________________
ટિપ્પણ-૧૧.
"यथा चतुर्दशीतपोयुक्तं चतुर्मासकदिने षष्ठतप उक्तं किं ? चतुष्पव तावत् श्रावकधर्ममाश्रित्योक्ता, साधुधर्ममाश्रित्य तु अष्टमी चतुर्दश्यावेव, पाक्षिकपर्व तु श्रावकसाध्वोः साधारणमित्यपि विचार्यमाणे चतुर्दश्येव पाक्षिकत्वेन • सिध्यति, चतुष्पर्वीमध्यवर्तिनीपूर्णिमेत्यादिविचारणा स्वगलपादुका कल्पेति ।”
ભાવાર્થ:- ‘પ્રવચન પરીક્ષાની ૬૬મી ગાથામાં પૂનમની પખ્ખિ માનનારના પક્ષને અતિ પ્રસંગથી દૂષિત કરતાં શાસ્ત્રકાર કહે છે કે--જાં પૂનમની પખ્ખિ માનવામાં આવે તો જેમ ચોમાસીને દિવસે ચૌદશના તપયુક્ત છઠ્ઠનો તપ કહ્યો છે તેમ ચૌદશના તપ યુક્ત પખિનો તપ બે ઉપવાસનો (છઠ્ઠ) શાસ્ત્રકારે કેમ ન કહ્યો? બીજું, આઠમ ચૌદશ પૂનમ અમાસની ચતુષ્પર્ધી શ્રાવકધર્મને આશ્રયીને કહી છે. સાધુધર્મને આશ્રયીને તો બે આઠમ અને બે ચૌદશની જ ચતુષ્પર્ધી કહેલી છે. પાક્ષિક પર્વ તો શ્રાવક અને સાધુ ઉભયને સાધારણ છે, એ વિચારતાં પણ ચતુર્દશીજ પખ્ખિ તરીકે સિદ્ધ થાય છે. ‘પૂનમ ચતુર્વીમાં આવે છે,' ઈત્યાદિ વિચારણા પોતાના ગળે પોતાના પગ નાખવા બરાબર છે.’
વળી આ સાથે શ્રીઆદિત્યયશા તથા જિનદાસ આદિ શ્રાવકો બે આઠમ અને બે ચૌદશોનો જ નિયમિત પૌષધ કરનાંરા હતા. તેનું વર્ણન શ્રી શત્રુંજય માહાત્મ્ય તથા ભવભાવના આંદિ શાસ્ત્રોમાં મૌજુદ છે. તેનો પણ વિચાર કરી જોતાં આજે જેઓ કેવલ પૂનમ અમાસની ચતુષ્પવ્વના આગ્રહથી અંધ બની આઠમ ચૌદશની ચતુષ્પર્ધીનો અપલાપ કરે છે, તેમજ જેઓ પૂનમ અમાસની ચતુર્થીને ઉપર્યુક્ત આધારે ચતુષ્પર્ધી તેમજ ષટ્કર્વીમાં સ્વીકારનાર મહાપુરુષો ઉપર ચતુર્વી લોપ્યાનો મિથ્યા આરોપ કરે છે, તેઓ પોતાના મિથ્યા અભિનિવેશથી જૈનશાસનની મહા આશાતના કરે છે, એમ ચોખ્ખું માલુમ પડે છે.
"से णं लेवे नाम गाहावई समणोवासए यावि होत्था, अभिगयजीवाजीवे जाव विहरइ, निग्गंथे पावयणे निस्संकिए निक्कंखिए निव्वितिगिच्छे लद्धट्टे गहिंयट्टे पुच्छियट्टे विणिच्छियट्ठे अभिगहियट्ठे अट्ठिमिंजापेमाणुरागरत्ते, अयमाउसो ! निग्गंथे पावयणे अयं अट्ठे परमठ्ठे सेस अणद्वे, उस्सियफलिहे अप्पावयदुवारे चियत्तंतेउरप्पवेसे चाउद्दसमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुन्नं पोसहं सम्म अणुपालेमाणे समणे निग्गंथे तहाविहेणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणे बहूहिं सीलव्वयगुणविरमणपच्चक्खाणपोसहोववासेहिं अप्पाणं भावेमाणे एवं च णं विहरइ ।"
(શ્રી સૂયગડાંગસૂત્ર બીજો શ્રુતસ્કંધ. અને ૭)
ભાવાર્થ:-‘રાજગૃહી નગરીની બહાર ઉત્તર પૂર્વદિશામાં આવેલ સેંકડો ભવનોથી સંકીર્ણ નાલન્દા નામના પાડામાં લેપ નામનો કૌટુંબિક રહેતો હતો, જે તેજસ્વી, સર્વજન પ્રસિદ્ધ, વિપુલ ભવન-શયન-આસન-યાન-વાહન ઈત્યાદથી ભરેલો. બહુધનસુવર્ણ-રજત વગેરેનો માલિક, આયોગ-પ્રયોગથી સમન્વિત, છૂટા હાથે પ્રચુર ભોજન અને પાણીને આપનાર, બહુ દાસ દાસીના પરિવાર યુક્ત અને બહુજન માન્ય હતો. આ પ્રમાણેની તેની દ્રવ્યસંપત્તિ હતી. હવે એ જ લેપ ગાથાપતિની ભાવસંપત્તિનું શ્રી સૂત્રકાર મહર્ષિ વર્ણન કરે છે-
૧