________________
પ્રધાન બનાવીને ‘શ્રી કલ્પસૂત્ર નવ વ્યાખ્યાનથી વાંચવું જોઈએ' એ શાસ્ત્રીય નિયમન ઉથલાવનારા આજે પરંપરાની ગમે તેટલી ડાહી વાતો કરતા હાય, તથાપિ ઉપર્યુક્ત અધિક વ્યાખ્યાનોથી શ્રી કલ્પસૂત્ર વાંચનારાઓની માફક નથી તા તેઓ વાસ્તવિક રીતે સુવિહિત ગચ્છ પરંપરાને અનુસરનારા કે નથી શાસ્ત્રને
અનુસરનારા, અમ સ્પષ્ટ સમજાય છે. तथा-राजगृहे नगरे गुणशिलाख्ये चैत्ये श्रीमहावीरेण श्रीकल्पसूत्रं प्रकाशितमिति कल्पाध्ययने उक्तमस्ति, कल्पसूत्रवृत्त्यादौ तु श्रीभद्रबाहुस्वामिभिः प्रणीतमिति कथं सङ्गच्छते? इति प्रश्नोऽत्रोत्तरम्-श्रीमहावीरेण कल्पसूत्रमर्थतः प्रकाशितं सद् गणधरैः सूत्रतो निबद्धम् , तदनु श्रीभद्रबाहुस्वामिभिर्नवमपूर्वाद् दशाश्रुतस्कन्धमुद्धरद्भिस्तदष्टमाध्ययनरूपत्वेन श्रीकल्पसूत्रमप्युदधृतमिति न વિપપન્નતિ ||-૨૬-૧૨૬/I.
પ્રશ્ન:- રાજગૃહ નગરમાં ગુણશિલ નામના ચૈત્યમાં શ્રી મહાવીર ભગવાને શ્રી કલ્પસૂત્ર પ્રકાશિત કર્યું છે એમ કલ્પાધ્યયનમાં કહ્યું છે. કલ્પસૂત્રની ટીકા વગેરેમાં તો શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી કલ્પસૂત્ર રચ્યું છે, એમ કહ્યું છે. આ બે વસ્તુની સંગતિ કેવી રીતે કરવી?
ઉત્તરઃ- શ્રી મહાવીરસ્વામીએ અર્થથી કલ્પસૂત્ર પ્રકાશ્ય છે, અને ગણધર ભગવંતોએ સૂત્રથી રચ્યું છે. ત્યાર બાદ નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધનો ઉદ્ધાર કરતા શ્રી ભદ્રબાહુ સ્વામીએ દશાશ્રુતસ્કંધના આઠમાં અધ્યયન રૂપે શ્રી કલ્પસૂત્રનો પણ ઉદ્ધાર કર્યો છે, એટલે કાંઈ અસંગત નથી. ૩-૯૫-૧૯૯
तथा-श्रीआदिनाथस्य वारके तालफलेन युगलिकदारको मृतः, युगलिनां चाकालमरणं न भवतीति कथं घटते? इति प्रश्नोऽत्रोत्तरम्-पूर्वकोट्यधिकायुषो युगलिनो न्यूनायुषि न म्रियन्ते । ततः श्रीआदिनाथस्य वारके तालफलेन मृतस्य युगलिनः पूर्वकोट्यधिकमायुर्नाभूदिति सङ्गच्छत इति ।।३-९६-२००।।
પ્રશ્ન- શ્રી આદિનાથ ભગવાનના વારે તાડનું ફળ પડવાથી યુગલિકના બાલકનું મૃત્યુ થયું અને યુગલિકોનું અકાલ મરણ થતું નથી, એ શી રીતે ઘટે?
ઉત્તર- પૂર્વકોડથી અધિક આયુષ્યવાળા યુગલિકો અધુરા આયુષ્ય મરતા નથી, અર્થાત્ પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને જ કાલ કરે છે. એટલે શ્રી આદિનાથ ભગવાનના વારામાં તાડ ફલના પડવાથી જે યુગલિકનું મરણ થયું તેનું પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્ય ન હતું એમ ઘટી શકે છે. ૩-૦૬-૨૦૦
तथा-श्रीशत्रुअयस्योपरि पञ्चपाण्डवैः समं साधूनां विंशतिकोटयः सिद्धा इति श्रीशत्रुञ्जयमाहात्म्यादौ प्रोक्तमस्ति, सा कोटिर्विंशतिरूपा शतलक्षरूपा वा? इति प्रश्नोऽत्रोत्तरम्-शतलक्षरूपा कोटिरवसीयते न तु विंशतिरूपति बोध्यम् Tીરૂ-૨૭-૨૦૧TI