________________
પ્રશ્ન:- પાભાઈના સ્થાને વેરત્તિકાલનું સ્થાપન આકન્વિના કાર્યમાં થાય છે કે સ્વાભાવિક રીતે?
ઉત્તર- પાભાઈના ઠેકાણે વેરત્તિ કાલગ્રહણનું સ્થાપન આકસન્ધિના કારણે જ થાય, અન્યથા નહિ. ૧-૨૦ ટિપ્પણ-૧૩. યોગમાં શ્રુતસ્કંધ કે અંગનો સમુદ્રેશ થયા પછી કાલભંગ આદિના કારણે શ્રુતસ્કંધની
કે અંગની અનુજ્ઞા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આયંબિલ જ કરવા પડે તેને
આકસંધિ કહેવામાં આવે છે. अथ महोपाध्यायश्रीकल्याणविजयगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसि च यथा
- प्रथमायां श्राद्धप्रतिमायां दर्शनिद्विजादिभिक्षुकाणामन्नादि दातुं कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रथमश्राद्धप्रतिमायां दर्शनिद्विजादिभ्योऽनुकम्पादिनाऽन्नादि दातुं कल्पते, न तु गुरुबुद्ध्येति तत्त्वम् ।।१-२१।।
પ્રશ્નકાર મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજય ગણિત પ્રશ્નઃ- શ્રાવકની પહેલી સમ્યકત્વ પ્રતિમા (અભિગ્રહ વિશેષ)માં અન્ય દર્શની બ્રાહ્મણાદિ ભિક્ષકોને અન્ન વગેરે આપવું કહ્યું કે નહિ?
ઉત્તરઃ- શ્રાવકની પહેલી પ્રતિમામાં બ્રાહ્મણાદિ ભિક્ષુકોને ગુરુબુદ્ધિથી નહિ પરંતુ અનુકંપા (દયા) વગેરે હેતુથી આપવું કલ્પી શકે છે. ૧-૨૧ ટિપ્પણ-૧૪. શાસ્ત્રોમાં શ્રાવકોને આરાધવા યોગ્ય અગીયાર પ્રતિમાઓ કહેલી છે, તે
આ પ્રમાણે—
(૧) દર્શન પ્રતિમા - તે એક મહિના સુધી પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આ પાંચ લક્ષણયુક્ત કુગ્રહ, શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિ પ્રશંસા, અને મિથ્યાત્વીનો પરિચય આ શલ્યોથી રહિત તેમજ રાજાભિયોગ, ગણાભિયોગ, દેવાભિયોગ, ગુરુનિગ્રહ, અને ભીષણ કાન્તારવૃત્તિરૂપ છ આગારોને પણ સેવ્યા વિના અન્ય દેવતાદિકને નમનાદિક નહિ કરવા રૂપ શ્રી સમ્યત્વનો આચાર યથાવત્ નિરતિચારપણે પાલન કરવાનો અભિગ્રહ.
(૨) વ્રત પ્રતિમા:- તે બે મહિના સુધી અણુવ્રતો, ગુણંદ્રતો, અને શિક્ષાવ્રતોને નિરતિચાર (વધ, બન્ધ વગેરે દરેક વ્રતોના અતિચાર રહિત) અને નિરપવાદપણે પાલન કરવાનો અભિગ્રહ.
(૩) સામાયિક પ્રતિમા:- તે ત્રણ મહિના સુધી ઉભર્યટક સાવદ્ય યોગના ત્યાગ અને નિરવઘ યોગના આસવન રૂપ સામાયિક સ્વીકારવા રૂપ છે.
(૪) પૌષધ પ્રતિમા:- તે ચાર મહિના સુધી ૮-૧૪-૧૫ અને ૦)) આ પર્વતિથિઓમાં, આહાર, શરીરસત્કાર, મૈથુન અને વ્યાપારનો ત્યાગ કરવા રૂપ ચારે પ્રકારે પરિપૂર્ણ આગમોક્ત વિધિને અનુસરીને નિરતિચાર પૌષધ કરવા રૂપ છે.
૧૪