________________
પ્રશ્ન- શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પાંચ પાંડવો સાથે વીશ કોટિ સાધુઓ સિદ્ધિપદ વર્યા છે એમ શ્રી શત્રુંજય માહામ્ય વગેરેમાં કહ્યું છે. તે કોટિ વીશની સંખ્યા રૂપ છે કે સો લાખની સંખ્યારૂપ છે?
ઉત્તરઃ- સ લાખની સંખ્યા રૂપ કોટિ જણાય છે, પણ વીશની સંખ્યારૂપ નહિ એમ જાણવું. ૩-૯૭-૨૦૧
तथा-ज्ञाताधर्मकथाङ्गनवमाध्ययने रत्नद्वीपदेवी मौलशरीरेण लवणसमुद्रशोधनार्थं गतेत्युक्तमस्ति, परं मौलशरीरेणान्यत्र गमनं कथं सङ्गच्छते? इति प्रश्नोऽत्रोत्तरम-ज्ञातामध्ये रत्नद्वीपदेवी मौलशरीरेण समुद्रशोधनार्थं गतास्ति, परं तस्या मौलशरीरेण गमनप्रतिषेधो ज्ञातो नास्तीति ।।३-९८-२०२।।
પ્રશ્ન- જ્ઞાતાધર્મકથા નામના અંગસૂત્રમાં નવમા અધ્યયનમાં રત્નદ્વીપની દેવી મૂલ શરીરથી લવણસમુદ્રની શુદ્ધિ માટે ગઈ, એમ કહ્યું છે. પરંતુ મૂલ શરીરથી અન્યત્ર જવું કેવી રીતે ઘટે ?
ઉત્તરઃ- જ્ઞાતાજીમાં રત્નદીપની દેવી મૂલ શરીરથી સમુદ્ર શોધનાર્થે ગઈ છે, પરંતુ તેને મૂલ શરીરથી જવાનો નિષેધ જાણ્યો નથી. ૩-૯૮-૨૦૨ - तथा तीर्थकृतामन्तरेषु साध्वादीनां विच्छेदे सति यदि कस्यचित्स्वयंबुद्धादेः केवलज्ञानमुत्पद्यते तदा स धर्मोपदेशं दत्ते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रत्येकबुद्धादयः सर्वथोपदेशं न ददतीति निषेधः सिद्धान्ते दृष्टो नास्तीति बोध्यमिति ||રૂ-૧૨-૨૦રૂ.IT
પ્રશ્ન- તીર્ઘકરોના આંતરામાં સાધુ વગેરેનો વિચ્છેદ થાય ત્યારે જો કોઈ સ્વયંબુદ્ધ વગેરેને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તો તે ધર્મનો ઉપદેશ આપે કે નહિ?
ઉત્તર- પ્રત્યેકબુદ્ધ વગેરે સર્વથા ઉપદેશ ન આપે એવો નિષેધ સિદ્ધાન્તમાં જોયો નથી, એમ જાણવું. ૩-૯૯-૨૦૩
तथा-भरतक्षेत्रसत्कषट्खण्डनामानि प्रसाद्यानीति प्रश्नोऽत्रोत्तरम्-भरतस्य दक्षिणार्द्ध गङ्गासिन्धुनद्योरन्तरवर्तिनो देशस्य मध्यखण्डमित्यभिधानम् १ । गङ्गातः पूर्वदिग्वर्तिनो देशस्य गङ्गानिष्कुटखण्डमित्यभिधानम् २ । सिन्धुनदीतः पश्चिमदिग्वर्तिनो देशस्य सिन्धनिष्कटखण्डमित्यभिधानम् ३ । एवमुत्तरार्धे चैतान्येव त्रीणि नामानि ज्ञातव्यानि ||३-१००-२०४।।
પ્રશ્ન:- ભરત ક્ષેત્રના છ ખંડનાં નામ જણાવવા કૃપા કરશો?
ઉત્તરઃ- ભરતના દક્ષિણાર્ધમાં ગંગા અને સિધુ નદીના મધ્ય ભાગમાં વર્તતા દેશનું ૧-મધ્યખંડ એવું નામ છે. ગંગાથી પૂર્વ દિશામાં રહેલા દેશનું નામ રગંગાનિષ્ફટ ખંડ છે. સિધુ નદીથી પશ્ચિમ દિશામાં વર્તતા દેશનું ૩-સિધુનિષ્ફટ એવું અભિધાન છે. આ પ્રમાણે ઉત્તરાર્ધમાં આ જ ત્રણ નામો જાણવો. ૩-૧00-૨૦૪