________________
અહીં ચૌદશ પૂનમ બન્ને ઉદય તિથિ હોય ત્યારે હું કરીને પપધ કરે, પૂનમ કે અમાસનો ક્ષય ત્યારે તેરશ ચંદશ અથવા ચૌદશ પડવાના છઠ્ઠ કરીને પૌષધ કરે. પૂનમ કે અમાસની વૃદ્ધિ હોય ત્યારે ચૌદશના પૌષધોપવાસ કરીને બીજી પૂનમ-અમાસના પૌષધોપવાસ કરે. શ્રીસંનપ્રશ્ન (૪-૪૨) તથા હીરપ્રશ્નના (૩૫) જ-૨૭) પ્રશ્નોત્તરો જતાં આ મતલબ નિઃસંદેહ સિદ્ધ થાય છે. તે સમજ્યા વિના જે ‘શ્રીનપ્રશ્નસાર-સંગ્રહમાં આ પ્રતિમાના અનુષ્ઠાનના બહાનાથી પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવાની મનઃ-કલ્પિત સામાચારી સાચી ઠરાવવા બહાર પડ્યા છે તેમણે અંધારામાં જ ભુસકો માર્યો છે, એમ કહેવું જોઈએ. જેની છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તેઓ પુનમનો તપ આંબેલથી અગર નીવિથી પણ કરી શકે છે, એમ સેનપ્રશ્નમાં સાફ સાફ ફરમાવેલું છે, તે પણ ઉપરની જ હકીકતને પુષ્ટિ આપે છે.
. (૫) પ્રતિમા પ્રતિમા:- તે અવિચલ સત્ત્વવાન પ્રતિમા કલ્પ વગેરેની જાણકાર પાંચ મહિના સુધી જે દિવસે પોસહ પડિયામાં હોય તે દિવસે આખી રાત્રિ ચતુષ્પથ વગેરે સ્થળે કાઉસ્સગ્નમાં રહે, તેમાં ત્રિલોક પૂજ્ય શ્રી જિનેશ્વર મહારાજાનું અથવા પોતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના પ્રતિપક્ષભૂત બ્રહ્મચર્ય, ક્ષમા વગેરે ગુણોનું ધ્યાન કરે અને પૌષધ સિવાયના દિવસોમાં સ્નાનનો પરિહાર કરે, વિકટ ભોજી–અર્થાત્ દિવસે પ્રકાશસ્થાનમાં બેસી ભોજન કરનારો બને, કચ્છોટો નહિ વાળનારો દિવસે બ્રહ્મચારી અને રાત્રિએ ભોગપભોગનું પરિમાણ કરે, આવા અનુષ્ઠાનને સેવવારૂપ કાયોત્સર્ગ પ્રતિમા હોય છે.
(૬) અબ્રહ્મ વર્જન પ્રતિમા:- તે છ માસ સુધી કામકથા, ઉત્કૃષ્ટ વિભૂષા, અને એકાન્તમાં સ્ત્રી સાથે પ્રેમ વાર્તાનોમે ત્યાગ કરવા પૂર્વક દિવસ અને રાત્રિએ મૈથુનનો જેમાં ત્યાગ કરવામાં આવે, અર્થા-સર્વથા બ્રહ્મચર્ય પાળવામાં આવે તેવા અભિગ્રહ વિશેષરૂપ છે. . (૭) સચિત્તાવાર વર્જન પ્રતિમા:- તે સાત મહીના સુધી સચિત્ત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારેનો આહાર ન કરવારૂપ છે.
(૮) આરંભ વર્જન પ્રતિમા:- તે આઠ માસ સુધી સ્વયં પૃથ્વી વગેરેનો ઉપમર્દનાદિ સ્વરૂપ આરંભનો ત્યાગ કરવારૂપ છે. ' . (૯) પ્રેપ્યારંભ વર્જન પ્રતિમા:- તે નવ માસ સુધી સમસ્ત કુટુંબનો ભાર પોતાના માથે ન રાખે અને નોકરી મારફત પણ મહા પાપ વ્યાપાર ન કરાવે તે
સ્વરૂપ છે. ' - (૧૦) ઉદિષ્ટ ભક્તવર્જન પ્રતિમા:- તે દશ મહિના સુધી પોતાને ઉદ્દેશીને જે ભોજન કરેલું હોય તે પણ ન ખાય. અને આ પ્રતિમાધારી શ્રાવક કોઈ અસ્ત્રાથી મસ્તક મુંડાવેલું રાખે અગર કોઈને ચોટલી રાખવાની ઈચ્છા હોય તો તે રાખી પણ શકે; તથા ‘ભૂમીમાં દાટેલું ધન વગેરે છે' એમ જાણતો હોય અને પુત્ર, ભાઈ વગેરે પૂછે તો તેમની વૃત્તિનો છેદ ન થાય માટે કહે, અને જો ન જાણતો હોય તો કહે કે મને ખબર નથી, આ સિવાય જેમાં કાંઈ પણ ગૃહ કાર્ય કરવું કહ્યું નહિ તે સ્વરૂપ આ દશમી પ્રતિમા છે.
૧૫