________________
३२ मणप्रमाणानि, एवं तदर्धमानानि ८ वलयानि यदा वातलहर्या पृथग् भूत्वा मुख्यमुक्ताफले आस्फालयन्ति तदा तद्विमानं मधुरस्वरनादाऽद्वैतमयं जायते" इत्यादि । सिद्धप्राभृतप्रकीर्णके एवमेव पण्डितपद्मविजयगणिपार्श्वेऽपि । न चैतन्मानं न श्रद्धीयते तादृशग्रन्थविच्छित्तावपि सिद्धान्तानुगतस्याऽर्थस्याश्रद्धाने मिथ्यात्वापातात् । न चैतन्मानं सर्वार्थसिद्धे भविष्यति न नन्दीश्वरादाविति वाच्यम्, पाठस्य समानत्वात् । पाठसाम्ये च न्यूनाधिकत्वं न दोषावहम्, "अद्धट्ठमाण राइंदिआणं’” इति पाठवत् । एवं सत्यपि कथं केचित्तद्वादिनां निह्नवतां पूत्कुर्वन्ति ? कथं च ताताः प्रसादयन्ति ? इति जिज्ञासायां ताता एव प्रमाणमिति प्रश्नोऽत्रोत्तरम्सर्वार्थसिद्धादिविमानेषु मुक्ताफलमानमाश्रित्य वृद्धवादानुसारेण छूटकपत्राक्षरानुसारेण भुवनभानुकेवलिचरित्रानुसारेण च चतुःषष्टिमणप्रमाणत्वमवसीयते । किश्च, कुम्भानां माने वैचित्र्यमुपलभ्यते तेनात्रार्थे नाग्रहमतिर्विधेयेति ।।३-६०-१६४॥
પ્રશ્નઃ- ‘તે વજ્રમય એવા અંકુશોમાં ચાર કુંભ પ્રમાણ મુક્તામાળાઓ છે,’ અહીં મોતીઓનુ કુંભ પ્રમાણ કહેલું છે. કુંભપ્રમાણનો ક્રમ આ છે—બે અસલીની એક પસલી થાય, ૨ પસલીએ ૧ સેતિકા થાય, ૪ સેતિકાએ ૧ કુડવ થાય, ૪ કુડવનો ૧.પ્રસ્થ થાય, ૪ પ્રસ્થનો ૧ આઢક થાય, ૬૦ આઢક પ્રમાણનો ૧ જઘન્ય કુંભ થાય, ૮૦.આઢક પ્રમાણનો ૧ મધ્યમકુંભ થાય, અને ૧૦૦ આઢકે ૧ ઉત્કૃષ્ટ કુંભ થાય છે, ૮૦૦ આઢકે ૧ બાહા થાય, આ પ્રમાણે તન્દુલવેયાલિય પયજ્ઞામાં કહ્યું છે. હવે જો ૧ પસલીમાં ૧ શેર સંભવી શકે તો ૧ સેતિકામાં ૨ શેર માય, કુડવમાં ૧૦ શેર (૮ શે૨), પ્રસ્થમાં ૧ મણ, આઢકમાં ૪ મણ, ૬૦ આઢકના ૨૪૦ મણ પ્રમાણનો જઘન્ય કુંભ થાય, ૩૨૦ મણ પ્રમાણનો મધ્યમ કુંભ થાય, અને ૪૦૦ મણ પ્રમાણનોં ઉત્કૃષ્ટ કુંભ થાય છે. આ રીતે વિચારતાં મોતીઓનું ૬૪ મણ પ્રમાણ કેવી રીતે અસંગત થાય? હવે જો એમ કહો કે—આમ છતાં પણ પ્રમાણમાં અધિકતા જ થઈ, પરંતુ ઈષ્ટ પ્રમાણ તો ન જ આવ્યું,’ તો તે સાચું છે, કારણ કે સૂત્રરચના વિચિત્ર હોવાથી `પૃથત્વ' શબ્દની માફક (જેમ એ શબ્દ બેથી નવ, સાત અને બહુ ઈત્યાદિ અનેક અર્થમાં આવે છે તેમ) અહીં કુંભનું પ્રમાણ કયું વિવક્ષિત હશે તે અમે જાણતા નથી. કુડવનું પ્રમાણ શાસ્ત્રમાં અનેક પ્રકારે સંભળાય છે. જેમ લીલાવતીમાં ‘હસ્ત પ્રમાણ લંબાઈ પહોળાઈ યુક્ત પિંડથી જે બાર આંસીયાવાળું બને છે તે ઘન હસ્ત કહેવાય છે. ધાન્યાદિકમાં જે ધનહસ્તનું પ્રમાણ આવે છે તેને શાસ્ત્રમાં માગધખારિકા કહેવાય છે, અને ૧ ખારીનો ૧૬મો ભાગ દ્રોણ છે, ૧ દ્રોણનો ચોથો ભાગ આઢક છે, અને આઢકનો ચોથો ભાગ ૧ પ્રસ્થ થાય છે, અને પ્રસ્થનો ચોથો ભાગ ૧ કુડવ થાય છે,’ એમ કહ્યું છે. આ પ્રમાણ ઘણું જ થોડું છે. વર્તમાનકાલે પણ નેપાલદેશમાં ૩૬ પૈસાના પ્રમાણ સમાન કુડવનો વ્યવહાર ચાલે છે. આ ગણત્રીથી ૬૪ મણ કાંઈક ઓછા થાય છે. તેથી જેમ અનુત્તર વિમાનમાં રહેલા
૮૨