________________
પ્રશ્ન - ચૌદ ગુણઠાણા ઉપર ચઢતો જીવ શું કમપૂર્વક ચઢે છે કે એકાદિ ગુણઠાણાના અંતરે અંતરે ચૌદમે ગુણઠાણે જાય છે?
ઉત્તર- અનાદિ મિથ્યાદૃષ્ટિ (મોહનીય કર્મની ૨૬ પ્રકૃતિની સત્તાવાળો) પહેલા ગુણઠાણેથી સીધો બીજા અને ત્રીજા ગુણઠાણાનો સ્પર્શ કર્યા વિના ચોથે ગુણઠાણે જાય છે. ત્યાર બાદ જો ઉપશમ શ્રેણી માંડે તો અગીયારમાં ગુણઠાણા સુધી ક્રમ પૂર્વક ચઢે છે. અને જો ક્ષપકશ્રેણી માંડનાર હોય તો ૧૧ (ઉપશાન્ત મોહનીય) મું ગુણઠાણું છોડીને ચૌદમાં ગુણઠાણા સુધી ક્રમ પૂર્વક ચઢે છે, એમ જણાય છે. આ વિષયમાં વિશેષ આ જ વસ્તુને વિશેષ જણાવનાર શાસ્ત્રથી જાણી લેવું. ૩-૮૦-૧૮૪
तथा- औपपातिकसूत्रे साधुवर्णनाधिकारे. 'पंताहारे' इत्यस्य वृत्तौ पर्युषितं वल्लचणकादीति व्याख्यातमस्ति, तथा च पर्युषितपूपिकाभक्षणादराणां खाद्यादीनां तद्विषयदोषोद्धटनं कथं युक्तिमत्? इति प्रश्नोऽत्रोत्तरम्-''निप्पावचणकमाई अंतं पंतं च होइ वावन्नं'' इति बृहत्कल्पभाष्ये जिनकल्पिकाधिकारे । एतवृत्तौ च वावन्नशब्देन विनष्टमिति व्याख्यातमस्ति । तत्त्वं तु तत्त्वविद्वेद्यम् । आत्मनां तु पर्युषितस्याग्रहणेऽविच्छिन्नवृद्धपरम्पराऽऽराधनं संसक्तिसद्भावे तद्दोषवर्जन ગુણાતિ વોટ્યમ્ II3-૮૧-૧૮૬ll
પ્રશ્ન- ઔપપાતિક સૂત્રમાં સાધુવર્ણનના અધિકારમાં 'પંતીદરે'' આ શબ્દની વ્યાખ્યા ટીકામાં વાસી વાલ, ચણા વગેરે કહ્યું છે. આમ હોય તો વાસી લોચાપુરી વગેરેનું ભક્ષણ કરવામાં આદરવાળા ખરતર વગેરેને ‘વાસીનું ભક્ષણ કરનારા છે' એવો દોષ આપવો શું યોગ્ય છે?
ઉત્તર- "નિષ્પાવવUMવમાડું ગંત પંતે તો વીવર્સ’’ એ, બૃહત્કલ્પભાષ્યમાં જિનકલ્પિકના અધિકારમાં આવે છે. એની ટીકામાં ‘વાવ’ શબ્દથી વિનષ્ટ વસ્તુ કહી છે, તત્ત્વતો તત્ત્વવિદ્ જાણે. આપણને–તપાગચ્છીઓને તો વાસી વસ્તુ નહિ ગ્રહણ કરવામાં અવિચ્છિન્ન વૃદ્ધ પરંપરાનું આરાધન અને જીવસંસક્તિ હોય તો જીવવિરાધના દોષનું વર્જન ગુણને માટે જ છે એમ જાણવું. ૩-૮૧-૧૮૫
तथा-उपाङ्गानि किं गणधरविरचितानि? अन्यथा वा? तथाऽङ्गप्रणयनकालेऽन्यदा वा तन्निर्माणम्? इति प्रश्नोऽत्रोत्तरम्-उपाङ्गानि स्थविराः कुर्वन्ति तीर्थङ्करे विद्यमाने-ऽविद्यमानेऽपीत्यङ्गप्रणयनकाले एव तेषां निर्माणमिति नैकान्त इति नन्दीसूत्रवृत्ती व्यक्त्योक्तमस्ति तेन विशेषतस्ततोऽवसेयमिति ।।३-८२-१८६।।
પ્રશ્ન- ઉપાંગસૂત્રો શું ગણધરે ગુંથેલા છે કે અન્ય મુનિએ? તેમ જ તેની રચના દ્વાદશાંગીની રચનાના સમયે થઈ છે કે અન્ય સમયે ?