________________
तथा-अस्वाध्यायदिनत्रयान्तः कृत उपवास आलोचनातपस्येति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-अस्वाध्यायदिनत्रयसत्कं तप आलोचनातपसि नायाति ||२-११-५७।। (ऋतुमती स्त्रियमधिकृत्यैतत् प्रश्नोत्तरम्)
પ્રશ્ન- સ્ત્રીને જ્યારે અડચણ આવે છે ત્યારે તે માસિક ધર્મના ત્રણ દિવસમાં કરેલો તપ આલોયણના તપમાં વાળી શકાય કે નહિ?
ઉત્તર- ઋતુ સંબંધિ અસઝાયના ત્રણ દિવસમાં કરેલો તપ આલોયણના તપમાં ગણી શકાય નહિ. ર-૧૧-૫૭
तथा- दिनादिपौरुष्यनन्तरं दशवैकालिकादिसूत्रगणनं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-अहोरात्रमध्ये सन्ध्याचतुष्टयं विहाय सर्वत्र दशवैकालिकादिगणनं शुध्यतीति बोध्यम् ।।२-१२-५८||
પ્રશ્ન:- દિવસ વગેરેની પોરસી પ્રમાણ કાલ ૬ ઘડી થયા બાદ દશવૈકાલિકાદિ સૂત્ર ગણવાં સુઝે કે નહિ?
ઉત્તર- દિવસ અને રાત્રિની ચાર સંધ્યા વર્જીને બધા વખતે દશવૈકાલિકાદિ સૂત્રનું ગણવું સુઝે છે. ર-૧ર-૫૮ ટિપ્પણ-૩૨. કેટલાક આચાર્યોના મતે સૂર્યોદય પહેલાંની ૧ ઘડી અને પછીની ૧ ઘડી, બીજા
આચાર્યોના મતે સૂર્યોદય પહેલાંની રે ઘડી અને કેટલાક આચાર્યોના મતે સૂર્યોદય પછીની ૨ ઘડી, આ પ્રમાણેની (૧) દિન સંધ્યા, (૨) મધ્યાન્હ સંધ્યા, (૩) દિન સંધ્યા પ્રમાણે ત્રણ પ્રકારની સાયંકાલની સંધ્યા અને (૪) મધ્ય રાત્રિની સંધ્યા, એમ
ચાર સંધ્યા છે. तथा भगवतीपञ्चमशतके चत्वारि प्रमाणान्युक्तानि, रत्नाकरावतारिकायां तु द्वे कथम्? इति प्रश्नोऽत्रोत्तरम्-भगवतीपञ्चमशतके चत्वारि प्रमाणान्युक्तानि, रत्नाक़रावतारिकायां च परोक्षप्रमाणेऽनुमानोपमांनाऽऽगमलक्षणप्रमाणत्रयस्यान्तर्भावविवक्षया प्रमाणद्वयमुक्तमस्तीति बोध्यम् ।।२-१३-५९।।
પ્રશ્ન:-ભગવતીજી મહાસૂત્રના પાંચમા શતકમાં ચાર પ્રમાણ કહ્યાં છે અને ૩૪રત્નાકરાવતારિકામાં બે કહ્યાં છે, તેનું કેમ?
- ઉત્તરઃ- ભગવતીજીના પાંચમા શતકમાં ચાર પ્રમાણ કહ્યાં છે. અને રત્નાકરાવતારિકામાં અનુમાન, આગમ અને ઉપમાન, આ ત્રણ પ્રમાણોનો પરોક્ષ પ્રમાણમાં સમાવેશ કરેલો હોવાથી બે પ્રમાણ કહ્યાં છે એમ જાણવું. ર-૧૩-૫૯ ટિપ્પણ-૩૩. જે વિતં પુHTછે ? પાળે તિરે પUUત્તે, તે નET-Vધ્ય ગુમારે ओवम्मे आगमे ।'
(ભગવતી સૂત્ર, પૃ. ૩૯૯) ભાવાર્થ:- હે ભગવન્! પ્રમાણ કેટલાં છે ? પ્રમાણ ચાર પ્રકારનાં છે. ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન અને ૪ આગમ પ્રમાણ.”
૩૫