________________
પ્રશ્ન:- શ્રી ઋષભદેવસ્વામી ૧૦૮ સાથે એક સમયમાં જ મોક્ષ પામ્યા એ આશ્ચર્ય છે. પરંતુ તેમાં બાહુબલી વગેરેના આયુષ્યને આશ્રયી શું સમજવું? આ નિર્ણય તે વસ્તુના પ્રતિપાદક ગ્રંથનું નામ જણાવવા પૂર્વક જણાવવા કૃપા કરશો. - ઉત્તરઃ- જેમ હરિવંસતુપુત્તિ’’–‘હરિવંશ કુલોત્પત્તિ'-આ આશ્ચર્યમાં હરિવર્ષ ક્ષેત્રમાંથી લાવેલા યુગલિકના આયુષ્યનું અપવર્તન, શરીરને ટુંકાવવું, અને નરકમાં જવું વગેરે વસ્તુનો અન્તર્ભાવ થાય છે તેમ ' સત્યસિદ્ધી’’ ‘એક સમયમાં ૧૦૮ સિદ્ધ થયા'-આ જ આશ્ચર્યમાં બાહુબલીના આયુષ્યના અપવર્તનનો અન્તર્ભાવ થાય છે. ૩-૭૭-૧૮૧
__ तथा-येऽष्टावात्मप्रदेशा मध्यस्था एव सन्ति तेऽपि किं कर्मपरमाणुवर्गणाभिर्लिप्ताः सन्ति तदनालिङ्गिता एव वा? इति प्रश्नोऽत्रोत्तरम् कर्मणाऽनावृता अष्टौ प्रदेशा इति विज्ञायते । "स्पृश्यन्ते कर्मणा तेऽपि, प्रदेशा आत्मनो यदि । तदा जीवो जगत्यस्मिन्नजीवत्वमवाप्नुयात्'' ||१|| इति ज्ञानदीपिયામુત્તાત્કાવિતિ ll૩-૦૮-૧૮રા.
પ્રશ્ન- જે આઠ આત્મપ્રદેશો મધ્યમાં જ રહે છે, તે પણ શું કર્મવર્ગણાઓથી લેપાયેલા છે? કે નથી લેપાયેલા? .
ઉત્તરઃ- મધ્યવર્તી આઠ પ્રદેશો કર્મથી અલિપ્ત છે, “જો આત્માના તે પણ પ્રદેશો કર્મથી સ્પર્શાય તો આ જગતમાં જીવ અજીવપણું પામે” આ પ્રમાણે જ્ઞાનદીપિકામાં કહેલું છે. ૩-૭૮-૧૮૨
तथा-मेघकुमारस्य पाश्चात्त्यभवे हस्तिरूपस्य यन्नाम दृश्यते तत्केन दत्तम्? इति प्रश्नोऽत्रोत्तरम्-तत्पर्वतनितम्बादिनिवासिवनेचरैस्तन्नाम दत्तमिति श्रीज्ञाताधर्मकथासूत्रे उक्तमस्तीति बोध्यम् ||३-७९-१८३।।
પ્રશ્ન:- મેઘકુમારનો જીવ જ્યારે પૂર્વભવમાં હાથીરૂપ હતો ત્યારે તે હાથીનું જે વિશેષનામ દેખાય છે, તે નામ કોણે પાડ્યું હશે?
ઉત્તરઃ- તે પર્વતના નિતંબ ( તળેટી) વગેરે ભાગોમાં રહેનારા વનેચરોએ નામ પાડ્યું છે, આ પ્રમાણે શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રમાં કહ્યું છે, એમ જાણવું. ૩-૭૯-૧૮૩
तथा-चतुर्दशगुणस्थानकेषु समारोहन् जन्तुः किं क्रमेण एकादिव्यवधानेन वा चतुर्दशं गुणस्थानं स्पृशति? इति प्रश्नोऽत्रोत्तरम्-अनादिमिथ्यादृष्टिस्तावच्चतुर्थं गुणस्थानकं याति न तु द्वितीयतृतीये, तदनु यधुपमश्रेणिमारभते तदैकादशं यावत्क्रमेण याति, यदि च क्षपकस्तदैकादशं विहाय चतुर्दशं यावत्क्रमेणेति विज्ञायते । विशेषस्तु विशेषावबोधकशास्त्रगम्य इति ||३-८०-१८४।।
૮૦