________________
तथा-सौधर्मादिषु
प्रतिदेवमुपपातशय्याभेदोऽथवैकस्यामेवाऽनेकेषामुपपातः ?
इति प्रश्नोऽत्रोत्तरम्-महर्धिकसुराणामुपपातशय्या भिन्ना, अन्येषां त्वभिन्नाऽपीति संभाव्यते; तथाविधव्यक्ताक्षराणां दर्शनस्यास्मरणादिति ।।३-७४-१७८।।
પ્રશ્નઃ- સૌધર્માદિ દેવલોકમાં દેવે દેવે ઉપપાત શય્યા ભિન્ન ભિન્ન હોય, કે એક શય્યામાં જ અનેક દેવોનો ઉપપાત થાય?
ઉત્તરઃ- મહર્ધિક દેવોની ઉપપાત શય્યા જુદી હોય, પરંતુ અન્યદેવોની એક પણ હોય એમ સંભાવના થાય છે, કેમકે તથા પ્રકારના સ્પષ્ટ અક્ષર જોયા હોવાનું याह खावतुं नथी. 3-७४-१७८
तथा-देशावकाशिकव्रते केनचिद्योजनशतं रक्षितम्, किञ्चित्कार्यमापतितं, तदूर्ध्वं लेखप्रेषणे व्रतमालिन्यं न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-नियमितक्षेत्रादूर्ध्वं लेखप्रेषणे व्रतमालिन्यं भवतीति ज्ञायते, योगशास्त्रवृत्त्यादौ तथैव दर्शनादिति ।।३-७५-१७९।।
પ્રશ્નઃ- દેશાવકાશિક વ્રતમાં કોઈકે ૧૦૦ યોજનનું પ્રમાણ રાખ્યું હોય પછી કાંઈક કાર્ય આવી પડે અને ૧૦૦ યોજન ઉપર લેખ મોકલવામાં આવે તો વ્રતમાં દોષ લાગે કે નહિ?
ઉત્તરઃ- નિયમિત ક્ષેત્રથી ઉપર લેખ મોકલવામાં આવે તો વ્રત મલિન થાય, એમ જણાય છે, કા૨ણ કે યોગશાસ્ત્રની ટીકા વગેરેમાં તેમ જ કહ્યું છે. ૩-૭૫-૧૭૯
तथा - उपधानवाहिनः श्राद्धादेरकालसंज्ञायां जलशौचादिविधि : किं निश्यपि स्यान्न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् -स्वकीयादिनाऽऽनीतेनोष्णोदकेन शौचादिविधानं युक्तिमदिति ।।३-७६-१८०।।
પ્રશ્ન:- ઉપધાન વહન કરનાર શ્રાવક વગેરેને અકાલે થંડીલ વગેરેની શંકા થાય તો રાત્રિના સમયે જલશૌચ વગેરે વિધિ થાય કે નહિ?
ઉત્તર- પોતાનું અથવા બીજાનું લાવેલું ગરમ પાણી હોય તો તે પાણીથી શૌચ વગેરે કરવું યુક્તિયુક્ત છે. ૩-૭૬-૧૮૦
तथा-ऋषभस्वामी अष्टाग्रशतेनैकस्मिन्नेव समये सिद्ध इदं चाश्चर्यम्, तत्र बाहुबल्याद्यायुराश्रित्य का गतिः ? इदं च तत्प्रतिपादकग्रन्थनामप्रसादनपूर्वं निर्णयकारि प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम् - "अट्ठसयसिद्धा" अस्मिन्नेवाश्चर्ये बाहुबलेरायुषोऽपवर्तनमन्तर्भवति, यथा 'हरिवंसकुलुप्पत्ति’' इत्याश्चर्ये हरिवर्षक्षेत्रानीतस्य युगलस्यायुरपवर्तनम्, शरीरलघुकरणम्, नरकगमनादि चाऽन्तर्भवतीति ॥३-७७-१८१।।
८८
1