________________
ઉત્તરઃ- ચાતુર્માસમાં તીર્થંકરોનું નગર વગેરેમાં અવસ્થાન પ્રાર્ય કરીને થતું નથી. અને જો કદાચિત્ થાય તો દેવો ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા વિના જ પુષ્પનો પ્રકર કરે એમ સંભાવના થાય છે. જો એમ ન માનીએ તો પ્રાતિહાર્યોનો નિયમ બની શકે નહિ. ૨-૨૯-૭૫
तथा - चतुर्मासकमध्ये समवसरणं स्यान्न वा ? तथा द्वादशपर्षदो नगरमध्ये कथं मान्ति? इतिप्रश्नोऽत्रोत्तरम् - चतुर्मासकमध्ये समवसरणमपि न नियतम्, कदाचिद् भवति कदाचिन्न भवत्यपि । पर्षदस्तु द्वादशापि नियता एव तेन नगरमध्येऽपि सुखेन मान्तीति प्रतिभाति ॥ २-३०-७६॥
પ્રશ્નઃ- ચાતુર્માસમાં દેવો સમવસરણની રચના કરે કે નહિ? તથા નગરની અંદર બા૨૫ર્ષદાનો સમાવેશ શી રીતે થાય?
ઉત્તરઃ- ચોમાસામાં સમવસરણની રચના દેવતાઓ કરે જ એવો નિયમ નથી. કોઈ વખતે કરે અને કોઈ વખતે ન પણ કરે, પરંતુ બારે પર્ષદા તોં નિયત છે જ, તેથી નગરમાં પણ તે સુખપૂર્વક માઈ શકે છે, એમ લાગે છે, ૨-૩૦-૭૬
तथा-गर्गाचार्यत्यक्तपश्चशतसाधूनां साधुत्वं सम्भाव्यते न वां, स्वेच्छाचारित्वात् ? इति प्रश्नोऽत्रोत्तरम् - गर्गाचार्यत्यक्तशिष्याणां व्यवहारतः साधुत्वेऽपि परमार्थतः साधुत्वाभाव एव सम्भाव्यते ।।२-३१-७७।।
પ્રશ્નઃ- ગર્ગાચાર્યે તજેલા ૫૦૦ સાધુઓમાં સ્વેચ્છાચારીપણું હોવાથી સાધુપણું માની શકાય કે કેમ?
ઉત્તરઃ- ગર્ગાચાર્યે ત્યાગ કરેલા ૫૦૦ શિષ્યોમાં વ્યવહાર દષ્ટિએ સાધુપણું હોવા છતાં પણ પરમાર્થ દૃષ્ટિએ સાધુપણાનો અભાવ જ માની શકાય છે. ૨-૩૧-૭૭
तथा-ग्रामनगरदेशादिस्थापना भरनेन कृता, 'बहली अडम्बइल्ला’’ इत्यादिषु च्छद्मस्थो भगवान् विहृतवानिति तदा कथं देशांभिधानं कथितम् ? इति प्रश्नोऽत्रोत्तरम्-"बहली अडम्बइल्ला' इत्यादिषु च्छद्मस्थो भगवान् विहृतवान् इत्यत्र भगवता स्वसुतानां राजप्रदानावसरे देशादिनामस्थापनायाः कृतत्वान्न હડપ્પાશક્રૃતિ IIર-૩૨-૭૮।।
--
પ્રશ્નઃ- જ્યારે ગામ, નગર, અને દેશ વગેરેની સ્થાપના ભરતે કરેલી છે ત્યારે તે વખતે ``બતીગડમ્બઽત્લા’’ ઈત્યાદિ દેશ, નગ૨ અને ગામ વગેરેમાં છદ્મસ્થ ભગવાન વિચર્યા એવું દેશાભિધાન શી રીતે કહ્યું? કેમકે તે વખતે તો નામ પડ્યું ન હતું.
ઉત્તરઃ- ભગવંતે જ્યારે પોતાના પુત્રોને રાજ્ય આપ્યું તે અવસરે દેશ વગેરેના નામની સ્થાપના કરી હતી માટે ``વન્દ્વ ઝડમ્વત્ત્તા’’ ઈત્યાદિ દેશોમાં છદ્મસ્થ ભગવાન વિચર્યા તેમાં કોઈ શંકાનું કારણ નથી. ૨-૩૨-૭૮
૪૪