________________
तथा-दिगाचार्या इति कोऽर्थ : ? इति प्रश्नोऽत्रोत्तरम् ते दिगाचार्या ये गुर्वादिष्टदिग्वर्त्तिसाधूनां सारणादिकर्तार इति, सचित्ताचित्तमिश्रवस्त्वनुज्ञापी दिगाचार्य इति योगशास्त्रे चतुर्थप्रकाशे `प्रायश्चित्तं वैयावृत्त्यम्'' ફત્યાવિશ્તોવૃત્તૌ ।।૧-રૂ૮।।
પ્રશ્નઃ- દિગાચાર્ય શબ્દનો શો અર્થ છે?
ઉત્તરઃ- જેઓ ગુરુએ આદેશ કરેલ ક્ષેત્રમાં રહેલા સાધુઓની સારણાદિ (શાસ્ત્રાનુકુલ અનુષ્ઠાનમાં ભૂલ થતી હોય તે યાદ કરાવવી તેનું નામ સારણા છે, આદિથી વારણા, ચોયણા અને પડિચોયણા લેવી.) કરનારા હોય છે, તે દિગાચાર્ય કહેવાય છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં પ્રાયશ્ચિત્ત વૈચાવૃત્ત્વમ્’આ શ્લોકની ટીકામાં દિગાચાર્ય શબ્દનો અર્થ ‘સચિત્ત, અચિત્ત, અને મિશ્રવસ્તુની અનુજ્ઞા કરનાર’ જણાવ્યો છે. ૧-૩૮ ટિપ્પણ-૨૩.
``प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायो विनयोऽपि च । व्युत्सर्गोऽथ शुभं ध्यानं પોતેત્યામ્યન્તર તત્ત્વઃ ||
(યોગશાસ્ત્ર ટીકા, પૃ. ૩૧૨/૧) ભાવાર્થ:-‘૧ પ્રાયશ્ચિત્ત, ૨ વૈયાવચ્ચ, ૩ સ્વાધ્યાય, ૪ વિનય, ૫ ત્યાજ્ય વસ્તુનો પરિત્યાગ, ૬ શુભ ધ્યાન રૂપ છ પ્રકારનો આભ્યન્તર તપ છે. પ્રાયશ્ચિત્તનો વિશેષ અધિકાર વર્ણવીને વૈયાવૃત્ત્વ શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય આદિ ૧૦ ની વૈયાવચ્ચનો પ્રસંગ વર્ણવે છે, તેમાં આચાર્યના પાંચ ભેદ (૧) પ્રવ્રાજકાચાર્ય, (૨) દિગાચાર્ય, (૩) ઉદ્દેશકાચાર્ય (૪) સમુદ્દેશાનુજ્ઞાચાર્ય અને (૫) આમ્નાયાર્થ-વાચકાચાર્ય ણાવેલા છે. અને દિગાચાર્ય' શબ્દની વ્યાખ્યા કરવાં ટીકાકારે સચિત્તવિજ્ઞમિશ્રવસ્ત્યનુજ્ઞાચી રિચાર્ય: એમ જણાવ્યું છે.’
तथा - आर्यसुहस्ति-आर्यमहागिरिनामानौ श्रीधर्मसागरोपाध्यायकृतपट्टावल्यादौ सहोदरावुक्तौ कल्पसूत्रस्थविरावल्यां च भिन्नगोत्रौ तत्र को हेतुः ? इति प्रश्नोऽत्रोत्तरम्-आर्यसुहस्ति-आर्यमहागिर्योः सहोदरत्वेऽपि भिन्नगोत्रत्वं न विरुध्यते, मण्डिकपुत्र-मौर्यपुत्राभिधगणधरयोरपि तथैव श्रवणात् ।।१-३९।।
પ્રશ્નઃ- આર્યસુહસ્તિ અને આર્ય મહાગિરિને શ્રી ધર્મસાગર ઉપાધ્યાયે બનાવેલી પટ્ટાવલિ આદિમાં સહોદર તરીકે કહ્યા છે, અને કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં તેઓનું ગોત્ર ભિન્ન જણાવ્યુ છે, તેનું શું કારણ?
ઉત્તરઃ- મંડિકપુત્ર, અને મૌર્યપુત્ર નામના ગણધરની માફક આર્યસુહસ્તિ, અને આર્યમહાગિરિ સહોદર હોવા છતાં પણ ભિન્ન ગોત્રી હોવામાં કોઈ વિરોધ નથી. ૧-૩૯
अथ पण्डितश्रीकल्याणकुशलगणिकृत प्रश्नास्तत्प्रतिवचांसि च यथा
૨૩
"