________________
तथा-ग्रैवेयकादिषु जलं नास्तीति तत्रत्या देवाः कथं जिनपूजां कुर्वन्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-अत्र जलवद्वनस्पतिरपि नास्तीति तेषां देवानां प्रायो गमनागमनादिप्रयोगाभावात् पूजोपस्काराऽभावाच्च द्रव्यतो जिनपूजाकरणं न સંમવતીતિ વીધ્યમ્ //રૂ-૪૩-૧૪૭ની
પ્રશ્ન:- રૈવેયકાદિ દેવલોકમાં પાણી નથી, તો ત્યાં રહેલા દેવો જિનપૂજા કેવી રીતે કરે છે?
ઉત્તર - રૈવેયક વગેરેમાં પાણીની જેમ વનસ્પતિ પણ નથી. એટલે પૂજાની સામગ્રી નહિ હોવાથી, તેમ જ તે દેવોને ગમનાગમનાદિ પ્રયોજનનો અભાવ હોવાથી દ્રવ્યથી જિનપૂજા સંભવતી નથી, એમ જાણવું. ૩-૪૩-૧૪૭.
तथा-सूक्ष्मबादरा निगोदा: पर्याप्ता अपर्याप्ताश्च , एकस्मिन्निगोदेऽनन्ता जीवाः, अत्र निगोदः कः? जीवाश्च के? इति व्यक्त्या प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम्निगोदशब्देनैकं शरीरं वनस्पतिरूपं साधारणमनन्तजीवजनितमुच्यते, तत्र चानन्ता जीवास्तिष्ठन्ति, अत एवानन्तकायिका जीवाः साधारणा उच्यन्ते ।।३-४४-१४८||
પ્રશ્ન:- સૂક્ષ્મ અને બાદર નિગોદ પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ બે ભેદે છે. એક નિગોદમાં અનંતા જીવો છે. અહીં નિગોદ એટલે શું? અને તેમાં જીવો કેટલા છે? એ સ્પષ્ટ રીતે જણાવવા કપા કરશો?
ઉત્તર- નિગોદ શબ્દથી અનંત જીવોથી ઉત્પન્ન થએલું વનસ્પતિ રૂપ એક સાધારણ-સામાન્ય-અનંતજીવો વચ્ચે એક શરીર છે. તે એક શરીરમાં અનંતા જીવો રહેલા છે. આ કારણથી જ અનંતકાયિક જીવો સાધારણ કહેવાય છે. ૩-૪૪-૧૪૮
तथा-यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृद्धौ वाऽमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपः क्व विधेयम् ? इति प्रश्नोऽत्रोत्तरम्षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्विधीयतामिति कोऽत्राग्रहः?
પ્રશ્ન- જ્યારે ચતુર્દશીને દિવસે, અથવા અમાવાસ્યા આદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે અમાસ કે પડવાના દિવસે કલ્પનું વાંચન થાય, ત્યારે છઠ્ઠ તપ ક્યારે કરવો?
ઉત્તર- છઠ્ઠ તપ કરવામાં દિવસનું નૈયત્ય નથી=કોઈ દિવસનો નિશ્ચય નથી. યથારુચિ કરી લેવો, એમાં આગ્રહ શો? ૩-૪૫-૧૪૯ ટિપ્પણ-૫૪. પંચાંગમાં પર્યુષણાના આઠ દિવસોમાં જ્યારે અમાસ આદિ એક તિથિનો ક્ષય આવે
ત્યારે પર્યુષણા અઠ્ઠાઈધર અગીયારસે આવે છે, એમ થતાં કલ્પવાંચન પ્રશ્નમાં જણાવ્યા મુજબ ચૌદશે આવે છે. જ્યારે અમાસ આદિ એક તિથિની વૃદ્ધિ આવે ત્યારે અઠ્ઠાઈધર તેરસે બેસે છે, અને કલ્પવાંચન બીજી અમાસ આદિને રોજ થાય છે. આ પ્રશ્ન શું સાબીત કરે છે ? એ જ કે પંચાંગમાં અમાસ આદિ કોઈ પણ
૭ર.