કલ્પસૂત્ર વાંચે છે. માટે અહીં આટલા વ્યાખ્યાનથી જ કલ્પસૂત્ર વાંચવું એવા અક્ષરો કયા ગ્રંથમાં છે?...
ઉત્તર : પરંપરાએ કરીને નવ વ્યાખ્યાનોથી કલ્પસૂત્ર વંચાય છે. અને અન્તર્વાચનામાં ‘નવ વ્યાખ્યાનથી કલ્પસૂત્ર વાંચવું' એવા અક્ષરો વિદ્યમાન છે, પરંતુ ‘અધિક વ્યાખ્યાનોથી કલ્પસૂત્રની વાંચના કરવી' તે, નથી તથાપ્રકારની સુવિહિતગચ્છપરંપરાને અનુસરનારું, કે નથી શાસ્ત્રના અક્ષરને અનુસરનારું.
૩-૯૪-૧૯૮ ટિપ્પણ-૬૨.
આ ઉત્તરથી માલુમ પડે છે કે પર્યુષણામાં શ્રીકલ્પસૂત્ર નવ ક્ષણો-વ્યાખ્યાનોથી વાંચવું એ જ શાસ્ત્ર અને સુવિહિત પરંપરાને અનુસરતું છે. આ દિવસોમાં ગ્રહણાદિ અસાયનો બાધ પણ શાસ્ત્રકારે ગણ્યો નથી. છતાં સં. ૧૯૮૯માં તેના બાધને
૯૫