________________
।।१।। इति श्रीसूत्रकृताङ्गद्वितीयश्रुतस्कन्धनिर्युक्तिवचनाद् योऽनन्तरे आगामिभवे नारको भावी स अबद्वायुरपि पूर्वभवे द्रव्यनारकोऽभिधीयते । तथा च पूर्वकोटिरुत्कर्षतः सुतरां संभवतीति न कश्चिच्छङ्कावकाशः । एवं भवियदव्वअसुरમાર૧૦’૮ કૃત્યત્રાપિ માવનીયમ્ IIરૂ-૬૯-૧૬૦।।
પ્રશ્નઃ- ‘‘હે ભગવન્ ! ભવ્ય દ્રવ્ય નારકીની (ભાવિમાં જે જીવ નારકી થવાનો હોય તેની) કેટલા કાલ પ્રમાણ સ્થિતિ—આયુષ્ય કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષની સ્થિતિ કહી છે. તથા હે ભગવન્ ! ભવ્ય દ્રવ્ય અસુર કુમારની (ભાવિમાં જે જીવ અસુરકુમાર થવાનો હોય તેની) કેટલા કાલની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહુર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ કહી છે.” તો શું તે જીવ થયા બાદ તુરત જ આયુષ્ય બાંધે છે કે અન્ય ભવથી અંતિરત બાંધે છે? આયુષ્ય બંધ તો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે બંધાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ સંબંધિ નિર્ણય જણાવવા કૃપા કરશો?
ઉત્તરઃ- દ્રવ્ય વિષયક જીવના ત્રણ આદેશો છે. ૧-એક ભવિક; આયુષ્યના બંધ પૂર્વે. ૨-બદ્ઘાયુષ્ક=પરભવના આયુષ્યના બંધવાળો અને ૩-અભિમુખ નામગોત્ર, પરભવના નામ ગોત્ર ભોગવવા માટે સન્મુખ થએલો. જેમકે—કમલનો જીવ જે આગામિ ભવમાં પ્રત્યેક વનસ્પતિકાયરૂપ કમલ થનારો છે અને પૂર્વભવમાં કમલ તરીકેનું આયુષ્ય બાંધ્યું ન હોય તો પણ તે જીવને એક ભવિક દ્રવ્યકમલ તરીકે કહી શકાય છે. અને જો કમલનું આયુષ્ય બાંધ્યું હોય તો બદ્ઘાયુષ્ક દ્રવ્યકમલ તરીકે કહી શકાય છે અને કમલ તરીકેનું આયુષ્ય બાંધ્યા પછી એ નામ ગોત્ર વગેરેને ભોગવવા સન્મુખ થયો હોય તો અભિમુખ નામગોત્ર દ્રવ્ય કમલ તરીકે કહી શકાય છે. જીવના દ્રવ્યમાં આ ત્રણ આદેશો છે. આ પ્રમાણે શ્રીસૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધની નિર્યુક્તિમાં કહ્યું હોવાથી જે જીવ અનંતર આગામિ ભવમાં ના૨કી થનારો હોય તે જીવ નારકીના આયુષ્યનો બંધ ન કર્યો હોય તો પણ પૂર્વભવમાં દ્રવ્ય નારકી તરીકે કહી શકાય છે. તેથી તેની ઉત્કર્ષથી સ્થિતિ પૂર્વક્રોડ વર્ષ સુતાં સંભવી શકે છે, એટલે કોઈ પણ જાતની શંકાને અવકાશ રહેતો નથી. એવી રીતે ભાવિ અસુરકુમારના સંબંધમાં પણ વિચારી લેવું. ૩-૫૬-૧૬૦
તથા
- कुत्रचिद्देशे तैलादिनाङ्गुलीभिः कणिक्कापिण्डं म्रक्षयित्वा त्राद्याः क्रियन्ते ता आचामाम्लप्रत्याख्याने यतीनां कल्पन्ते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - कुत्रचिद्देशे तैलादिम्रक्षितकरेण त्राद्याः क्रियन्ते ता आचामाम्ले यतीनां कल्पन्त કૃતિ જ્ઞાયતે IIરૂ-૬૭-૧૬૧||
७८