________________
न प्रेक्षापूर्वकारिणोऽभिधेयादिपरिज्ञानमन्तरेण यथाकथञ्चित्प्रवर्तन्ते प्रेक्षावत्ताक्षतिप्रसंगात् , ततस्तेषां प्रवृत्त्यर्थमभिधेयादिकं च प्रतिपिपादयिषुरिदमाह ।'
(ષષ્ઠ કર્મગ્રન્થ ટીકા, પૃ. ૧૧૫ મુદ્રિત જે.ધ.પ્ર. સભા) ભાવાર્થ:- સપ્તતિકા નામના પ્રકરણનો આરંભ કરતા આચાર્ય મહારાજા પ્રેક્ષા પૂર્વક કાર્ય કરનારાઓની પ્રકરણના વિષયમાં ઉપાદેય બુદ્ધિ થાય તે માટે પ્રકરણની સર્વજ્ઞમૂલકતા તેમજ સર્વજ્ઞમૂલક હોવા છતાં પણ પ્રેક્ષાવાનો અભિધેય વગેરેના પરિજ્ઞાન વિના પ્રેક્ષાવત્તાની ક્ષતિના પ્રસંગથી યથા કથંચિત્ પ્રવૃત્તિ કરતા નથી, માટે તેઓની આ પ્રકરણમાં પ્રવૃત્તિ કરાવવા માટે અભિધેય વગેરેનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા કહે છે.'
અત્રે સિત્તરી ઉર્ફે છઠા કર્મગ્રંથના કર્તા સ્ત્રી નહિ પરંતુ પુરુષ છે એ બતાવવાનું તાત્પર્ય છે. બાકી સિત્તરીના કર્તા એક ચિરંતનાચાર્ય હોવા સિવાય વધુ નિર્ણય થઈ શક્યો નથી. વધુ માહિતી માટે જુઓ શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર (ડભોઈ)ની
પ્રકાશિત શ્રી સિત્તરી ચૂર્ણિની પ્રસ્તાવના. तथा-चतुःशरणप्रभृतीनां कियतां प्रकीर्णकानां पठने श्राद्धोऽधिकारी? इति प्रश्नोऽत्रोत्तरम्-परम्परया भक्तपरिज्ञा १ चतुःशरण २ आतुरप्रत्याख्यान ३ संस्तारक ४ प्रकीर्णकानामध्ययने श्राद्धानामधिकारित्वमवसीयते ॥१-३०॥
પ્રશ્ન- ચઉશરણ આદિ કેટલા પન્ના ભણવામાં શ્રાવક અધિકારી છે?
ઉત્તરઃ- પરંપરાએ કરીને ભક્તપરિજ્ઞા, ચતુ:શરણ, આઉરપચ્ચખ્ખાણ, અને સંથારા એ ચાર પન્ના ભણવાનો શ્રાવકોને અધિકાર હોય એમ જણાય છે. ૧-૩૦ ટિપ્પણ-ર૦. દશ પન્નાનાં નામ આ પ્રમાણે છે-(૧) ચઉશરણ, (૨) આઉરપચ્ચખાણ,
(૩) મહાપચ્ચખ્ખાણ, (૪) ભક્તપરિજ્ઞા, (૫) તંદુલયાલ, (૬) ગણિવિજ્જા,
(૭) ચંદાવિજ્જા, (૮) દેવેન્દ્રસ્તવ, (૯) મંરણ સમાધિ અને (૧૦) સંથારાપયaો. तथा-श्वेतदशमीदिनाचामाम्लविधायकानां काचिन्मिथ्यामतिर्न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-दशमीदिनाचामाम्लविधायिनां मिथ्यामतिव्रता नास्ति ।।१-३१।।
પ્રશ્નઃ- સુદ દશમના દિવસે આયંબિલ કરનારાઓ કંઈક અંશે મિથ્યાદષ્ટિ ખરા કે નહિ?
ઉત્તર - સુદ દશમના દિવસે આયંબિલ કરનારાઓ મિથ્યામતિ જાણ્યા નથી. ૧-૩૧
तथा-रोहिणीदिनाराधकानां तथैव? इति प्रश्नोऽत्रोत्तरम्-रोहिणीदिनाराઘાનાં તથૈવ ll૧-રૂરી
પ્રશ્ન:- રોહિણીના દિવસની આરાધના કરનારાઓ માટે પણ શું તેમજ“સમજવું?
ઉત્તરઃ- રોહિણીના દિવસની આરાધના કરનારા માટે પણ તે પ્રમાણે જ ઉત્તર સમજવો. ૧-૩ર
૨૦