________________
કરતા હતા” આ પ્રમાણે કુમારપાલ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. તેને અનુસરીને વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પૂજા કરાતી જોવાય છે, કેમકે નાણું પણ ધાતુમય છે. તથા આ વિષયમાં આવા પ્રકારનો વૃદ્ધવાદ પણ છે કે-‘‘શ્રી સુમતિસાધુસૂરિના વારામાં માંડવગઢમાં મલિક શ્રી માફરે ગીતાર્થોની સુવર્ણ ટાંકોથી પૂજા કરી હતી.” ૩-૬૮-૧૭૨
ટિપ્પણ-૫૮.
ગુરુપૂજા શાસ્ત્રોક્ત વસ્તુ છે, એ આ ઉપરથી સ્પષ્ટ સાબીત થાય છે. છતાં તેના ઉપર કટાક્ષ કરનારા જાણ્યે અજાણ્યે પોતાની અજ્ઞાનતા બતાવે છે. વધુ માટે જુઓ ટિપ્પણ ૫૫.
अथ पुनः पण्डितविवेकहर्षगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
"उसभेणं अरहा कोसलिए चउरासीइपुव्वसयसहस्साइं सव्वाउयं पालइत्ता सिद्धे बुद्धे जाव सव्वदुक्खप्पहीणे, एवं भरहो बाहुबली बंभी सुन्दरी'' इति समवायाङ्गसूत्रावयवेन "उसहो उसहस्स सुआ'' इत्यादिगाथाया विरोधापत्तिः संजायते, यतो वृषभदेवस्य षड्लक्षपूर्वातिक्रमे संजातस्य चतुरंशीतिलक्षपूर्वायुषोऽपि बाहुबलेर्भगवता सार्धं निर्वाणमुक्तमिति न चैतस्य विरोधस्याश्चर्ये एव पात इति वाच्यम्, आश्चर्यत्वं ह्युत्कृष्टावगाहनापन्नानामष्टोत्तरशतसङ्ख्याकानामेकसमयावच्छेदेन सिद्धेरेवेति प्रश्नोऽत्रोत्तरम् - बाहुबलेः समवायाङ्गानुसारेण चतुरशीतिलक्षपूर्वायुष्कतासद्भावेऽपि ग्रन्थान्तरे यद् वृषभस्वामिना समं निर्वाणमुक्तमस्ति तन्त्र विरुद्धम्, यत एतस्यायुषोऽपवर्तनस्यापि अट्ठसयसिद्धा" इत्यस्मिन्नेवाश्चर्येऽन्तर्भावात् । न चायमन्तर्भावोऽनुपपन्न इति वाच्यम्, "हरिवंसकुलुप्पत्ति" इत्यस्मिन्नप्याश्चर्ये युगलिन आयुषोऽपवर्तनं नरकगमनं પાન્તર્મવતીતિ IIરૂ-૬૬-૧૭૩।।
.
પ્રશ્નકાર પંડિત શ્રીવિવેકહર્ષગણિ
પ્રશ્નઃ- “ઋષભદેવ અરિહંત કૌશલિક ચોરાશી લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવીને સિદ્ધ, બુદ્ધ, યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, એમ ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી માટે પણ સમજવું” આ પ્રમાણેના સમવાયાંગ સૂત્રના પાઠની સાથે ``પુસદ્દો ઉસક્ષ્મ સુ’’ ઈત્યાદિ ગાથાનો વિરોધ આવે છે, કારણ કે ઋષભદેવ સ્વામિનાં છ લાખ પૂર્વ પસાર થયા પછી ઉત્પન્ન થયેલા ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા એવા પણ બાહુબલીનું ભગવાનની સાથે નિર્વાણ કહ્યું છે. એમ ન કહેવું કે આ વિરોધનો આશ્ચર્યમાં જ સમાવેશ થાય છે, કારણ કે આશ્ચર્ય તો ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ એક સમયે મોક્ષમાં ગયા તે છે.
ઉત્તરઃ- સમવાયાંગ સૂત્રના અનુસારે બાહુબલીનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હોવા છતાં પણ તેમનું અન્ય ગ્રન્થોમાં જે ઋષભસ્વામીની સાથે નિર્વાણ કહ્યું છે, તે
૮૬