________________
तथा-वन्दनकावसरे गुरो: 'पादचिन्तनं क्व विधेयम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - वन्दनकावसरे मुखवस्त्रिकायां रजोहरणे वा यत्र वन्दनकं ददाति तत्र गुरुपादौ ચિન્તયતિ ।।૨-૩૬-૮૨॥
૧. ગુરુવારેતિ પાડ: પ્રત્યત્તરે ।
પ્રશ્ન:- વાંદણાં દેતાં ગુરુના પાદનું ચિંત્વન ક્યાં કરવું?
ઉત્તરઃ- વન્દનના અવસરે મુહપત્તિ અથવા રજોહરણને વિષે જ્યાં વંદનક અપાય છે ત્યાં ગુરુચરણોનું ચિંત્વન કરાય છે. ૨-૩૬-૮૨
I
तथा-''सत्तविराहणपावं असंखगुणियं तु इक्कभूयस्स । भूयस्स य संखगुणं पावं इक्कस पाणस्स ||१|| बेइंदिय तेइंदिय चउरिंदिय चेव तह य पंचिंदी | लक्खसहस्सं तह सयगुणं च पावं मुणेयव्वं ||२||" इति गाथाद्वयं कस्मिन् ग्रन्थे विद्यते ? इति प्रश्नोत्रोऽत्तरम् - "सत्तविराहणपावं'' इत्यादि गाथाद्वयं छूटकपत्रेषु लिखितं दृश्यते परं न क्वापि ग्रन्थे ।।२-३७-८३।।
પ્રશ્નઃ- ‘સત્ત્વની વિરાધનાના પાપ કરતાં એક ભૂતની વિરાધનાનું પાપ અસંખ્યગુણું છે, અને ભૂતની વિરાધનાના પાપ કરતાં એક પ્રાણની વિરાધનાનું પાપ સંખ્યાતગુણું છે, પ્રાણ શબ્દથી બેઈંદ્રિય, તેઈંદ્રિય અને ચઉરિન્દ્રિય આવી શકે છે, જેમ જેમ ઈંદ્રિયો વધારે તેમ તેમ તેની વિરાધનાનું પાપ વધારે લાગે છે; એટલે બેઈંદ્રિયની વિરાધનાનું પાપ સંખ્યાતગુણું છે, તેના કરતાં તેઈંદ્રિયની વિરાધનાનું પાપ લાખગણું છે, તેની અપેક્ષાએ ચતુરિન્દ્રિયની વિરાધનાનું પાપ હજારગુણું છે, અને તેની અપેક્ષાએ પંચેન્દ્રિયની વિરાધનાનું પાપ સોગુણું જાણવું.’ (૧-૨) આ બે ગાથા કયા ગ્રંથમાં છે?
ઉત્તર:- ``૪ સત્તવિરાજ્ઞળપાવં’’ આ બે ગાથા છુટા પાનામાં લખેલી જોવાય છે, પરંતુ કોઈ ગ્રંથમાં દેખાતી નથી. ૨-૩૭-૮૩
ટિપ્પણ-૪૪.
ઉત્તરદાતા આચાર્યમહારાજ આ ગાથાઓની પ્રમાણિકતા માટે કશો અભિપ્રાય આપતા નથી, ઉલટું મૂલગ્રંથમાં નહિ હોવાનું જણાવી તેની પ્રમાણિકતામાં સંદેહ જ જણાવે છે. એ ઉપરથી સાબીત થાય છે કે કદાચ મૂલ ગ્રંથમાં ન હોય તેવી ગાથાઓ વગેરે જો સિદ્ધાંત વિરૂદ્ધ ન હોય તો જુદી વાત છે, પણ તે સિવાય તો તે અવશ્ય અપ્રમાણિક જ છે. આ વસ્તુ ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે—-વર્તમાન તિથિચર્ચામાં નવિન મતિઓ (સાગર પક્ષ)પોતાના અસત્ય મતની પુષ્ટિમાં ગ્રંથમાં ન હોય તેવી ગાથાઓ અને પાનાંઓ જે કેવલ સિદ્ધાંતના વિરોધવાળાં છે, તે શાસ્ત્રીય પૂરાવા આદિના નામે ખડાં કરે છે તે, અને તેને જ મલતાં સિદ્ધચક્ર તથા શાસન સુ(ઊં)ધાકર વગેરેનાં લખાણો જુઠ્ઠાં અને અપ્રામાણિકજ છે.
तथा-वन्दनकावसरे मुखवस्त्रिका कुत्र मुच्यते ? इति प्रश्नोऽत्रोत्तरम् - वन्दनकावसरे मुखवस्त्रिका साधुभिर्वामजानुनि मुच्यते । श्रावकैस्तु गुरुपादयोर्वन्दनदानावसरे जानुनि, अन्यथा तु भूमौ रजोहरणे वेति ।।२-३८-८४।।
૪૭