________________
ટિપ્પણ-૪૬. દેવીઓનાં ઉપપાત બીજા દેવલાક સુધી હોય છે અને આઠમા સુધી જઈ શકે છે.
તમાં બીજા દેવલોક સુધીના દેવો કાયાથી વિષય સંવનારા હોય છે, ત્રીજા અને ચાથા દેવલોકના દેવ દેવીઓના શરીર અવયવોના સ્પર્શમાત્રથી વિજય જન્ય સુખને પ્રાપ્ત કરનારા હોય છે, પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવા દેવીના રૂપ જોઈન કામજન્ય સુખને અનુભવે છે. સાતમા અને આઠમા દેવલોકના દેવા દેવીના ગીત અને હાસ્ય વગેરેના તથા ભૂષણ આદિના શબ્દો સાંભળીને કામજન્ય સુખને અનુભવે છે, નવમાં દશમા અગીઆરમા અને બારમા દેવલોકના દેવો ભોગની ઈચ્છાથી જ્યારે દેવીઓને મનમાં ચિંતવે છે ત્યારે પોતાના સ્થાનમાં રહેલી દેવીઓ દેવોની ઈચ્છાને અનુકૂલ અનેક પ્રકારના સંકલ્પ કરતી સંભોગ માટે તૈયાર થાય છે. અને તેવા સ્વરૂપમાં રહેલી તે દેવીઓને મનથી જ સંકલ્પ કરીને તે દેવો વિષય સુખનો આસ્વાદ કરે છે. ઉપરના નવ રૈવેયક અને પાંચ અત્તર, દેવો મૈથુન સેવાથી રહિત હોય છે. કારણ કે તેઓ પુરુષવેદનો ઉદય મન્દ હોવાથી મનથી પણ
દેવીઓની ઈચ્છા કરતા નથી. ટિપ્પણ-૪૭. સૌધર્માદિ કલ્પના દેવ દેવીઓને ઉપરના વિષયનું અવધિજ્ઞાન પોતાના વિમાનની
ધજા સુધીનું હોય છે. तथा-उपधानमालारोपणयोः किं फलमुद्दिश्य कर्तव्यता? यत्र च साऽभिहिता तदपि शास्त्रं व्यक्त्या प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम्-अत्रोपधानवहनं श्रुताराधननिमित्तं, मालारोपणं तु तपस उद्यापनार्थं श्रीमहानिशीथादिशास्त्र उक्तमस्ति T/ર-૪૨-૨૬l.
પ્રશ્ન- ઉપધાન અને માલારોપણ કયા ફલને ઉદ્દેશીને કરવા યોગ્ય છે? જે શાસ્ત્રમાં ઉપધાન અને માળારોપણ કરવાનું કહ્યું હોય, તે શાસ્ત્રનું નામ પણ જણાવવા કૃપા કરશો.
ઉત્તર- અહીં ઉપધાનનું વહન જ્ઞાનની આરાધના માટે છે, અને માલારોપણ તપના ઉજમણા માટે છે, આ પ્રમાણે શ્રી મહાનિશીથાદિ શાસ્ત્રમાં કહ્યું છે. ૨-૪૯-૯૫
तथा-स्थापनाः कियति प्रदेशे ऊर्ध्वमधस्तिर्यक् च दूरे स्थापिताः क्रियाशुद्धिहेतवो भवन्ति? इति प्रश्नोऽत्रोत्तरम्- अत्रोचं मस्तकात् पादयोरधस्तात् तिर्यग् द्रष्टुमशक्ये स्थाने स्थापिताः स्थापनाः क्रियाशुद्धिनिमित्तं न भवन्तीति वृद्धवादः । यत्तूपरितनभूम्यादौ स्थापितासु तास्वधस्तनभूम्यादौ क्वापि क्रियायाः क्रियमाणत्वं तत्कारणिकमिति ज्ञेयम् ||२-५०-९६।।
પ્રશ્ન- ઉપર, નીચે અને તીર્છા કેટલી દૂર સ્થાપના સ્થાપી હોય તો ક્રિયા શુદ્ધિના કારણભૂત થઈ શકે?
ઉત્તર- આ વિષયમાં જાણવું કે—માથાથી ઉપર, પગથી નીચે અને તીર્ણો દૃષ્ટિપથમાં ન આવે એવા સ્થાનમાં સ્થાપેલી સ્થાપના ક્રિયાશુદ્ધિના કારણભૂત થતી નથી, આ પ્રમાણે વૃદ્ધ પુરુષોનું કહેવું છે. જે કોઈ વખતે ઉપરના માળમાં સ્થાપના સ્થાપી હોય અને નીચલા માળમાં કોઈ ક્રિયા કરતા જણાય છે તે કારણિક સમજવું. ૨-૫૭-૯૬
પર