________________
કરેલું નહિ હોવાથી ગુરુદ્રવ્ય ન કહેવાય, પરંતુ જે રજોહરણાદિ વસ્તુઓ ગુરુઓએ પોતાને સ્વાધીન કરી હોય તે વસ્તુઓ ગુરુદ્રવ્ય કહેવાય, એમ જણાય છે. તથા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની કુમારપાલ ભૂપાલે સુવર્ણકમળોથી પૂજા કરી છે, એવા અક્ષરો કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ “ધર્મલાભ=તને ધર્મનો લાભ થાઓ, એ પ્રમાણે
જ્યારે કહ્યું ત્યારે દૂરથી જેઓએ હાથ ઊંચા કર્યા છે એવા સિદ્ધસેનસૂરિને વિક્રમ રાજાએ કોટિ દ્રવ્ય આપ્યું.” આ અગ્રપૂજા રૂપ દ્રવ્યનો તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો, એમ તેમના પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે, કેટલું લખીએ? તમે પૂછેલા ત્રણ પ્રશ્નોના આ પ્રમાણે ઉત્તરો પNછે. ૩-૪૮-૪૯-૫૭-૧૫-૧૫૩-૧૫૪ ટિપ્પણ-૫૫. આ પ્રશ્નોત્તરથી સિદ્ધ થાય છે કે–શ્રાવકો ગુરુપૂજા કરે, તે શાસ્ત્રોક્ત જ છે, અને
એ માટે ઉછામણીનો પ્રસંગ હોય તો તે દેવદ્રવ્યની વૃદ્ધિકારક હોઈ શાસ્ત્રવિધિને ઉપકારક જ છે. પણ આ પ્રકારની ગુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય છે એટલે
તેનું ઉત્પન્ન દ્રવ્ય સાધુઓના ઉપયોગમાં આવી શકે નહિ. तथा-कृत्रिमं वस्तु कियत्कालं तिष्ठति सङ्ख्यातमसङ्ख्यातं वा? इति प्रश्नोऽत्रोत्तरम्-कृत्रिममनेकप्रकार, तेनात्रार्थे भगवत्या अष्टमशतकनवमोद्देशकसूत्रवृत्तिर्विलोक्या । किश्चाऽत्रार्थेऽष्टापदाद्रिचैत्यमाश्रित्य यदि कश्चिद्विप्रतिपद्यते तदा तमाश्रित्य वसुदेवहिण्डौ-''तओ तेजण्हुपभिइया कुमारा पुरिसे आणवेइ-गवेसह अट्ठावयतुल्लं पव्वयं ति । ततो तेहिं तुल्लो पव्वओ न दिट्ठो त्ति निवेइयं । ततो अमच्चं ते लवंति केवइयं पुण कालं आययणं अवसिज्जस्सइ? ततो तेण अमच्चेण भणिय-जाव इमा ओसप्पिणि त्ति मे केवलिजिणाण अंतिए सुयं'' इति प्रतिवचः । तथा सिद्धान्ताक्षराणि कानीति ब्रुवाणस्य जम्बूद्वीपप्रज्ञप्त्यादौ सुषमासुषमारकादिवर्णके वापी-दीर्घिकाकांस्यादिधातुप्रमुखकृत्रिमपदार्थसद्भावो વર્શનીય રૂતિ રૂ-૧૧-૧૬૬ll
પ્રશ્ન- કૃત્રિમ બનાવેલી વસ્તુ કેટલો કાલ રહે? સંખ્યાત કાલ સુધી કે અસંખ્યાત કાલ સુધી?
ઉત્તરઃ- કૃત્રિમ વસ્તુ અનેક પ્રકારની હોય છે. માટે આ વિષયમાં ભગવતીના આઠમા શતકના નવમા ઉદ્દેશાના સૂત્રની ટીકા જોવી. વળી આ વિષયમાં અષ્ટાપદ ગિરિ ઉપર રહેલ ચૈત્યને આશ્રયી જો કોઈ વિવાદ કરે, તો તે વસ્તુને અનુલક્ષીને વસુદેવહિડિમાં આ પ્રમાણે કહ્યું છે–“ત્યારબાદ તે જગ્ન વગેરે કુમારોએ પોતાના) પુરુષોને આજ્ઞા કરી કે–અષ્ટાપદ જેવા પર્વતની ગવેષણા કરો. ત્યાર બાદ તપાસ કરતાં તે પુરુષોએ અષ્ટાપદ સમાન પર્વત દૃષ્ટિપથમાં નથી આવ્યો એમ જણાવ્યું. ત્યાર બાદ જનુ વગેરે કુમારોએ અમાત્યને કહ્યું કે–આ જિનમંદિર કેટલા કાલ
૭૫