________________
टिप्पा-४५. ''से भिक्खू० सिया से परो अभिहट्ट अंतो पडिग्गहे बिलं वा लोणं
उब्मियं वा लोणं परिभाइत्ता नीहटु दलइज्जा , तहप्पगारं पडिग्गहं परहत्थंसि • वा २ अफासुयं नो पडि० से आहच्च पडिग्गाहिए सिया तं च नाइदूरगए जाणिज्जा, से तमायाए तत्थ गच्छिज्जा २ पुवामेव आलोइज्जा-आउ सोत्ति वा र इमं किं ते जाणया दिन्नं उयाहु अजायणा ? से य भणिज्जा - नो खलु मे जाणया दिन्नं, अजाणया दिन्नं, कामं खलु आउसो ! इयाणिं निसिरामि, तं भुंजह वा णं तं परेहिं समणुन्नायं समणुसटुं तओ संजयामेव भुंजिज्ज वा पीइज्ज वा, जं च नो संचाएइ भोत्तए वा पायए वा साहम्मिया तत्थ बसंति संभोइआ समणुन्ना अपरिहारिया अइदूरगया, तेसिं अणुप्पयाव्वं सिया, नो जत्थ साहम्मिया बहुपरियावन्नं कीरइ तहेव कायव्वं सिया, एवं खलु० ।।''
(माया, सू० ५८-२-१-१-१०-पृ. उ५४/२.) ભાવાર્થ:- ગૃહસ્થ વાપરવા માટે કહ્યું હોય તો પ્રાસુક અથવા કારણવશાત્ અપ્રાસુક એવું પણ લવણ વગેરે વાપરે અને જો પોતે વાપરી શકવા સમર્થ ન હોય
તો તે વસ્તુ સાધર્મિક વગેરેને આપી શકે છે, ઈત્યાદિ આચારાંગ વૃત્તિમાં કહ્યું છે.” .: तथा-ये मनःप्रवीचाराः सुंरास्तैर्मनःपरिणामे कृते तदर्थं तास्तादृश्यो देव्यो मनसैव कथं प्रगुणीभवन्ति? तासां तदवबोधे किं ज्ञानमस्ति? इति, ऊर्ध्वमवधेः श्रुते स्तोकविषयत्वप्ररूपणादिति प्रश्नोऽत्रोत्तरम्-आनतकल्पादिस्थैर्मन:प्रवीचारकैर्देवैर्मनःपरिणामे कृते सौधर्मेशानदेव्योऽपि तदर्थमुच्चावचानि मनांसि संप्रधारयन्त्यस्तिष्ठन्ति परं ता देवानां मनःपरिणामं कथं जानन्ति? उपरिष्टादवधेरल्पत्वादिति, अत्र यथा दिव्यानुभावतः शुक्रपुद्गलास्तासां शरीरे रूपादितया परिणमन्ति तथा त्वरितमेव तासामङ्गस्फुरणादिना तदभिलाषज्ञानमपि भवतीति ज्ञायते ॥२-४८-९४||
પ્રશ્નઃ- જે દેવો મનથી મૈથુન સેવનારા છે, તે દેવો. મનથી ભોગની ઈચ્છા કરે ત્યારે દેવીઓ તેમની ઈચ્છાને સંતોષવા માટે મનથી જ કેવી રીતે તૈયાર થઈ જાય છે? દેવીઓને તે દેવતાઓની ભોગેચ્છા જાણવાનું જ્ઞાન છે? શાસ્ત્રમાં તો અવધિજ્ઞાનનો વિષય ઉપર અલ્પ કહેલો છે.
ઉત્તર:- આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકના દેવો જેઓ મન માત્રથી *ભોગ સેવનારા છે, તેઓને જ્યારે ભોગનો માનસિક પરિણામ થાય ત્યારે તેને સંતોષવા માટે સૌધર્મ, ઈશાન દેવલોકની દેવીઓ પણ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરતી થકી તત્પર રહે છે. અહીં એમ શંકા થાય કે તે દેવીઓ દેવના મનપરિણામને કેવી રીતે જાણી શકે છે? કારણ કે અવધિજ્ઞાનનો વિષય ઉપર થોડો છે.' ઉત્તરમાં–જેવી રીતે દિવ્ય પ્રભાવથી વીર્યના પુલો દેવીઓના શરીરમાં રૂપ વગેરે રૂપે પરિણામ પામે છે, તેવીજ રીતે એકદમ દેવીઓને અંગ ફુરણાદિ હેતુથી તે દેવોની ઈચ્છાનું જ્ઞાન પણ થાય છે, એમ જણાય છે. ૨-૪૮-૯૪
५१