Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 121
________________ तथा-कृष्णस्य भवपञ्चकं नेमिचरिते, क्षायिकसम्यक्त्ववतां चोत्कर्षतो भवचतुष्टयमेवोक्तमस्तीति कथं सङ्गतिः? इति प्रश्नोऽत्रोत्तरम्-कृष्णस्य भवपञ्चकमाश्रित्य मतान्तरमवसीयते, यतो धर्मोपदेशमालावृत्तौ श्रीनेमिना श्रीकृष्णस्य विषादकरणप्रस्तावे कथितम् , यथा-''मा सोय तुमं, तओ उव्वट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे जियसत्तुस्स पुत्तो इक्कारसमो अममो नाम तित्थयरो होहिसि ।'' एतदक्षरानुसारेण भवत्रयमेवायाति । तत्त्वं पुनः केवलिनो विदन्तीति li૩-૧૦-૧૨૪|| પ્રશ્ન:- નેમિચરિત્રમાં કૃષ્ણના પાંચ ભવ કહ્યા છે, અને ક્ષાયિક સમ્યકત્વીઓના ઉત્કૃષ્ટથી ચાર જ ભવ કહ્યા છે. તો આ વિરોધની સંગતિ શી રીતે થાય? ઉત્તર:- કૃષ્ણના પાંચ ભવને આશ્રયી મતાંતર હોય એમ જણાય છે. કારણ કે ધર્મોપદેશમાલાની ટીકામાં શ્રી નેમિનાથ ભગવાને પોતે કૃષ્ણને શોક થયો તે અવસરે કહ્યું છે કે – “હે કૃષ્ણ ! તું શોક ન કર, કારણ કે તું નારકીમાંથી ચ્યવીને આ જ ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં જીતશત્રુ રાજાનો પુત્ર અગીઆરમો અમમ નામનો તીર્થકર થઈશ,” આ અક્ષરોના અનુસાર ત્રણ જ ભવ આવે છે. આ વિષયમાં તત્ત્વ શું છે તે તો કેવલિ ભગવત્તો જાણે. ૩-૯૦-૧૯૪' तथा-श्रीमल्लिजिनस्य ज्ञाताधर्मकथाङ्गे दीक्षादिने केवलज्ञानोत्पत्तिः, आवश्यकनिर्युक्तौ त्वहोरात्रश्छायस्थकालः कथितोऽस्ति तत्कथं घटते? इति प्रश्नोऽत्रोत्तरम्-अत्र ज्ञाताधर्मकथाङ्गवृत्त्येकदेशो यथा-''यत्र दिवसे दीक्षां जग्राह तस्यैव पौषमासशुद्धैकादशीलक्षणस्य प्रत्यपराहणकालसमये पश्चिमे भागे ।" इदमेवावश्यके पूर्वाहणे मार्गशीर्षे च श्रूयते, यदाह-"तेवीसाए णाणं उप्पण्णं जिणवराण पुवण्हे त्ति' । तथा 'मग्गसिरसुद्धएगारसीए मल्लिस्स अस्सिणी जोगे त्ति' |'' तथा तत्रैवास्याहोरात्रं यावच्छाग्रस्थ्यपर्यायः श्रूयते । तदत्राभिप्राय વશુતા વિદ્રત્તીતિ રૂ-૧૧-૧૨૬l. પ્રશ્ન- જ્ઞાતાધર્મ કથા નામના અંગમાં શ્રી મલ્લિજિનેશ્વરને દીક્ષાના દિવસે કેવલજ્ઞાન થયું, એમ કહ્યું છે. આવશ્યકનિર્યુક્તિમાં તો એક અહોરાત્ર છમસ્થપણાનો કાલ કહ્યો છે. તો તે કેવી રીતે ઘટી શકે? ઉત્તર:- અહીં જ્ઞાતાધર્મકથા નામના અંગસૂત્રની ટીકાનો એકદેશ-થોડો પાઠ આ પ્રમાણે છે-“જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ પોષ માસની શુકુલ અગીઆરસના દિવસના અપરાહ્નકાલ સમયે-પાછળના ભાગમાં કેવલજ્ઞાન થયું.” આ જ વિષય સંબંધે આવશ્યકસૂત્રમાં માગસર મહિનાના પૂર્વાહ્નકાલમાં કેવલજ્ઞાન થયું એમ સંભળાય છે. કહે છે કે–ત્રેવીસ જિનેશ્વરોને પૂર્વાહ્નકાલમાં કેવલજ્ઞાન થયું છે તથા માગસર સુદ અગીઆરસના દિવસે અશ્વિની નક્ષત્રનો યોગ આવે છતે મલ્લિનાથ ભગવાનને કેવલજ્ઞાન થયું છે. શ્રી મલ્લિનાથ ભગવાનના એક અહોરાત્ર છબસ્થા પર્યાય ત્યાં જ કહેલો સંભળાય છે. તેનો અભિપ્રાય બહુશ્રુત જાણે. ૩-૯૧-૧૯૫

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166